Kalpesh Patel

Children Stories Drama Inspirational

4.9  

Kalpesh Patel

Children Stories Drama Inspirational

સેવાધર્મ

સેવાધર્મ

6 mins
737


ધૂનમાં પાકા એવા વિક્રમ રાજા ફરીથી વૃક્ષની પાસે ગયા. ખીચડાના વૃક્ષ ઉપરથી શબને નીચે ઉતાર્યું અને પોતાના ખભા પર નાખી દીધું. પછી યથાવત સ્મશાન તરફ આગળ વધવા લાગ્યા. વેતાળ ઘણો વખત મૌન રહ્યો એટલે વિક્રમ રાજા પણ વિચારમાં પડી ગયો કે આજે એ વળી શું કરવા માગે છે ? સાથે આવશે કે શું ? વિક્રમ રાજાને પણ હવે ટેવ પડવા માંડી હતી. રોજ રાતે આવવું, શબ નીચે ઉતારવું, વેતાળની વાર્તા સાંભળવી, એની ધમકી સાંભળવી કે જવાબ જાણ્તો હોવા છતાં નહીં આપે તો માથું ઉડાવી દઈશ, અને તે પછી જવાબ આપવો. એમાં ભૂલ દેખાડવાનો વેતાળ પ્રયાસ કરે અને પછી અટ્ટહાસ્ય કરીને ઊડી જાય. આ રૂટીન તૂટે એમ લાગતાં વિક્રમ રાજાને પણ ચિંતા થઈ કે આજે આ ખરેખર ચાલ્યો આવશે તો ?

પરંતુ, મૂંગો રહે તે વેતાળ શાનો! એ બોલવા લાગ્યો. “વિક્રમ, મને તારી દયા આવે છે. હવે તને પણ આ ફાવી ગયું છે કે હું વાર્તા કહું અને પછી પાછો ચાલ્યો જાઉં. તારા મનમાં દ્વિધા છે. ખરેખર લઈ જાઉં કે નહીં ? લઈ જશે તો તારૂં વચન પૂરૂં થશે. પણ હવે તારી અને મારી દોસ્તી થઈ ગઈ છે એટલે લઈ જાય તો મિત્રદ્રોહ થાય! તારી હાલત પેલા પક્કરાય જેવી છે. એ બે સિદ્ધાંતોમાં માનતો હતો પ્ણ બન્ને સિદ્ધાંતો વચ્ચે ટક્કર થશે એવું તો એણે વિચાર્યું પણ નહોતું.. હવે એ શું પસંદ કરે ?”

વેતાળનો અવાજ બંધ થતાં શાંતિ છવાઈ ગઈ. વિક્રમ સમજી ગયો કે પોતે “જ્ઞાનસુંદરી"ની શી વાત છે” એમ પૂછશે તો જ વેતાળ વાર્તા કહેશે, પણ શા માટે ? એને બચવું હોય તો એ પોતે જ શરૂ કરે, નહીં કોઈ વાત નહીં, તો જવાબ ક્યાં ?

આ રીતે વિક્રમ રાજાને મૂંગો બની ચાલતો જોઈ, કહ્યું હે રાજા રસ્તો લાંબો છે અને તને થાક ના લાગે એટ્લે “જ્ઞાનસુંદરી"ની એક વાર્તા કહું છું એ તું સાંભળ.’ એમ કહી વેતાળ વાર્તા સંભળાવવા લાગ્યો…..

