Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Masum Modasvi

Others

2  

Masum Modasvi

Others

બા'ની યાદ

બા'ની યાદ

1 min
1.8K


યાદે વસેલી માતની આંખે છબી ફરે,
બાના વિયોગે પીડતી ભારે કમી ફરે.
 
હૈયા ભરેલા રાખતી બાની ઉદારતા,
જેના વગરની લાગણી મનમાં દબી ફરે.
 
આપી જનમ ને કેટલા વ્હાલો વહાવતી,
જનની બનેલી માતની પીડા લગી ફરે.
 
પળપળ વધેલા બોજને હસતા ઉઠાવતી,
કેવા જતનના ભીતરે ઝરણા નમી ફરે.
 
ભીને પથારે જાતને રાખી પડી રહે,
પુત્રે કરીને માતની ફરજો ગણી ફરે.
 
વરસે સદાયે હેતના ભીના લગાવથી,
સ્નેહે ભરેલા વ્હાલના ભાવો ભરી ફરે.
 
માસૂમ બતાવો હેતુની કો જોડ હોયતો,
સાંસે વણેલા ભાવને હૈયે ધરી ફરે.


Rate this content
Log in