મોસમી રંગ
મોસમી રંગ
1 min
7.0K
કામ નોખા રોજ કેવા થાય છે,
માનવીને ક્યાં કદી સમજાય છે.
ભુલવા ચાહો છતાંએ જોઈલો,
મોસમી રંગે નજર ભરમાય છે.
આંખ સામે મોહના મંજર ફરે,
ના હવસની ભાવના પરખાય છે.
બે શબદની વાત કારી ઘા કરે,
હિત સામે લાગણી વિસરાય છે.
લાખ ચાહું ભુલવાને પાછલું,
ભુતકાળે મન હજું અટવાય છે.
કેટલી માસૂમ વધેલી ઘેલછા,
જાતનેઆ ક્યાંબધું સમજાયછે.