Margi Patel

Children Stories Inspirational Thriller

3  

Margi Patel

Children Stories Inspirational Thriller

સમયથી પહેલાં

સમયથી પહેલાં

4 mins
35


અંગ્રેજોના સમયની વાત છે. મોહનદાસ તેના મિત્રો જોડે રમતા હતાં. રમતાં રમતાં મોહનના દોસ્ત મહેશે એક પ્રશ્ન પૂછ્યો, "અરે તમને ખબર છે આ મોટું કેવીરીતે રીતે થવાય. મારે ખુબ જ ઝડપી મોટું થવું છે." બધાં દોસ્તો ત્યાંજ વિચારતા હતાં. તેમાંથી એક બાળક બોલ્યો, " મોટું થવું હોય તો આપણે ખુબ જ કામ કરવું પડે." બીજો બોલ્યો, " મોટા લોકો ઝગડે છે. તો આપણે પણ ઝગડવું પડે." ત્રીજી બોલ્યો, " આપણે મોટાલોકોની જેમ ઈર્ષા, ચીટિંગ, મોટાપા એવા કરવું પડે તો આપણે જલ્દી મોટા થઈ જઈએ" આમ જ દરેક દોસ્તો અનેક અનેક સુઝાવ આપવા લાગ્યાં. અને દરેક માનવા પણ લાગ્યાં.

દરેક બાળકે આ બધી વાતો સ્વીકારીને આ પ્રમાણે જ અનુકરણ કરવા લાગ્યાં. કોઈ ઘરમાં ઝગડા કરવા લાગ્યું. તો કોઈ પોતાના જ ભાઈ બહેનના સરખામણી કરીને ઈર્ષા કરવા લાગ્યું. તો કોઈ ચોરી કરવા લાગ્યું. તો કોઈ જૂઠું બોલવા લાગ્યું. તો કોઈ જુગાર રમવા લાગ્યું. અને મોહનદાસના ઘરે તો બધા શુદ્ધ શકાહારી હોવા છતાં મોહનદાસ ઘરની બહાર માંસ મચ્છી ખાવા લાગ્યાં. સમય જતા દરેક ના પરિવારવાળા ખુબ જ દુઃખી રહેવા લાગ્યાં. બધાં જ માતા પિતા ને તેમના બાળકોની ચિંતા થવા લાગી.

એક દિવસ મહેશના પપ્પા બીમાર પડ્યાં હતાં. મહેશના પપ્પાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. મહેશ અને મોહનદાસ તરત જ હોસ્પિટલમાં પહોંચી ગયાં. ડૉક્ટર મહેશને કહ્યું કે, " મહેશ તારા પપ્પાની તબિયત ખુબ જ ખરાબ છે. તેમનું ઈલાજ તરત જ શરુ કરવું પડશે. તું પૈસા જમા કરાવીને આવ." ડૉક્ટર આટલું કહીને ત્યાંથી જતા રહ્યાં. મોહન અને મહેશ ખુબ જ ચિંતામાં આવી ગયાં હતાં. મોહને મહેશને કહ્યું, "ચાલ તારા ઘરેથી આપણે પૈસા લઈને આવીએ." મહેશ મોહનના સામે દેખીને કહે છે, "મોહન મારા જોડે એક રૂપિયો પણ નથી. મારા બધાં જ પૈસા જુગારમાં અને દારૂમાં જ પૂરાં થઈ ગયાં. અને મમ્મીની બંગડી પણ વેચી નાંખી. હવે મારા જોડે કોઈ જ પૈસા નથી." મોહન પણ ઉદાસી સાથે બોલે છે, "મારા જોડે પણ કંઈજ નથી. મારા માતા પિતાએ તો મને ઘરની બહાર કાઢી દીધો છે. પણ ચાલ, આપણે આપણા દોસ્તો જોડે મદદ માંગીએ. એ આપણી મદદ જરૂર કરશે. " આટલું કહીને મોહન અને મહેશ બંને પોતાના દોસ્તો જોડે ગયાં. પણ તેમના દોસ્તો પણ તેમના જેવા જ હતાં.

