Kanala Dharmendra

Others

2  

Kanala Dharmendra

Others

ફૂલો કરમાઈ રહ્યાં છે

ફૂલો કરમાઈ રહ્યાં છે

1 min
461


સમગ્ર સભામાં " બાળપણ " થીમના પોસ્ટર્સ લાગેલાં હતાં. મંત્રીશ્રી બાળકલ્યાણ વિભાગનું પુષ્પહાર અને ગુલદસ્તાથી સ્વાગત થઈ ચૂક્યું હતું. મંત્રીશ્રી "બાળક અને બાળપણ " વિષય પર પોતાનું ભાષણ જોર-શોરથી આપી રહ્યાં હતાં.


"મારાં વહાલા ભાઈઓ અને બહેનો અને પ્રાણપ્યારા બાળકો,

બગીચામાં કદાચ તમે ગુલાબ કે ગલગોટા કે એવાં કોઈ ફૂલોના વાવો તો ચાલશે પણ તમારા સંતાનો અને આજુ-બાજુમાં રહેતાં ગરીબ બાળકોને જરૂરથી ભણાવજો. ભારત દેશના ભવિષ્યને એટલે આ કુમળા બાળકોના બાળપણને સાચવવું એ આપણી સૌની પવિત્ર અને સહિયારી ફરજ છે. જબરદસ્ત તાળીઓના ગડગડાટ વચ્ચે નેતાજી બે હાથ ઊંચા કરી બધાંનું અભિવાદન જીલી રહ્યાં હતાં.


સભા પૂર્ણ થયે બાજુની હોટલમાંથી નાના- નાના દસ-બાર છોકરાઓ ચાની કીટલી ફેરવી રહ્યાં હતાં. નેતાજી અને તેના કાર્યકરો આરામથી ચાની ચૂસકીઓ લઈ રહ્યાં હતાં. તડકે પડેલાં ગુલદસ્તાઓ ધીરે- ધીરે ચીમળાવા લાગ્યાં હતાં.


Rate this content
Log in