STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Others

3  

Dharmik Parmar 'Dharmad'

Others

આજ સખી ! પરીક્ષાઓ આવી

આજ સખી ! પરીક્ષાઓ આવી

1 min
999


આજ સખી ! પરીક્ષાઓ આવી

સૌ વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ટેન્શનને લાવી !

આજ સખી ! પરીક્ષાઓ આવી.


લાંબા જવાબ સઘળાં પાક્કા કરવામાં વિદ્યાર્થી બિચારો થાકે !

આખો દિ' ચોપડીમાં પડ્યા રહેવામાં ભોજનને અડે નહીં જરાકે !

'પરીક્ષામાં સ્વાસ્થ્યને સંભારો' એવો મંત્ર દ્યો સમજાવી !

આજ સખી ! પરીક્ષાઓ આવી ....


પેપરમાં શું આવશે ? એવું વિચારી વિદ્યાર્થી પડી જાય માંદો !

કંટાળીને બોલી ઉઠે કે,''પરીક્ષા ન લેવાય તો એમાં શું છે વાંધો ?''

ફળ, ભાજી ખાઈને પરીક્ષાને 'ટેન્શન-ફ્રી' દ્યો બનાવી !

આજ સખી ! પરીક્ષાઓ આવી ....


Rate this content
Log in