કૃષ્ણને કાજે
કૃષ્ણને કાજે
તારું રે તારું, મને લાગ્યું ઘેલું,
યાદોને કેમ કરી, પાછી ઠેલું... તારું રે તારું!
ગાયો ચરાવતા, ગુંજે જ્યારે વાંસળી,
લાગે અગન, ભલે હોય ના દીવાસળી,
સઘળા છોડી કામ, હું સીધી દોટ મેલું... તારું રે તારું !
સંતાઈ તું બેડામાં, મારે જ્યારે કાંકરી,
થાય દાસી થઈ જાવ, કરું તારી ચાકરી,
જીવન હવે તારા વિના નથી સહેલું... તારું રે તારું!
એકજ આશા એ ફેરવું, વલોણાંની દોરી,
આવે સંતાઈ તું, કરવા માખણની ચોરી,
ક્યારેક પધાર હવે સુનું થયું મારું ડેલું... તારું રે તારું !
હશે તારે અનેક, પણ મારે તો તું એક,
કૃષ્ણ કે શ્યામ, તું હવે મારી સામે દેખ,
આવ હવે આવ, આવ્યું આ પાનું છેલ્લું... તારું રે તારું!
તારું રે તારું, મને લાગ્યું ઘેલું,
યાદોને કેમ કરી, પાછી ઠેલું... તારું રે તારું