ટીનુસેના
ટીનુસેના
પંદર વર્ષના ટીનુએ બધાને લગ્ન કરતાં દેખીને તેને પણ લગ્ન કરવાની ઈચ્છા થઈ ગઈ. ઘરે દરરોજ જિદ કરવા લાગ્યો કે મારે લગ્ન કરવા છે. ટીનુના મમ્મી પપ્પા તેની વાત બિલકુલ સાંભળતા જ નહીં. લાલો મસ્તીખોર પણ એટલો જ. રોજ તેના નામના ઝગડા તો ઘરે આવે જ. કોઈ દિવસ ખાલી ના જાય. કોઈના ઘરની કાચ તોડે તો કોઈના એકટીવા કે સ્કૂટરની હવા નીકાળી દે. કોઈના દૂધમાં લીંબુ નીચોવીને આવે. અને બધાં ના નામ પાડીને બોલાવે. ટીનુના આવા મસ્તીખોર સ્વભાવ ના લીધે ઘરમાં તેની વાત કોઈ સાંભળે પણ નહીં અને માને પણ નહીં. અને ટીનુના દોસ્ત પણ એવાજ. કોઈ પણ ફરમાઈશ ટીનુના મોં થી બહાર આવે, બસ એવાજ એના દોસ્તો તેની પાછળ લાગી જાય.
ઘરમાં કોઈએ વાત ના માની તો ટીનુએ આ વાત તેના દોસ્તો પાસે જઈને કહી. દોસ્તો પણ આ વાત સાંભળીને શોક થઈ ગયાં. પણ ટીનુની ઈચ્છા બલવાન હતી તો આડાપાડા કરીને ટીનુએ બધાને માનવી જ લીધા. હવે તો છોકરાઓ એ ભેગા થઈને પ્લાનિંગ કર્યું કે ટીનુ ના મમ્મી પપ્પાને કેવીરીતે મનાવવા. એક પછી એક બધાં પોત પોતાના વિચારો મૂકતા ગયાં. અને છેવટે આ બધાં માંથી એ નિર્ણય લીધો કે, આવતીકાલ સવારથી સોસાયટીમાં ટીનુસેના હડતાલ પર ઉતારીશું. બધાં પોત પોતાના ઘરે જતા રહ્યાં. અને આવતીકાલ માટે ટીશર્ટ, પોસ્ટર, સ્લોગન આ બધાની તૈયારી કરવા લાગ્યાં.
સવારના 10 વાગે તો બધાં પોત પોતાના ઘરેથી નાસ્તો કરીને ટીનુસેના હડતાલ ઉપર બેસી ગઈ. અને જોર જોરથી નારા લાગવા લાગી. " હમારી માંગે પૂરી કરો, ટીનુ કી શાદી કરવાઓ. " અવાજ સાંભળીને સોસાયટીના દરેક લોકો નીચે આવ્યા. અને તેમાંથી એકએ પૂછ્યું, " અરે ટીનુ આ બધું શું છે? " ટીનુએ જવાબ આપતાં કહ્યું, " માધવી આંટી મારે લગ્ન કરવા છે. પણ મારા મમ્મી પપ્પા નથી માનતા. તમે સમજાવો ને. " માધવી તો એકદમ શોકમાં જતી રહી. અને એટલામાં જ ટીનુના પપ્પા અમિતભાઈ બોલ્યા, "એ ટિનુડા ! હજી તો પેન્ટ પહેરતા આવડતું નથી અને લગ્ન કરવા માટે નીકળ્યો છે. સાનો માનો ઘર હાલ ઘરે. " અમિતભાઈ ના કહેવાની સાથે જ ટીનુસેના તરત જ નારા કરવા લાગી. અને બધાં કહેવા લાગ્યાં. "જ્યાં સુધી તમે ટીનુના લગ્નની હા નહીં પાડો ને ત્યાં સુધી અમે અહીજ રહીશું. અમે બધાં ટીનુના સાથે જ છીએ." આ સાંભળીને અમિતભાઈ સાથે સોસાયટીના તમામ સભ્યો ના ચહેરા ઉપર શોકના ભાવ આવી ગયાં. અમિતભાઈ એ છેલ્લી વાર ટીનુને પૂછ્યું, " એ ટિનુડા ચાલ હવે ઘર. લગ્ન તો નહીં જ થાય. પહેલા પેન્ટ પહેરતા શીખ. " છતાં ટીનુસેના એ અમિતભાઈ ને ના જ કહી દીધી. કે "જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થયા ત્યાં સુધી અમે અહીંથી હલવાના પણ નથી. " અમિતભાઈએ ઓકે કહીને ત્યાંથી બધાને પોત પોતાના ઘરે જવાનુ કહીને જતા રહ્યાં.
બધાં પોત પોતાના ઘરે જતા પણ રહ્યાં. નીચે આવતા જતા બધાં ટીનુસેના ને દેખીને હસતાં અને તેમની સામેથી જતા રહેતાં. બપોરના 2 વાગી ગયાં હતાં. પણ ટીનુસેના ત્યાંથી હલી પણ નહીં. છેવટે ટીનુસેના કંટાળીને પોત પોતાન ઘરે જતી રહી. ટીનુ ઘરે આવ્યો. અમિતભાઈ સોફા ઉપર બેસ્યા હતાં. ટીનુ ને જોઈએ ને બોલ્યા, " એ ટિનુડા લગ્નનું ભૂત ઉતરી ગયું. જા હાથ પગ ધોઈને જમી લે. " ટીનુએ તેના પપ્પા સામે દેખીને તેના રૂમમાં જતો રહ્યો.
