Hetshri Keyur

Children Stories Tragedy Inspirational

4  

Hetshri Keyur

Children Stories Tragedy Inspirational

વાવાઝોડુ

વાવાઝોડુ

3 mins
273


નાના દીકરો હીંચકે જુલતા આહલાદક વાતાવરણની મજા માણતાં હતાં.

"એ નાના ! આ વાવાઝોડુ એટલે શું ?""બેટા કુદરતી આફત છે,પણ તે કેમ આવું પૂછ્યું ?"

"નાના પેલા તમે મને ક્યો એમાં શું થાય ?"

"અરે બેટા વાવાઝોડુ આવે ત્યારે ખુબજ ઝડપથી પવન ફૂંકાય, ક્યારેક જોડે ધરતીકંપ પણ થાય અને ભારેથી અતિભારે વરસાદ, વીજળી ઘણું થાય વાવાઝોડામાં તો ! હો ! તું જા મારી માટે પાણી લેતો આવ." કહી વૃદ્ધ એ વાત ફેરવવા પ્રયત્ન કર્યો કારણ વાવાઝોડુ,ધરતીકંપ જેવી આફતો વિશે બાલ માનસ પર ડરની છાપ પડે, પરંતુ ટબુકડો નિલય કઈ સમજે તો ને ! એને હઠ ભરાઈ નાનાનો હાથ પકડી લીધો કહ્યું,"જો નાના પાણી લઈને આવું ને પછી મારે જાણવું છે હો વાવાઝોડા વિશે બધુ મને કહેશો ને ? !"

 "હા બોલ ચાલ પાણી પછી પીશ ! ખુશ ! ?" કહી પાસે બેસાડ્યો એને કારણ થયું પાણી ને બહાને વાત ને ઠેલાશે તો નહીં તો એને ટૂંકમાં સમજાવી દઉં બીજું શું.

 બે ચાર દિવસ થી સૌરાષ્ટ્માં મીનેશી વાવાઝોડુ આવવાનું હતું એવી હવામાન ખાતાની આગાહી હતી ટીવીમાં આવતું અને વાતો પણ થતી માટે નાના પોતાના દીકરા ના મનમાં ભય પેસી ન જાય માટે એને ટીવી અને આવી વાતોથી દૂર રાખતા હતા પરંતુ વિચારમાં પડી ગયા હતા કે આને ક્યાંથી વાવાઝોડા વિશે ખ્યાલ આવ્યો ! અને એટલી ઉત્સુકતા ! કેમ ! ? ટીવી પણ ધીરેથી સાંભળી લઈએ છીએ ઘરમાં પૂરતું ધ્યાન રહે છે, છતાં !

"નાના એમાં પવન બહુ આવે ને હે ? તમે કીધું પવન ઝડપથી ફૂંકાય તો પવન ને થોડું અમીર ગરીબ હોય ? !"

 સવાલ સાંભળી ઘરડી આંખે નવાઈથી દોહિત્ર સામે જોઈ ને બોલ્યા,"અમીર ગરીબ ? બેટા આવું કેમ સૂઝ્યું તને સાચું કે તું આ વાવાઝોડુ અમીર ગરીબ કેમ બોલે છે ? મને નહીં કે ?"

 " નાના મને ખાલી ક્યો પવન ને હોય અમીર ગરીબ ?"

એટલું કહેતાં પણ એણે હઠ મૂકી નહીં,અંતે નાના હારી ગયા એની હઠ પાછળ "નાં દીકરા એમાં શું અમીર અને શું ગરીબ કુદરત પાસે બધા સરખા દીકરા." કહી દોહિત્રની માથે હાથ ફેરવે છે.

"નાના તમે ખોટું કહો છો હોય અમીર ગરીબ કુદરત ગરીબ ને પૈસા ઓછા અને આફત વધુ આપે છે." હું ગઈ કાલે પેલી દુકાને તમારી જોડે નો'તો આવ્યો ! ત્યારે બે કાકી વાત કરતા હતા વાવાઝોડુ આવશે મહા મહેનત બનાવેલ ઝૂંપડું એ લઈ જશે અને બીજા કાકી એને કે હા,ક્યાં રહેશું !"

"આ આપણે જ ઉપાધિ છે ઝૂંપડા આપણા જશે,ધનાઢ્ય વર્ગ ના નહીં લે કુદરત ! ગરીબ છીએ તો માણસ તો તરછોડે પણ કુદરત પણ, અમીર ગરીબમાં ફરક કરે એને એના મકાન ન લે પણ વાવાઝોડામાં એને તકલીફ બીજી પણ શું કઈજ નહીં ને ! આપણે તો ઝૂંપડું હોય કે કપડાં બધીજ તકલીફ"આવી ઘણી વાતો સાંભળી નાના મે તમે વેફર લેવા ગયા ત્યારે તમે ત્યાં વાતો એ વળગી ગયા વેપારી જોડે અને મે આ વાતો સાંભળી !"

દોહિત્રની વાત સાંભળી ઘરડી આંખો છલી ગઈ,"અરે દીકરા તે ઘણું, મોટી વાત કહી દીધી હો બેટા ! સાચું છે ગરીબ વર્ગને ખુબજ તકલીફ હોય વાવાઝોડા જેવી કુદરતી આફત સમયે, કારણ એ લોકો ઓમ પણ તકલીફ નાં પહાડમાંજ જીવે એમાં આવી આફતો સમયે તો કલ્પના ન કરી શકાય એ લોકોની દશા, કારણ આપણા જેવા માધ્યમ વર્ગ કે ધનાઢ્ય વર્ગ ને જો આફત સમય કપરો પડે તો એ લોકો નું શું થતું હોય સમજી શકાય પણ બેટા કુદરતી આફત એ લોકો ગરીબ હોય એટલે એને વધુ હેરાન કરે એવું ન હોય, કુદરત માટે દરેક સંતાન સમાન હોય પણ બેટા એ લોકો પાસે ન પૂરતા નાણાં હોય, ન સુખ સગવડતા, માટે આવા સમયે તકલીફ પડે એ અકલ્પનીય હોય. પરંતુ આપણે આવા સમયે એક કામ જરૂર કરી શકીએ. થતી મદદ અને એ લોકો માટે ઈશ્વરને પ્રાર્થના,અલ્લાહ ને દુઆ અને ચર્ચમાં વિશ.


Rate this content
Log in