મને : શૌર્ય.
મને : શૌર્ય.
1 min
6.5K
અપાર દુઃખ આપી દે મને,
આમ સામેથી કહુ છુ તને,
હવે મિજાજ બદલ્યો છે,
હાંક પહોંચશે ઊઁચે ગગને,
મરવુ નથી રોજ હવેથી,
જીવુ જાણે સિંહ હોય વને,
દુઃખોને દવા બનાવીશ હુ,
ચોપડીશ પછી આખા તને,
અંતે વિજયોત્સવ થશે મારો,
બળી જઈશ,આવીશ તારી કને,
અપાર દુઃખ આપી દે મને,
આમ સામેથી કહુ છુ તને.