અજનબી
અજનબી
1 min
15.6K
અજનબી લાગે હવે ઓરડો ભીતરથી,
દિવાલોનો પ્રેમ હવે લાચાર લાગી રહ્યો છે.
જ્યાં ઇંટોની જગ્યાએ ચણેલી લાગણી,
એ ઘરમાં હવે સુનકાર લાગી રહ્યો છે.
ખૂણે ખૂણે છુપાયેલ સ્મરણો જીવનના,
એ ખૂણો હવે ભેંકાર લાગી રહ્યો છે.
વીતેલા જીવનની યાદો દેખાય જ્યાં,
એ સ્મૃતિ પર હવે ક્ષાર લાગી રહયો છે.
સ્વપ્ન બન્યા જે કિરદાર નિભાવ્યા,
ભજવેલો રોલ હવે બેકાર લાગી રહ્યો છે.
જે ઘરને માન્યું હતું 'મંદિર' ના તોલે,
ત્યાં થતો હવે જીણોદ્ધાર લાગી રહ્યો છે.