Dineshbhai Chauhan

Children Stories Classics Inspirational

4.4  

Dineshbhai Chauhan

Children Stories Classics Inspirational

સમયનું મૂલ્ય

સમયનું મૂલ્ય

2 mins
177


     કોઈ એક ગામમાં અલગ-અલગ સમાજના માણસો રહેતા હતા. તેમાં મદારી સમાજ પણ હતો. તેમાં એક અભણ મદારી હતો. એક વખત રસ્તામાંથી તેને એક ચળકતો પથ્થર મળ્યો. અને તેને તે ચળકતો પથ્થર વાંદરાના ગળામાં પહેરાવી દીધો. એ જ્યારે જ્યારે પણ અલગ અલગ ગામમાં જતો હતો અને ખેલ કરતો હતો. ત્યારે વાંદરાના ગળામાં લટકતાં તે પથ્થર જોઇને નાના બાળકો ખૂબ જ ખુશ થઇ જતા હતા.

       એક વખતે તે મદારી બજારમાં ખેલ કરી રહ્યો હતો. ત્યારે એક વેપારીની નજર વાંદરા પર પડી. વેપારીએ એના ગળામાં લટકતો પથ્થર જોયો અને ચોંકી ઉઠ્યો. કારણ કે એ પથ્થર ન હોતો પરંતુ કરોડો રૂપિયાનો હીરો હતો. વેપારી મદારી પાસે ગયો અને તે પથ્થર માંગ્યો. મદારીએ વેપારીને પથ્થરના 500 રૂપિયા કીધા. પણ વેપારી બહુ લોભી અને લાલચુ હતો. એને 300 રૂપિયામાં પથ્થર માંગ્યો. મદારીએ ભાવ ઓછો ના કર્યો. વેપારીએ એવું વિચાર કે હમણાં મને પાછો બોલાવીને હીરો આપી દેશે. પરંતુ મદારીએ તે વેપારીને પાછો બોલાવ્યો નહી. વેપારી મનમાં વિચારતો હતો કે મદારી બજારમાં જઈને એક આંટો મારીને આવશે એટલે મને બોલાવશે. મદારી તો બજારમાં ચાલી નીકળ્યો. થોડીવારે આવીને જુએ છે. તો પેલા વાંદરાના ગળામાં હીરો નહોતો.

  વેપારીને ખૂબ જ આઘાત લાગ્યો અને મદારીને પૂછ્યું. ત્યારે મદારીએ જવાબ આપ્યો કે તમારા જેવા એક વેપારીએ બે હજાર રૂપિયામાં એ પથ્થર માંગ્યો. એટલે મેં આપી દીધો. મદારીની વાત સાંભળી વેપારીના પગ તળેથી જમીન સરકી ગઈ. એ જોરથી બૂમો પાડવા લાગ્યો. 'અરે ગાન્ડા, અરે મૂર્ખા, હજાર રૂપિયામાં આપતો હશે. એ કરોડો રૂપિયાનો હીરો હતો.

     મદારી એ કહ્યું કે "શેઠ શાંત થાવ" મને તો વધારે રૂપિયા મળતા હતા. એટલે મેં આપી દીધો. કારણકે મને ખબર નથી કે તે હીરો છે. તેની કિંમત કરોડો રૂપિયા છે. પણ તમને તો ખબર હતી કે તે હીરો છે. તો પાંચસો રૂપિયામાં કેમ ના લીધો. "શેઠ મૂર્ખ હું નહિ તમે છો. " તમે સમયનો સદુપયોગ કરી ન શક્યા. તમે સમયને ઓળખી ન શક્યા. આટલું બોલીને મદારી વેપારી જોડેથી ચાલતો થયો. મદારીના ગયા પછી વેપારને ખૂબ જ દુઃખ લાગ્યું.

    આપણા જીવનમાં પણ સમયનો ખૂબ જ મહત્વ છે. સમય હીરો છે અને આપણે સૌ પેલા વેપારી જેવા છીએ. આપણે સૌને એની કિંમત ખબર છે. છતાં કોણ જાણે આપણે સમયરૂપી હીરાનો ઉપયોગ કરી શકતા નથી અને સમયને વેડફી રહ્યા છે.


Rate this content
Log in