જીવન સફર
જીવન સફર
1 min
13.9K
આવી રહેલી ઘાતના જટકા બચાવ તું,
મનમાં કદીયે લેશના ઘ્રૃણા ધરાવ તુ.
જીવન સફરમાં ચાલવું અઘરું ભલે પડે,
ચાહ્યા ઉતારે જાતને દોરી બતાવ તું.
માનો કરેલી પારકી આશા નહીં ફળે,
કોઈ મદદની કામના છોડી બતાવ તું.
ખોટા જબાની વહેણની કડવી અસર તળે,
કડવા વચનના ભાવને વારી ઠરાવ તું.
રોષે ભરેલી આંખની સામે થયા વિના,
ઠંડા પણાના ભાવને સઘળા જણાવ તું.
ભીતર વધેલા ખારની ભારી અસર છતાં,
ધીરજ ધરીને પીડતા પ્રશ્નો ઉઠાવ તું.
માસૂમ સમયના વારના તીખા પ્રહારમાં,
શાણા બનીને કાલના સપના સમજાવ તું.