Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
પાલવને આમ છૂટ્ટો ના મૂકે એ!
પાલવને આમ છૂટ્ટો ના મૂકે એ!
★★★★★

© Jigisha Raj

Others

1 Minutes   6.9K    4


Content Ranking

લહેરાતા શમણાંઓનો દોર ,કહો આમ છૂટ્ટો ના મૂકે એ!
કોઈ કહેજો એને કે એના પાલવને આમ છૂટ્ટો ના મૂકે એ!
 
ઉગમણે આવતી ને કેડીએ કેવી રળિયામણી ભાસે એ ,
કોઈ કહેજો એને કે એના પાલવને આમ છૂટ્ટો ના મૂકે એ!
 
ઉડી ઉડી જતી ને માંડ સંભાળતી ઓઢણીના છેડાને એ
કોઈ કહેજો એને કે એના પાલવને આમ છૂટ્ટો ના મૂકે એ!
 
ભરજોબનને જીલીને તાણી રાખતી પરાણે કેવી એ
કોઈ કહેજો એને કે એના પાલવને આમ છૂટ્ટો ના મૂકે એ!
 
વળાંકે કમ્મર એની કેવી ઝૂલતી કંદોરે બાંધતી એને એ,
કોઈ કહેજો એને કે એના પાલવને આમ છૂટ્ટો ના મૂકે એ!
 
ઘમ્મરઘોળ ઘાઘરાને ઉછાળતી ચાલે કેવી રમણી એ
કોઈ કહેજો એને કે એના પાલવને આમ છૂટ્ટો ના મૂકે એ!
 
મોરને આભલાં પાલવે ટાંકેલાં શમણાં જાણે કે બોલે એ
કોઈ કહેજો એને કે એના પાલવને આમ છૂટ્ટો ના મૂકે એ!

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..