હોય છે
હોય છે
1 min
7.3K
નારીને આપો માન, એ વિધાન હોય છે,
પણ એ ખરી રીતે કુદરતી ફરમાન હોય છે.
નફરત સુધી જશે નહિ નારીની ભૂમિકા,
નારી સદા સન્માનનું નિશાન હોય છે.
દિલથી તમે ચાહી શકો જો એક નારીને,
એ લાગણીનું ઈશ્વરી વરદાન હોય છે.
કોને ખબર નારીનું મન કેવું અકળ હશે,
ખોટા જ પડતા ત્યાં બધા અનુમાન હોય છે.
માતા રૂપે જયારે મળે નારી, તો સો ટકા,
પવિત્ર એ કદમોમાં ગીતા-કુરાન હોય છે.