પિતાની સલાહ
પિતાની સલાહ
કોઈ એક સમયે પિતા અને પુત્ર પોતાના ઘરના બગીચામાં કામ કરી રહ્યા હતા. થોડો સમય કામ કર્યા પછી પિતાને વિચાર આવ્યો કે હું મારા પુત્રને કંઈક સારું કામ શીખવું. તો પિતાએ પોતાના પુત્રને કહ્યું કે બેટા,આજે આ બગીચામાં કઈ રીતે છોડવા વાવવા, તેનું જતન કરવું, તેને કેવી રીતે પાણી પીવડાવવું, તેમાં નીંદણ કેવી રીતે દૂર કરવું. આ સાંભળીને બાળક બહુ જ ખુશ થઈ ગયો. નાનું બાળક તેના પિતાને મદદ કરવા લાગ્યો. તે દોડીને પાઈપ લાવ્યો. છોડવાને પાણી પાવા લાગ્યો. તે બાળકે જે પણ કામ થઈ શકે તે બધું કરવા લાગ્યો.
પણ તે સમયે પિતાને લાગ્યું કે મારું બાળક આ કામમાં કંઈક નવું શીખી શકે તેમ નથી. તો તેમને પોતાના જોડે બોલાવ્યો અને કહ્યું કે બેટા સામે પેલા દૂર બગીચામાં જો ત્યાં પથ્થર પડ્યો છે. તેને એક બાજુ કરવાનો છે. તે પથ્થર એકબાજુ કરીને ત્યાંથી માટી બહાર કાઢવાની છે. અને આપણે ત્યાં એક છોડ વાવવાનો છે. બાળક ખૂબ જ ખુશ થઈ ગયો. અને દોડતો ત્યાં ગયો. પિતાએ કહ્યું તે પથ્થરને દૂર કરવા માટે ધક્કો મારવા લાગ્યો. પણ પથ્થર તેનાથી દૂર થયો નહી. કારણ કે પથ્થર કદમાં મોટો અને વજનમાં ભારે હતો. તે દોડતો દોડતો પિતા જોડે ગયો. અને કહ્યું કે પિતાજી તમે મને બહુ મોટું કામ આપ્યું છે. પથ્થર બહુ ભારે છે. તો પિતાએ કહ્યું કે બેટા આ પથ્થર તારે જ દૂર કરવાનો છે. આ તારા માટે પિતા તરફથી ચેલેન્જ છે. તારે ચેલેન્જ પૂરી કરવી પડશે. તારે આ કામમાં કોઈની જરૂર પડે તો કહેવાનું. મદદ જોઈએ તો બોલાવી શકે છે.
બાળક ખૂબ જ ખુશ થઈ ગયું. અને તે પિતાની ચેલેન્જ જીતવા માટે દોડીને પથ્થરને ધક્કો મારવા, તેને દૂર કરવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો. પણ તેનાથી તે કામ થઈ શક
્યું નહીં. તો પછી તે માટીમાં બેસી ગયો. અને જોરદાર ઊંચા અવાજથી રડવા લાગ્યો. નીચે માટીમાં બેસી ગયો અને તેમાં આળોટવા લાગ્યો. તે બાળકની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અને "મમ્મી મમ્મી" એમ બૂમો પાડવા લાગ્યો. અવાજ સાંભળીને તેના પિતાજી દોડીને તેની પાસે આવ્યા અને જોયું તો બધું બરાબર હતું. ત્યારે પિતાએ તેને પૂછ્યું કે શું થયું છે બેટા ? કેમ બૂમો પાડે છે ? ત્યારે કહ્યું કે પિતાજી તમે મને બહુ મોટું કામ આપ્યું છે. તમારે મને આવું કામ ના આપવું જોઈએ હું તો બહુ નાનો બાળક છું.
ત્યારે પિતાએ તેને કહ્યું કે બેટા, હું તને કહ્યું હતું કે તારે બધા જ પ્રયત્ન કરવાના. જે પણ જોઈએ તે કરવાનુ.ત્યારે બાળકે કહ્યું કે પિતાજી હું બધા જ પ્રયત્નો કર્યા. પણ આ પથ્થર દૂર ન થઈ શક્યો. પિતાએ કહ્યું કે બેટા તે બધા જ પ્રયત્નો કર્યા પણ એક છેલ્લો પ્રયત્ન જ ના કર્યો. તો બાળકે કહ્યું પિતાજી મે બધા જ પ્રયત્નો પૂરે પૂરા કર્યા છે.
પિતાજીએ કહ્યું કે બેટા તે ભલે બધા પ્રયત્નો કર્યા.પણ તે મને યાદ ના કર્યો, તે મને પોકાર ના કર્યો. તે મને મદદ કરવા માટે બોલાવ્યો નહીં. જો તે મને બોલાવ્યો હોત તો આ પથ્થર દૂર થઈ જાત.
જીવનમાં ગમે ત્યારે કોઈપણ તકલીફ આવી પડે. તો પહેલા પિતા ને યાદ કરો. આપણે કેટલીક વાર આપણા જીવનમાં તેમને યાદ કરવાનું ભૂલી જઈએ છીએ. પિતાએ તેમનું આખું જીવન આપણા માટે પસાર કરી લીધું છે.કોઈક વાર પિતા આપણને મદદ ના કરી શકે તો પણ કોઈક સલાહ વડે પણ આપણને આનંદમય જીવન બનાવી આપે છે.જીવનમાં કદી પણ પિતાને ના ભૂલશો.તમે કોઈ પણ ઉચ્ચ હોદ્દા પર હોય કે ગમે તે પરિસ્થતિમાં હોય પિતા જેવા કોઈ સલાહકાર ના જોઈ શકે.