Manishaben Jadav

Children Stories Inspirational Children

3  

Manishaben Jadav

Children Stories Inspirational Children

સોનપરી

સોનપરી

1 min
197


એક હતી સોનપરી. અવકાશમાં એ રહેતી. તારા સંગ વાતો કરતી. ખૂબ જ દયાળુ. જુએ કોઈને મૂસીબતમાં એનું દિલ દ્રવી ઊઠે. નામ પ્રમાણે જ સોના જેવા ગુણ. બધાની ખૂબ વ્હાલી વ્હાલી. બાળકોની તો અતિપ્રિય.

"આવી રે આવી સોનપરી આવી

મદદ કરવા સૌની પરી આજ આવી"

એક વખતની વાત છે. ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. બાળકો રમત રમી રહ્યા હતા. વરસાદની મજા માણી રહ્યા હતા. વરસાદ બંધ થવાનું નામ લેતો ન હતો. એવામાં અચાનક વીજળીના ચમકારા અને ગર્જના થવા લાગી. બાળકો ડરવા લાગ્યા. દોડીને પોતપોતાના ઘરે જવા લાગ્યા.

એવામાં સોહનનું ઘર થોડું દૂર હતું. તે કાદવમાં ફસાઈ જતાં પગ લપસ્યો અને નીચે પડી ગયો. આજુબાજુ કોઈ દેખાતું ન હતું. સોનપરી આ દ્રશ્ય જોઈ રહી હતી. તેણે જોયું કે વીજળી થઈ રહી છે. તે તરત જ સોહનને બચાવવા ત્યાં પહોંચી ગઈ. સોહનને તો ધક્કો મારી દૂર ધકેલી દીધો. પરંતુ પોતાના પર વીજળી ચમકારા થતાં એક પાંખ બળી ગઈ. પોતે જે રીતે આકાશમાં ઊડતી એમાં તકલીફ થવા લાગી. એક પાંખ પર વજન આવવા લાગ્યો.

પરીને અવકાશમાં ઊડવા અને બાળકોની મદદ કરવામાં પરેશાની થવા લાગી. તેમણે પરીઓની રાણી સૂરજપરીને વાત કરી. સૂરજપરીએ તેની જાદુઈ શક્તિથી સોનપરીને પાંખ પાછી આપી. સોનપરી રાજી રાજી થઈ ઊડવા લાગી.

"હોય જો ભાવના મનમાં ઉદાર

મુસીબત એકેય રોકે નહી કયારેય "


Rate this content
Log in