Vandana Patel

Others Children

3  

Vandana Patel

Others Children

શરત

શરત

1 min
142


અજય વિજયને કહે છે કે 'તું જતો રહે, મારે તારી સાથે વાત કરવી નથી'. વિજય કહે છે કે 'ખુલાસો જરુરી છે'. વાત કર્યા વગર વિજય ઉદાસ થઈ જાય છે. 

દોસ્તીને દુશ્મનીમાં ફેરવાતા વાર કેટલી ? જોઈએ માત્ર અવિશ્વાસને દગાની હાજરી.

અજય કહે છે કે 'તું ખોટો છે, તને મારી કદર જ નથી'. 

દુશ્મની પણ દોસ્તીમાં પરિણામે, જો હાજર થઈ જાય- પ્રેમ, કાળજી અને વિશ્વાસ.મને તારામાં આ ગુણો દેખાતા નથી. 

ત્યાં જ કેયુર આવીને કહે છે કે 'દોસ્તો, માફ કરજો. મેં શરત લગાવી હતી કે દોસ્તી કે દુશ્મની ? પણ મને શરત ભારે પડી. શરત જીતવા માટે દોસ્તીને દાવ પર ન લગાવાય'. કેયુર હાથ લાંબો કરતા કહે છે કે 'આવો, આપણે શંકાની કાંકરી દોસ્તીના ગઢને ખેરવે, એ પહેલાં મનનાં ગઢને મજબૂત દુર્ગમાં રૂપાંતરિત કરી લઈએ'.

કેયુરના હાથના પંજામાં બંને મિત્રો હાસ્ય સાથે પોતાના હાથનો પંજો મુકતાં જ ત્રણ પંજાની મુઠ્ઠી, છ પંજાનો મુઠ્ઠો બની ગયો.


Rate this content
Log in