એક ઘાત છે!
એક ઘાત છે!
1 min
1.3K
હથેળીમાં મારી સૂકા પાંદડાની પીળાશ છે
તારા નામની મેહંદીની ભીનાશ છે
રંગ એવો રચાયો કે રંગની રતાશ છે
આમ તો હૈયે તારા સ્મરણની હળવાશ છે
ચિત્રવિચિત્ર રંગોની રેલમછેલ છે
પોતીકા હોવાનો અહી સહુને વહેમ છે
પાંચીકા રમેલા આજેય જેમના તેમ છે
હૈયું હોઠે આવીને જાતે પૂછે છે કેમ છે?
આમ તો હવે માંડીને કરેલી વાત છે
સવાર બપોર સાંજ હેમખેમ રાત છે
ના ભૂલાયેલી સ્મરણમાં એવી ભાત છે
હથેળીમાં મારી જરૂર કોઈ એક ઘાત છે!