જોત જોતામાં મહેશના પપ્પાનું મૃત્યુ થઈ ગયું. મહેશ ખુબ જ રડ્યો. અને મોહનને કહેવા લાગ્યો, "મોહન આ આપણે શું કર્યું. આપણે કંઈ ભૂલ કરી છે. આપણા જોડે કોઈ જ નથી. હવે તો મારા માથા ઉપર કોઈનો હાથ પણ નથી." કહીને મહેશ ખુબ જ રડવા લાગ્યો. આ સાંભળીને મોહન પણ વિચારોમાં ડૂબી ગયો.

થોડા દિવસ પછી મોહને બધાં જ દોસ્તોને તેમના અડ્ડા ઉપર બોલાવ્યા. થોડા જ સમયમાં બધાં ત્યાં ભેગાં થઈ ગયાં. બધાં મોહનને પૂછવા લાગ્યાં કે, " મોહન તે કેમ અમને અહીં બોલાવ્યા છે? શું થયું? " મોહને બધાંને બેસાડીને પોતાના વિચારો મૂકવાનું શરુ કર્યું, "આપણે કદી ધ્યાન આપ્યું કે આપણે ક્યાં હતાં ને ક્યાં પહોંચી ગયાં. આપણું જીવન કેટલું સરસ જઈ રહ્યું હતું ને આપણે જ આપણા પગ ઉપર કુહાડી મારી. મહેશના પપ્પા મારી ગયાં. અને આપણામાંથી કોઈ જ મહેશની મદદ ના કરી શક્યું. કાલે ઊઠીને આપણો પણ આવો જ વારો આવવાનો છે. આપણા જોડે કોઈ પોતાનું કે'વા માટે કોઈ જ નથી. ત્યાં આપણા માતા પિતા આપણા માટે રડે છે. અને આપણે તેમના માટે. જો કોઈ આપણા વિશે વાત કરે તો આપણા માતા પિતાને માથું નીચું કરીને ચાલવું પડે છે. આપણા માતા પિતાના સંસ્કાર ને આપણે જ દાગ દાગ કરી દીધા છે. ચાલો દોસ્તો આજથી આપણે બધાં નક્કી કરીએ કે, આપણે પહેલા જેવા હતાં એવા જ બનીને રહેશું. મનમાં ના કોઈ લાલચ, ના દ્રેષ ભાવ, ના ઈર્ષા કે ના કોઈ બદલાની ભાવના રાખીશું. આપણે હંમેશા આપણા માતા પિતાની સેવા કરીશુ." મોહનના આટલું સમજાવાથી બધાં જ સમજી જાય છે. અને બધા જ પોત પોતના ઘરે જઈને માફી માંગી ને પોતાનું જીવન નવેસરથી શરુ કરે છે.

મોહનના પપ્પા મોહન સાથે બેઠા હોય છે. મોહન વિચારોમાં ખોવયેલો છે. મોહનને આવીરીતે દેખીને મોહનના પિતા કરમચંદ મોહનને પૂછે છે, " મોહન શું વિચારે છે ક્યારનોય? " મોહન તેના પિતા ને સામે દેખીને બસ એક જ વાક્યમાં જવાબ આપે છે, " આ થોડા મહિનોમાં એ શીખવા મળ્યું કે, સમય, નસીબ અને ભગવાન આપણે જે કંઈ પણ આપે છે એ સરસ જ હોય છે. નસીબ અને સમયથી પહેલા કોઈ વસ્તુ કે સુખ આપણે મળતું નથી. અને છતાં મળે તો એનું પરિણામ ખુબ જ ખરાબ હોય છે. " આ સાંભળતા કરમચંદ મોહન સામે હસતાં ચહેરે દેખીને માથા ઉપર ફેરવે છે.


Rate this content
Log in