આ હાથ લખતા રહ્યા
આ હાથ લખતા રહ્યા
1 min
6.4K
તમે વાહ વાહ કરતા રહ્યા
અને આ હાથ લખતા રહ્યા
લખાતું શુ મારાથી એ નથી ખબર
પણ તમે બરાબર સમજતા રહ્યા...
ને આ હાથ લખતા રહ્યા...
બાકી આમ દિલની વાત કોણ મૂકે ?
આતો તમે પોતાની ગણતા રહ્યા...
ને આ હાથ લખતા રહ્યા...
કદી સુખ તો કદી દુઃખ ભર્યા શબ્દો,
બંનેમાં મોં તમારા ચમકતા રહ્યા...
ને આ હાથ લખતા રહ્યા...
કવિતા લખાય કે પછી ગીત ગવાય,
સેતુ આપણા વચ્ચે ચણતા ગયા...
ને આ હાથ લખતા રહ્યા...
તમે વાહ વાહ કરતા રહ્યા
અને આ હાથ લખતા રહ્યા.