સમયનો આનંદ
સમયનો આનંદ
એક શહેરમાં બે મિત્રો રહેતા હતા. એકવાર તેમને એક પાર્ટીમાં જવાનું નક્કી કર્યું. બંને મિત્રો પાર્ટીમાં જવા માટે તૈયાર થયા. પાર્ટી શરૂ થઈ હતી.
બંને મિત્રો ખૂબ જ આનંદથી ડાન્સ કરી રહ્યા હતા. ત્યારે એક મિત્રે તેના બીજા મિત્રને એક બાજુ બોલાવીને વાત કરી. તેને પૂછ્યું કે પેલા તારી સમસ્યાનું શું થયું ? ત્યારે પેલો મિત્ર કહેવા લાગ્યો કે મારી સમસ્યાનું મૂળ કારણ પેલો માણસ છે. તેને મારી આખું જીવન ખરાબ કરી નાખ્યું છે.
તે માણસ એટલી હદે ગુસ્સે ભરાયો કે એ ભૂલી ગયો કે તે હાલ ક્યાં છે ? એ પછી પેલા માણસે બીજા મિત્રે બોલાવ્યો. અને તેને પણ તેવી જ વાત કરી કે તારી પેલી સમસ્યાનું શું થયું ?
ત્યારે પેલા મિત્રએ કહ્યું કે જો મિત્ર, અત્યારે હાલ હું પાર્ટીમાં છું, હું મજા કરી રહ્યો છું,હું ડાન્સ કરું છું,અને અત્યારે હું મારી મસ્તીમાં ખુશ છું. મારી આવી સમસ્યા તો કાલે પણ હતી અને આવતી કાલે પણ હશે.
અત્યારે મારે મારો મૂડ ખરાબ કરવો નથી. મારે મારી મસ્તીમાં રહેવા દે. સમસ્યાને ભૂલી જાવ અને હાલની પાર્ટીને માળવા દે. અને ચાલ તું પણ મારી સાથે જોડાઈ જાવ.
મારા મિત્ર, અત્યારે તું સમયને ઓળખ ? મારો આ સમય કેટલો કિંમતી છે ? આવા સમયને તું ખોટી રીતે પસાર ના કર.
આમ,આપણે પણ જે સમયે જે પણ કામ કરીએ તેને ખૂબ જ આનંદથી કરીએ. કોઈ પણ સમય વેડફવો જોઈએ નહિ. તેનો ઉપયોગ કરવો જોઈએ. અને સમય અને જગ્યા જોઈને પોતાનો નિર્ણય કરવો જોઈએ.
