અમારે તો
અમારે તો
1 min
6.9K
સ્વર્ગ કેરા જલસા તમારે ભલેને હોય શામળા,
અમારે તો ગામડું, પાદર અને ઘેઘૂર હોય વડલા;
ગાંધર્વ કેરા ગાન તમારે ભલેને હોય શામળા,
અમારે તો કોયલ ,મેના અને હોય પોપટ જેવા પારેવડાં.
અપ્સરા કેરા નૃત્યો તમારે ભલેને હોય શામળા,
અમારે તો નમણી હોય નાર ને હાથે હોય કડલાં ને માથે હોય બેડલાં.
છપ્પન ભોગ કેરા ભોજન તમારે ભલેને હોય શામળા,
અમારે તો રોટલો, છાશ ,મરચું અને માથે હોય મીઠા લીમડા.
સોના કેરી નગરી તમારે ભલેને હોય શામળા,
અમારે તો પરિવાર, મિત્રો અને ભલા મારા ગામડાં.