Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Children Classics Drama

3  

Shaurya Parmar

Children Classics Drama

લીમડો!

લીમડો!

1 min
7.2K




લીમડાની નીચે હું બેઠો હતો,

લીમડાએ મારી લીંબોળી,

અને કીધું, "જોજે ન્યૂટન ના બની જતો,

મારે તો પૂછવું હતું,

ઓલ્યા, કાબર, કબૂતર, પોપટ, મેના, હોલા, ભાતભાતના પારેવડાં ક્યાં છે?

પાણીની પરબ રહેતી એ માટલા ક્યાં છે?

ઓલ્યા, ટાબરિયાં સંતાકૂકડી રમતા એ ક્યાં છે?

ઓલ્યા, ગોવાળો ગાયો ચરાવતા એ ક્યાં છે?

ઓલ્યા, પ્રેમીઓ પ્રેમ જતાવતા એ ક્યાં છે?

ઓલ્યા,મુસાફરો વિસામો લેતા એ ક્યાં છે?

ઓલ્યા, ઘેટા, બકરા, કૂતરા, ગધેડા ક્યાં છે?

ઓલ્યા, બળદગાડા ને ઘોડાગાડી ક્યાં છે?

ઓલ્યા, મારી ડાળે ટાંગેલાં હીંચકા ક્યાં છે?

ઓલ્યા, ચોફેર બનેલા ઓટલા ક્યાં છે?

મેં કીધું, "લીમડા એ સમય હતો જુદો,

આ સમય જુદો છે,

તું હજુય લીમડો છું,

પણ હજુય માણસ ક્યાં છે?"


Rate this content
Log in