બીજા દિવસે ટીનુ સેના ભેગી થઈ. ફરીથી પ્લાનિંગ કરવા લાગ્યાં. એવામાં એક દોસ્તે કહ્યું કે, " એ ટીનુ, જો આપણા મમ્મી પપ્પા તો નહીં માને લગ્ન કરવા માટે. પણ મેં આજે જ પેપરમાં વાચ્યું કે એક છોકરીના મમ્મી પપ્પા લગ્નની ના પડતાં હતાં એટલે તેને ભાગી ને લગ્ન કરી લીધા. પછી તેના મમ્મી પપ્પાએ અપનાવી લીધી. તો તારા એ ભાગી ને લગ્ન કરી લઈએ. " એવામાં સોનુ બોલી, " લગ્ન કરવા માટે પણ છોકરી તો જોઈએ ને, એ ક્યાંથી લાવીશું? " બધાં વિચારવા લાગ્યાં. આવતીકાલથી હવે આપણે છોકરીઓ શોધીએ.
ટીનુસેનાએ તો સવારથી છોકરીઓ શોધવાનું ચાલુ કરી લીધું. સાઈકલ લઈને બધાં છોકરીઓ શોધવા નીકળ્યા હતાં. પણ બપોર થઈ ગઈ છતાં કોઈ મળ્યું જ નહીં. બધાં થાકીને ઘરે આવી ગયાં. સાંજે મળવાની કહીને બધાં ઘરે જતા રહ્યાં. સાંજે ફરીથી બધાં મળ્યા અને નવો પ્લાન બનાવ્યો કે પેપરમાં જાહેરાત આપીએ.
સવારે ટીનુસેના પેપર ઓફિસ પહોંચી ગયાં. અને જાહેરાત પણ આપી દીધી. જાહેરાત વાંચતા એક વ્યકિત એ ટીપુને ફોન કર્યો અને કહ્યું કે, " મારી દીકરી છે. જેનાં મારે પણ લગ્ન કરવા છે. તો તમે તૈયાર છો. " ટીપુએ કંઈ પણ વિચાર્યા વગર હા કહીને બે દિવસે લગ્ન કરવાનું પણ નક્કી કરી લીધી.
બે દિવસ પછી ટીપુસેના ટીપુના લગ્ન કરવાવાળા માટે ઘરમાં કોઈને કહ્યા વગર મંદિરમાં ગઈ. ત્યાં પેલો છોકરીનો પિતા પણ છોકરીને લઈને આવ્યો હતો. મંદિરના પૂજારી એ પૂછ્યું કે, " આ બન્ને ના લગ્ન કરવાના છે? આ તો ખુબ જ નાના છે. " છોકરીના પિતાએ પૂજારી ને ધમકાવતા લગ્ન કરાવવાનું કહ્યું. પૂજારી એ હા કહી ને બહાનું કાઢી ને મંદિર પાછળ જઈને પોલીસ ને ફોન કરીને બોલાવી દીધા. છોકરીના પપ્પા એ પૂજારીને ધમકાવીને લગ્નની વિધિ શરૂ કરવાનું કહ્યું. અને પૂજારી એ બીકના લીધે લગ્ન શરુ કરાવી લીધા. પૂજારીનું ધ્યાન લગ્ન કરતાં બહાર વધારે હતું. અને મનમાં વિચારતા કે પોલીસ ક્યારે આવે ને મને આ પાપ કરતાં અટકાવે.
લગ્નની વિધિ ચાલુ જ હતી. ટીપું એ છોકરીના ગાળામાં મંગળસૂત્ર પહેરાવા જઈજ રહ્યો હતો ને એટલામાં પોલીસ આવી જાય છે. અને લગ્ન બંધ કરાવી દે છે. પોલીસ બધાને પોલીસ સ્ટેશન લઈ જાય છે. અને ત્યાં છોકરીના પપ્પા ને જેલમાં પૂરી નાંખે છે. અને ટીનુસેના ના મમ્મી પપ્પાને બોલાવે છે.
ટીનુસેનાના મમ્મી પપ્પા બધાં પોલીસ સ્ટેશનમાં આવીને બોલવા લાગે છે. અને આટલા બધાનો અવાજથી કંટાળી ને પોલીસ જોરથી બૂમ પડે છે, " બસસસસસસસસસ..... એક તો ભૂલ તમારી અને તમે પાછા છોકારોને જ બોલવા લાગ્યાં. " બધાં બંધ થઈ ગયાં. પછી પોલીસ સાહેબે સમજાવતા કહ્યું કે, " બાળક કોઈ ભૂલ કરે તો સમજાવો. કોઈ અગણિત માંગણી હોય તો તેને કહો કે આ ના થાય. પણ જો તમે એને સમજાવશો નહીં તો તે બાળક કેવીરીતે સમજાશે. ભૂલ ઉપર પહેલા બે થી ત્રણ વાર સમજાવો, અને ના સમજે તો ત્યારે મારો. પણ તેના દરેક સવાલના ઉત્તર આપો. બાળક છે બે દિવસ જિદ્દ કરશે અને પછી સમજી જશે એમ ના માનો. આતો પૂજારી સારા હતાં તો તેમને ફોન કરી લીધો. નહીંતર આ ગબ્બર છે. તે આવી જ રીતે નાના છોકરાઓને છેતરીને તેમની સાથે લઈ જાય છે. અને બીજા દેશમાં વેચી દે છે. બાળક ને પ્રેમ ને લાડ પણ આપો અને આંખની બીક પણ. અગણિત માંગણી ને કાપો અને તેમના સવાલનો ઉત્તર પણ આપો. પ્રેમ, લાડ, પ્યાર, ડર ને સમજણ બધું જ એક સમાન રાખો."
