સ્ત્રી
સ્ત્રી
તું આંચ છે.
તું ધાર છે,
તું શક્તિ નું સંચાર છે .
નાજુક ,નમણી કાયા માં,
તું અંદર થી તલવાર છે.
તું કાંચ છે,તું ઢાળ છે,
તું પ્રકાશનુંય અજવાશ છે .
સૂર્ય તું,ચન્દ્ર તું,
તું કિરણો નું ભરમાર છે.
તું રાત છે, પ્રભાત છે,
તું જિંદગી ની સાંજ છે.
સૂર્યોદય,સૂર્યાસ્ત તું,
તું ક્ષણ ક્ષણ વર્તમાન છે.
તું આશ છે,તું સાથ છે,
તું મીણ ની પીગળાશ છે.
જવલંત તું,તેજ તું,
તું શીતળતા ની દાઝ છે.
તું આજ છે,તું કાલ છે,
તું સમય ની પતવાર છે.
તુજ ભૂમિ,તુજ આભ,
તું સૃષ્ટિ નું ગુણગાન છે.
તું જ્યોત છે,તું મોહ છે,
તું રોમેરોમ રોમાંચ છે.
હાસ્ય તું,આક્રન્દ તું,
તું મૌન નું તૂફાન છે.
સ્ત્રી કહું,નારી કહું,
શબ્દો નું તું તાજ છે.
કર્મ તું,ધૈર્ય તું,
તું સાક્ષાત વરદાન છે.