બહુ સમય પહેલાની વાત છે. રંગમતી નદીને કિનારે કુસુમાવતી નામે નગર વસેલું હતું. નગરના રાજા સૂર્ય પ્રતાપસેન બહુ શૂરવીર રાજા હતા રાજાને ખૂબ સુંદર ચાંદના ટુકડા જેવી રાણી હતી તેનું નામ રુપમતી હતું.રાજા ગુણવાન અને દયાળુ હતો. પણ તેને કોઈ સંતાન નહતું. રાજગુરુની સલાહથી તેણે સ્વાસ્થનાં અધિપતિ ધન્વંતરિ દેવનો યજ્ઞ કર્યો અને યજ્ઞથી પ્રસન્ન થઈ ધ્નવ્ન્તરી દેવે એક ફળનો પ્રસાદ રાજા સૂર્ય પ્રતાપસેને આપ્યો.અને તેમને તેની રાણીને ગ્રહણ કરાવવા કીધું. સમય જતાં રાજાનાં મહેલમાં રુપમતિની કુંખે ત્રણ રાજકુમાર અને એક રાજકુમારીનો જોડિયા જન્મ થયા. ભગવાનની કૃપા થઈ હોવાથી રાજા અને નગરવાસી ખુબજ ખૂશ હતા. અને રાજાએ સમગ્ર નગરમાં ઉસ્તવ મનાવી બધા નગરજનોને અઢળક દાન આપી ખુશ કરેલા હતા. ચારેય જોડિયા અવતરેલા સંતાનો માટે, છ્ઠ્ઠે દિવસે રાજાએ રાજગુરુની સલાહ અનુસાર, ત્રણ રાજકુમારના નામ શૂરસેન, વીરસેન,અને ધીરસેન નામ પડ્યા અને ફૂલની પાંખડી જેવી કોમલ રાજકુમારીનું જ્ઞાનસુંદરી પાડ્યું હતું.

ચંદ્રકળાની મફક રાજમહેલમાં તેઓનો વિકસ થતો ગયો અને મોટા થયા. સૂર્ય પ્રતાપસેન રાજાએ આ તેના ચારેય વંશ વરસોને યોગ્ય તાલીમ આપી, દરેક વિદ્યામાં પારંગત કરવા તેઓને દેવદત્ત ગુરુજીના આશ્રમમાં ભણવા મૂક્યા. ગુરુ દેવદત્તનાં આશ્રમમાં ચારેય જણાએ ખુબજ ખંત અને લગનથી ગુરુ દેવદત્ત પાસેથી અસ્ત્ર, શસ્ત્ર, ચિકિસ્તા રાજનીતિ વગેરે વિદ્યાઓમાં નિપુણતા મેળવી. તેઓનો વિદાય દિવસ નજીક આવતો હતો. ગુરૂજીએ આશીર્વાદ આપતા કહ્યું, ‘જાઓ, વત્સ જીવનભર બિમાર,દુઃખી,જરૂરિયાતમંદની મારી પાસેથી લીધેલા બોધને આધાર ગળી સેવા કરજો.’ બસ રાજકુમારો અને રાજકુમારીએ ગુરુજીની આ વાત ગાંઠે બાંધી લીધી અને આશ્રમમાં ગુરુવરે આપેલા બોધને ધર્મને ગુરુમંત્ર માની મોકો મળે ત્યારે લોકોની સેવા કરવી તેવી શીખ લીધી.

ક્યારેક આ ચારેય દેવદત્ત ગુરુજીના આશ્રમમાં આવતા આજુબાજુના ગામના રોગીઓનો વૈદ બની તેઓ ખંત અને ધીરજથી ઈલાજ કરતાં હતા. સેવાભાવીયને રાજકુમારો હોવા છતાં વિનમ્ર હોવાથી થોડા જ વખતમાં ચારેયનું નામ પ્રખ્યાત થઈ ગયું બધા તેને સેવાભાવી ભાઈબહેન તરીકે ઓળખવા લાગ્યા. આજુબાજુના ગામ અને નગરમાં પણ તેની ખ્યાતી ફેલાઈ ગઈ.

એકવાર ગુરુ દેવદત્ત ત્રણ દિવસ માટે સમાધિમાં બેસવાના હતા, અને આશ્રમની દેખરેખ આ ચારેયને સોંપી હતી. અને નિયત દિવસે ચિંતમુક્ત થઈ પ્રભુભજન હેતુ દીર્ઘ સમાધિમાં બેસી ગયા. ચારેય ભાઈ બહેનોને ગુરુસેવાનો મોકો મળેલો એટલે તેઓ એકદમ અને ભાવવિભોર થઈ ગુરુજીની સેવામાં લાગી ગયા.’

