જાય છે
જાય છે
1 min
6.7K
રાત આવે યાદ આવી જાય છે,
જુલ્મ તારા એ ગણાવી જાય છે.
આસમાને ચાંદ સળગે એકલો,
દાગ દિલને ચાંદ ચાંપી જાય છે.
માંગી માંગીને શું તું માંગીશ કહે;
હાથ ખાલી, હાથ ખાલી જાય છે.
એ ખુદા તારી આ દુનિયા બેવફા,
હર કો’ દિલને દર્દ આપી જાય છે.
વાળ ધોળા થઈ ગયા છે બસ હવે,
આ ડહાપણ ઠેસ મારી જાય છે.
વાત તારી માનવી મારી ફરજ;
વાત મારી તું તો કાપી જાય છે.
દીકરો છે એકનો એક આપણો,
તુજ ઉપર મા વારી વારી જાય છે.
ધારદાર છે આ સપનાં આંખનાં,
આંખને એ રોજ વાગી જાય છે.