Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

પ્રયોગ

પ્રયોગ

1 min
14.1K


પ્રયોગ

હેતુ: માનવવિકાસ નો માનવ સ્વભાવ  પર પ્રભાવ ચકાસવો.

સાધનો: ધોરણ ૧,૪ ને ૭ ના વિદ્યાર્થીઓ.

પદ્ધતિ: શિક્ષકે ધોરણ ૧, ધોરણ ૪ ને ધોરણ ૭ ના વિદ્યાર્થી ને એક પ્રશ્ન પૂછી જુદા જુદા જવાબો ભેગા કર્યા .

શિક્ષક: " જો તમને અલાદ્દીન નો ચિરાગ મળે તો શું કરશો?"

ધોરણ ૧ નો વિદ્યાર્થી: " હું પોલિશ અંકલ ને આપીશ કે એ અલાદ્દીન અંકલ ને પરત કરે"

ધોરણ ૪ નો વિદ્યાર્થી: "હું ચિરાગ ઘસી જીની પાસે ચોકલેટ ને આઈસ્ક્રીમ માંગીશ"

ધોરણ ૭ નો વિદ્યાર્થી: " હું ચિરાગ ના જીની ને ગુલામ બનાવી મારા બધાજ કાર્યો એની પાસેજ કરાવીશ"

અવલોકન: દરેક વિદ્યાર્થી એકજ પ્રશ્ન નો ઉત્તર આયુ પ્રમાણે જુદો જુદો આપે છે.

સાબિતી: માનવ જન્મ થીજ સ્વાર્થી નથી હોતો. પરંતુ ઉછેર ને વિકાસ ના તબક્કાઓ સાથે વાતાવરણ ને પરિસ્થિતિઓ થી સ્વાર્થ ગ્રહણ કરતા શીખે છે.


Rate this content
Log in