સંસ્કાર
સંસ્કાર
1 min
14K
બસમાં બાજુની સીટ પર એક યુવતી આવી ગોઠવાય. જીન્સ, સ્લીવલેસ ટોપ ને બોયકટ વાળ. માજી મનમાં જ ચિડાયા 'આજની પેઢી માં સંસ્કાર જ નથી!' થોડા સમય પછી અન્ય બસ સ્ટોપ ઉપરથી એક બીજી યુવતી એમની બીજી તરફની સીટ પર ગોઠવાય. સાડીને લાંબો ચોટલો જોઈ હાથની થેલીમાંથી ફળો ને શાકભાજી વિખરાયા. "જગ્યા આપજો," સાડીવાળી યુવતી રસ્તો બનાવતી નીકળી ગઈ. ખભા ઉપર એક હાથ મુકાયો "આપ રહેવા દો હું ઊંચકી લઈશ," અને જીન્સ વાળી યુવતીએ ફળો ને શાકભાજી વીણી થેલી ભરી આપી. "જીવતી રે," એ સંસ્કારી યુવતીને આશીર્વાદ આપી રહેલ વૃદ્ધ હૃદય સમજી ગયું કે સંસ્કાર વસ્ત્રોથી ના જ અંકાય.
