Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mana Vyas

Others

2  

Mana Vyas

Others

કોઈ આવ્યું?

કોઈ આવ્યું?

1 min
6.7K


જરા લહેરખી પવનની
ખખડાવે ડેલી,
ને -
બેબાકળું મન પૂછે,"કોઈ આવ્યું?"

ડેલીને માર્યા તા મણમણનાં તાળા
તોય ખખડી ખરે જ, કે મનમાં!
એકાકી ભોરિંગ સરસરતો ઘરમાં
સુસ્ત, ઠંડો, લીસ્સો અવઢવમાં
ઝેર કદી ચડે એનેય એકલતાનું
ને ઉઠાવી ફણા પૂછે,"કોઈ આવ્યું?"

ઘેરાયેલી આંખે પૂછું સૂરજને
બળબળતી સાલે ના એકલતા!
પૂછું અપલક નેણે શશીને
કોઈ ને કદી વાંછ્યું, કોઈ ને પ્રીછ્યું?
કાળોધબ થાય ને કહે,"કયાં કોઈ આવ્યું?"

દિવસોના ઢગલામાં શોધું એ પળને
કોઈ અવસર આવી પૂછે,"કોઈ આવ્યું?"


Rate this content
Log in