Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

3  

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

ઉત્તમ સફરજન

ઉત્તમ સફરજન

1 min
209


એકવાર એક માલિકે એના નોકરને સફરજન ખરીદવા મોકલ્યો. અને એણે કડક સૂચના આપી કે સારામાં સારા જ સફરજન લઈ આવજે. હવે નોકર ફળવાળાની દુકાને જઈને સફરજન આપવા કહ્યું. ફળવાળાએ કેટલાક સફરજન તોલીને નોકરને આપ્યા. એ જોઈ નોકર બોલ્યો.

“ના... મને સારામાં સારા સફરજન આપો.”

વિક્રેતા બોલ્યો, “આ બધા સારા જ છે.”

નોકરે પૂછ્યું, “પણ મને એની ખાતરી કેવી રીતે થાય ?”

વિક્રેતા બોલ્યો, “તમે કોઈપણ એક સફરજન ચાખી જુઓ.”

આ સાંભળી નોકરે વિચાર કર્યો કે “માત્ર એકને ચાખવાથી હું બધા જ સારા છે એવો અનુમાન કેવી રીતે લગાવી શકું ?”

આ વિચાર આવતા જ એણે એક એક કરીને બધા સફરજન ચાખી જોયા અને પછી એ બધા સફરજન સારા લાગતા ખરીદી લીધા. વ્યાપારીએ જયારે જોયું કે નોકરે બધા સફરજનમાંથી થોડો થોડો બટકો ભર્યો છે ત્યારે એણે અકળાઈને એ સમયે જ નોકરને નોકરી પરથી તગેડી મૂક્યો.


Rate this content
Log in