ગુરુજી હવે ધ્યાનમાં બેઠેલા હતા અને બીજે દિવસે,આશ્રમને આંગણે, નદી પાર આવેલા વિરાટનગર નામના ગામમાંથી સેવકો આવ્યા અને રાજકુમાર શૂરસેન, વીરસેન,ધીરસેન ત્રણેય વૈદોને હાથ જોડી રડતા રડતા કહેવા લાગ્યા, ‘વૈદજી અમારા ગામમાં ‘મરકી’ ફાટી નીકળી છે, ગામમાં લોકો અને ઢોરો ટપોટપ મરે છે. તમે જલ્દી ચાલો..અમારા ગામને મોતના મુખમાં કોળિયો થતાં બચાવી લો અમે લોકો બહુજ ગભરાઈ ગયેલા છીએ જલ્દી કરો.’

આશ્રમમાં વૈદ બનેલા શૂરસેન, વીરસેન,ધીરસેન ત્રણેય મૂંઝાયા, કે અહીં આશ્રમમાં ગુરુજી સમાધિમાં છે, અને આશ્રમની રખેવાળી કરવાની છે ગુરુજીને એકલા આશ્રમમાં છોડી કેવી રીતે બિમારોનો ઈલાજ કરવા જય શકાય  ?…અને બિમારનો જીવ બચાવવો અમારો ધર્મ છે..આ માસૂમ રડતા સેવકોને ના પણ કઈ રીતે પડાય ? ભાઈઓને મુંજાયેલા જોઈ તેમની નાની બહેન રાજકુમારી જ્ઞાનસુંદરી બોલી, બીમારીથી પીડિત વિરાટનગર જનો ની સેવા કરવા જવું જ જોઈએ. તમે વિચારતા રહો, હો તો પીડિતોની સેવા માટે જવાની, તમારા ત્રણેયમાંથી જેણે આવવું હોય અને તે મારી સાથે આવી શકે છે.

આમ બોલતા...ઘડીનોય વિચાર કર્યા વગર રાજકુમારી મક્કમ મને ઊભી થઈ, અને તેણે ગુરુજીને ચરણે ફૂલ મૂકી પ્રણામ કર્યા પોતાનો દવાનો થેલો લઈ તે સેવકોની સાથે વિરાટનગરના બીમાર લોકોના ઈલાજ માટે નીકળી, અને તે જોઈ ત્રણેય રાજકુમાર તેની પાછળ તેઓના દવાના થેલા લઈ તેની પાછળ વિરાટનગરનાં પીડિતોની સેવામાં જોડાયા..

વિરાટનગરમાં, આ ચારેયલોકોએ ભૂખ તરસ અવગણી, તેમજ રાત દિવસ એક કરીને, ઘણી જહેમત બાદ તેઓએ બધાને દવા આપી દરેકના જીવ બચાવી લીધા હતા..પણ આ બધું કરતા, ઘણાં દિવસો વિતીગયા. હવે પૂરા ત્રણ અઠવાડિયાનો સમય પસાર થયો હતો. વિરાટનગરના રહેવાસીઓની બીમારીનો ઈલાજ કરી, આશ્રમે પાછા ફરતી વેળાએ ત્રણેય રાજકુમાર અને રાજકુમારીનું મન ભારે હતું કે તેઓએ તેમની જિંદગીમાં પહેલીવાર ગુરુજીની આજ્ઞા ઉથાપી હતી.. તેઓના હાએ રંજ હતો. ગુરૂજીએ તેઓને કામ સોંપેલું અને તેઓ તે માટે માટે કઈ કરી ન શક્યા..ન આશ્રમનું રક્ષણ કર્યું..ન સેવા કરી …ન વાત થઈ... આશ્રમવાસીની દેખભાળ થઈ શકી ..ન રોજીંદી પ્રભુ પ્રાર્થના… “અરેરે આશ્રમે ગુરુજી સમાધિએ બેઠા હતા છતાં આપણે આ “નાની’ ની વાતમાં આવી બહાર નીકળી ગયા.અને ઘણો સમય વીતી ગયો હોવાથી ગુરુજી સમાધિએથી જાગી ગયા હશે અને … નારાજ થયા હશે”, વિરસેને તેની બહેન જ્ઞાનસુંદરીને ઠપકો આપ્યો, અને આશ્રમમાં દાખલ થતી વખતે તેને આગળ આગેવાની લેવા કહ્યું.

