Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ગુસ્સો એક આવેશ
ગુસ્સો એક આવેશ
★★★★★

© Chaitanya Joshi

Others Inspirational

1 Minutes   13.2K    6


Content Ranking

ઇચ્છા વિરુધ્ધની ઘટના ઘટતાં આવે છે ગુસ્સો. 

આમ જોઈએ તો કોઈનેય ક્યાં ફાવે છે ગુસ્સો.


ક્રોધના આવેગમાં વિવેકશૂન્યતા વર્તને આવતી,

અગનગિરા મુખથકી કેવી એ પ્રગટાવે છે ગુસ્સો. 


નૈનમાં રાતાશ દેખાતીને વાણીને થોથરાવતો એ,

સ્નેહ સુંવાળા સંબંધો ક્યારેક ભૂલાવે છે ગુસ્સો.


કટુ વચનને આવેશસંગે અનર્થ ઉપજાવી જંપતો,

ભૂલ નિજની પર્વત જેવડી પણ છૂપાવે છે ગુસ્સો .


દોષ બીજાના દેખીને વાકપ્રહાર કરીને વિરમતો,

નબળી ક્ષણોમાં હિંસાને પણ ફેલાવે છે ગુસ્સો. 


સમયોચિત આગમન એનું હશે કદીએ સ્વીકાર્ય,

કેટકેટલાંનાં રક્તને વૈખરી થકી ઉકાળે છે ગુસ્સો .


શાંતિ ધીરજ ક્ષમાબક્ષિશ ટાળનારાં છે શસ્ત્રો,

ક્યારેક કોઈની જિંદગી અકાળે ટાળે છે ગુસ્સો. 

કવિતા ગુસ્સો વિવેક રતાશ ક્ષમા શાંતિ ધીરજ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..