Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others

4  

Shaurya Parmar

Others

આદ્યશક્તિ ગરબો

આદ્યશક્તિ ગરબો

1 min
13.8K


આદ્યશક્તિ મા અંબે આવ તું આવ જોને ગરબો આયો,
વાઘની સવારીએ સોળે શણગાર સજી,
કંકુના પગલે પધાર માડી, જોને ગરબો આયો.

તું આવ માડી આવ, તું આવ માડી આવ,
માડી આવ માડી આવ, જોને ગરબો આયો;
અંબે આવ માડી આવ જોને ગરબો આયો,
અંબે આવ તું પધાર રૂડો ગરબો આયો.

 

આભલા ને તારલા ગરબે મઢાવું,
તું આવે જો અંબે રૂડો સાથીયો પુરાવું,
તારે હાટુ હું નવો ગરબો લાયો (૨)
અંબે આવ તું પધાર રૂડો ગરબો આયો (૨)

ઈ રે ગરબે હું રૂડા દિવડા મેલાવું,
તું આવે જો અંબે તારા રંગે રંગાવું,
આ ભક્તિનો રંગ જોને કેવો રેલાયો (૨)
અંબે આવ તું પધાર રૂડો ગરબો આયો (૨)

ત્રણ ત્રણ તાળી દઈ ગરબે ઘૂમું,
તું આવે જો અંબે તારી સંગે ઝુમું,
માંડીના સંગે હું કેવો હરખાયો (૨)
અંબે આવ તું પધાર રૂડો ગરબો આયો (૨)


Rate this content
Log in