તારે શું લેવાદેવા?
તારે શું લેવાદેવા?
1 min
6.8K
હું કામ કરું ગમે તેવા,
તારે શું લેવાદેવા?
મારા દીદાર હોય, ભલેને ભૂત જેવા
તારે શું લેવાદેવા?
જમું હું સુકી ભાખરી, કે મેવા
તારે શું લેવાદેવા?
મહેલ હોય કે, હોય ઝુંપડી રેવા
તારે શું લેવાદેવા?
હું મારું કોઈને ઠુંહા, કે કરું કોઈની સેવા
તારે શું લેવાદેવા?
અમે આવાજ રેવાના,
કોરા કાગળ જેવા,
ધોયેલા મૂળા જેવા,
ખાલી ડબલા જેવા,
પણ તારે શું લેવાદેવા?
હું આવું છુ? કોઈ દિ’ કશુંય તને કેવા
તો ઠાવો રે ને, તારે શું લેવાદેવા?