Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Masum Modasvi

Others

3  

Masum Modasvi

Others

આશા અમર રહી

આશા અમર રહી

1 min
13.4K


જેના શકનના ભાવની ભીની અસર રહી,
તેના કથનની ભાવનાઓ બે અસર રહી.

છેટા રહીને યાદમાં આવ્યા તમે સતત,
ખ્વાબે વસેલી ચાહના શામો સહર રહી.

ચમકી રહેલા હોઠની લાલી ભરી ચમક,
ભીના અધરને ચુમવા તરસી નજર રહી.

મનનાં જગેલા ભાવને ધરતા ઈજન સદા,
કિંતુ વિરહની ભીતરે બળતી શરર રહી.

જેના ભરોસે નીકળ્યા સાથી સફર ગણી,
તેના વગરની રાહની તનહા સફર રહી.

'માસૂમ' હ્રદયમાં ખેલતી ભાવો ભરી લગન,
જેને સમાવી રુહની આશા અમર રહી.


Rate this content
Log in