Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Ramesh Patel

Others


4.0  

Ramesh Patel

Others


સ્મરણ યાત્રા- મુલાકાતને ફરજનો આનંદ ઈજનેરી સેવા

સ્મરણ યાત્રા- મુલાકાતને ફરજનો આનંદ ઈજનેરી સેવા

3 mins 16 3 mins 16

દિવ્ય ભાસ્કર સમાચારમાં પ્રગટ થયેલ સરદાર વલ્લભભાઈની રેર તસ્વીરોમાં ..એક સર ચંદુલાલ ત્રિવેદી પંજાબ પ્રાંતના ગવર્નરની જોઈ ,હું રોમાંચિત થઈ ગયો..સાચે જ કહું…હું તેમને રુબરુ મળેલ,પણ આ બાબતનો અણસાર મને ન હતો…આવો મારી આ વાત તમને કહું…  આપણે ઈતિહાસ ભણતા, પણ ભણાવેલું એટલું જ ખબર. નાનપણમાં આવી ઈન્ટરનેટની સુવિધાથી માહિતીનો ભંડાર પળમાં મળી જાય એવી સુવિધા ન હતી. ઈતર વાચનની, શિષ્ટ વાચનની પરીક્ષાઓમાં પણ , સરદાર વિશે આટલું જાણવા મળેલ નહીં. કોલેજમાંથી ઈલેક્ટ્રીકલ ઈજનેર બની, કપડવંજ મુકામે,જીઈબીમાં ૧૯૭૨માં જોડાયો..સબડિવિજન એટલે જાણે કલેક્ટર જેવો રૂઆબ. જુવાનીનો જુસ્સો, કપડવંજ એટલે તેલની મીલો, કપાસના જીનો અને તાલુકા મથક..વિકસિત, નગરમાં પાકા રોડ ને ગટર..સુવિધાથી મલકાતું નગર. કવિતાનો ચટકો,હજુ હમણાં લાગ્યો..પણ કવિ શ્રી રાજેન્દ્ર શાહનું વતન..આ કપડવંજ અને ફાલ્ગુની પાઠક..ઈંધણા વીણવા ગઈતી જે ગાય છે..એ એમની રચના.      

જીઈબી સબસ્ટેશનના રસ્તે, એક સોસાયટી હતી..હરિકૃષ્ણ સોસાયટી. હું સબ સ્ટેશને બેઠો હતો ને આણંદ સર્કલ ઓફિસના સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયરનો ફોન આવ્યો…જીઈબી, હેડ ઓફિસ. વડોદરા, ચેરમેનશ્રીનો ફોન છે..તાત્કાલિક હરિકૃષ્ણ સોસાયટીએ જઈ, તેમની ફરિયાદ વિશે મળી, રિપોર્ટ કરો.       

હું તો સ્ટાફ સહિત ત્યાં પહોંચ્યો..તે વખતે કપડવંજની લાયસન્સી, બોર્ડે ઓવેરટેક કરેલી, તેનું કમ્પલેન સેન્ટર સિટી પાસે હતું..તેના ઈન્ચાર્જ ઈજનેર પણ ત્યાં આવી ગયા. અમે તેમના ઘર પર ગયા…તક્તી પર લખ્યું હતું..સર સી.એમ.ત્રિવેદી , (પંજાબના માજી ગવર્નર)…  અમે બહાર બેઠેલ ચોકીદારને વાત કરી..અમે જીઈબીમાંથી મળવા આવ્યા છીએ…અમને અંદર બોલાવી બેસાડ્યા, મેં જોયું કે તેમના ઘરનું લાઈટ ચાલું હતું…તેમની વયોવૃધ્ધ ઉમ્મર છતાં ખુમારીને વિવેક જોઈ, અમે દંગ રહી ગયા. હળવેથી પૂછ્યું..આપે વિધ્યુત સપ્લાય માટે ચેરમેનશ્રીને ફોન કરેલ….તો શી મુશ્કેલી છે? તેમણે તેમના ઘરના એટેન્ડેન્ટને ફ્રીઝ આગળ બતાવવા કહ્યું. મારી સાથે આવેલ ઈજનેર કહે..આતો ઘરના અંદરનો કોઈ ફોલ્ટ છે..તે તેમણે કરાવવાનો છે..આપણો સપ્લાય તો મીટર સુધી, બરાબર છે. …..ચાલો જઈએ પાછા. પણ હું ભલે નવો હતો..જે ભારથી સુપરિન્ટેન્ડેન્ટ ઈજનેરનો ફોન હતો…તે પરથી લાગેલ કે સ્થાનિક કમ્પલેઈનો, ચેરમેન સુધી પડઘાયતો..કોન્ફિડેન્રીશિયલ રિપોર્ટમાં બાર વાગી જાય..પ્રમોશનના જ તો….    

મેં મારી સાથે આવેલા સ્ટાફ થકી, ચેક કરી સપ્લાય ફ્રીઝને ઓન કરી દીધો..તે સમયે ફ્રીઝ રાખનારા મોટા ગણાતા. અમને તેમણે બેસાડ્યા ,આઈસક્રીમ આપ્યો. મેં તેમને કહ્યું..આપે વડોદરા કેમ ફોન કર્યો?..આતો લોકલ ઑફિસનું કામ છે… તેમણે કહ્યું…મારે તો ફ્રીઝનો ઉપયોગ દવા વિગેરે માટે ખૂબ જ જરુરી છે…મારી પાસે ડાયરીમાં ,આ તમારા ચેરમેનશ્રીનો ફોન હતો..તેથી તે નંબર મને લગાવી આપ્યોને મેં વાત કરી..મેં તેમને કહ્યું…હવે પછી આપ..આ બે નંબરે સિટી કે સબસ્ટેશને ફોન કરજો…અમે તાત્કાલિક આવી જઈશું. અમે તો પછી ..અમારો આ અહેવાલ સુપરિન્ટેન્ડેન્ટ ઈજનેરને આપ્યો..તેમણે ચેરમેનશ્રીને કહ્યું..ચેરમેનશ્રીએ સર સી.એમ ત્રિવેદીજીને કહ્યું..તેમણે ખુશીના સમાચાર આપ્યા..યોર યંગ એન્જીનીયર મિસ્ટર આર જે પટેલ મેટ મી એન્ડ હેસ નાઇસલી એક્સપ્રેસડ ધ મેટર નાઉ ઓનવર્ડ્સ હી વીલ પર્સનલી ટેક કેર થેન્ક્સ.  સાચું કહું…ત્યાર બાદ મને અમારા સર્કલના સુપરિન્ટેન્ડેન્ટ ઈજનેરશ્રી પર્સનલી ઓળખતા થઈ ગયા ને એક શીખ દીધી..ફિલ્ડમાં કામ કરનારે સ્થાનિક આગેવાનો..સરપંચ કે સંસ્થાઓ જોડે, સામેથી ચાલી સંબંધો જાળવવા..અને એ યાદ રાખી..મોકો મળે હું સર સી.એમ. ત્રિવેદીજીનો સામેથી મુલાકાત લઈ , સાથે બેસી આઈસ્ક્રીમ ખાઈ આવેલો..તેઓ રિટાયર્ત્યાડ થયા ત્યારે વતનમાં આવી વસ્યા ને ..કેવી ભવ્યતા ભરી જિંદગીના એ સ્વામી, સર સી.એમ.ત્રિવેદી સાહેબ કેટલી નિખાલસતાથી અમારી બાલિશતા પચાવતા હશે?…આજે ફોટા જોઈ બોલાઈ જવાયું !


Rate this content
Log in