Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

સૂર્યોદય

સૂર્યોદય

1 min
1.6K


 અંધારી રાતને ઘેલું તોફાન. હવાના ઝાપટાથી દીવાલ પર ટંગાયેલા બધાજ મેડલો ખડકી રહ્યા હતા. હવે એમાં વધારો ના થશે. હવે એ થોડી પૉલ થામી કૂદકો ભરી શકશે. તબીબો એ એના પગ માટે દરેક આશ છોડી દીધી છે. વહીલચેર ઉપરથી બારી બંધ કરતી માને એ બોલી:"બહુ ડર લાગે.." માએ ખભા પર હાથ મૂક્યા,"રાત કેટલી પણ અંધારી તોફાન કેટલું પણ ઘેલું. સૂર્યોદય થઈને જ રહે.." સવારે સૂર્યનાં કિરણો જોતાં જ એ ઉત્સાહિત થઈ. "તે સાચું કહ્યું હતું!" મા ફોન પર ડોક્ટરના શબ્દો સાંભળી રહી," વિદેશથી અત્યાધુનિક થેરપી લઈ તબીબોની ટુકડી આવી છે. થોડાજ વર્ષોમાં આપણી સ્નેહલ ફરીથી મેદાન પર.." ફોન મૂકી એમણે સ્નેહલ ને કહ્યું,"હા બેટા જોયું સૂર્યોદય થઈ જ ગયો!"


Rate this content
Log in