આમ દુ:ખી થતાં તેઓ આશ્રમે પાછા આવ્યા, તેઓના આશ્ચર્ય ગુરુજી કોઈજ ગુસ્સાવગર તેઓના સ્વાગતની તૈયારી સાથે આશ્રમ ઊભા હતા. ચારેય જણાએ તેઓના દવાના થેલા રસ્તામાં મૂકી દેવદાત્તગુરૂના ચરણોમાં પડ્યા.

દેવદત્ત ગુરૂજીએ તેઓને ગળે લગાડ્યા અને જ્ઞાનસુંદરીને કહ્યું, ‘વત્સ તું અત્યારસુધી આ આશ્રમેથી ભણી ગયેલાઓમાં મારી સાચી શિષ્યા છે. તે મારા આપેલા સેવાધર્મનાં મંત્રને બરાબર આત્મસાધ કરેલો છે. અને ‘સેવાધર્મ’ને ગુરુ કરતા પણ વધારે મહત્વ આપી, તે તારાભાઈઓને પણ સેવાધર્મના મંત્રને પાકો કરાવ્યો છે. તમે ચારેય લોકોએ તામારો સેવા ધર્મ અને શિષ્યધર્મ બન્ને બરાબર નિભાવ્યો છે.’ બસ તમે જિંદગીમાં આમ સેવા કરતાં રહો એવા મારા આશીર્વાદ છે.

તે પછી ટૂંક સમયમાં, દેવદત્ત ગુરુ રાજા સૂર્ય પ્રતાપસેનનાં ચારેય વંશજોને લઈ કુસુમાવતી નગરના દરબારે પહોચી તેઓને રાજ દરબારમાં નગરજનો સામે રાજાને સોંપ્યા. ત્યારે રાજાએ ગુરુ દેવદત્તને સવાલ પૂછ્યો, હે ગુરુવર મારા આ ચારેય સંતાનોમાં મારી હયાતી બાદ આ કુસુમાવતી નગરીની ગાદીનો કોણ યોગ્ય વરસ છે, હું કોને ગાદી કોને સોંપું... ?

ગુરુ દેવદત્તે આપેલો જવાબ વેતાલ કહે તે પહેલા રાજ વિક્રમના મુખમથી “જ્ઞાનસુંદરી”નું નામ નીકળી ગયું.

હા..., હા... તું સાચો છે.. પણ કેમ ગુરુદેવદત્તે “જ્ઞાનસુંદરી’ નું જ નામ દીધું.. ?

એમાં કોઈ મોટી મગજ ચાલવા જેવી વાત નથી... જ્ઞાન માનવીના મગજમાં હોય.. કે ભોજ પત્ર ઉપર આલેખયેલું હોય.. જ્યાં સુધી તેનો અમલ કરવાની શક્તિ ના હોય તો બધુ નકામું. રાજા સૂર્ય પ્રતાપસેનનાં ચારેય વંશજો એકસરખી ઉમર એક સરખાજ રાખરખાવ અને એકજ ગુરુથી ભણેલા, પણ બધામાં જ્ઞાનસુંદરી શ્રેષ્ઠ હતી. તેણે ક્ષણની વિચાર કર્યા વગર વિરાટનગરમાં મરકીથી પીડાતા લોકોની સેવા માટે ટાયર થઈ આગળ આવી, અને સાથે તેના ભાઈઓને પણ સેવા કરવા પ્રેરણાપી અગણિત લોકોની જાન બચાવના મહાયજ્ઞમાં શામેલ કર્યા, અને રોગને વિરાટનગરમાંજ ઊગતો ડામી, વિરાટ નગરજનો ઉપરાત આજુબાજુના ગામમાં, પણ તે ઘાતક મરકીને ફેલાતી અટકાવી સંસારની ‘મોટી સેવા’ કરેલી હતી. તેથી દેવદાત્ત ગુરુએ રાજા સૂર્ય પ્રતાપસેનનાં સાચા વારસ તરીકે જ્ઞાન સુંદરીનું નામ સૂચયું હતું.

રાજાના મૌન-ભંગમાં સફળ થયેલો વેતાળ બોલ્યો…‘તુ બોલા ઔર મેં ચલા….’ એમ કહી શબ સાથે ગાયબ થઈ ગયો અને ફરીથી વૃક્ષ પર જઈ બેઠો.


Rate this content
Log in