kiranben sharma

Children Stories Inspirational Others

4.0  

kiranben sharma

Children Stories Inspirational Others

ઓનલાઈન શિક્ષણ

ઓનલાઈન શિક્ષણ

3 mins
191


     સીતાને ગીતા બંને પાકી બહેનપણી, સાથે જ નિશાળે ભણવા જતી, એક જ વર્ગમાં સાથે બેસતી હતી, બંને ધોરણ પહેલામાં ભણતી હતી.

સીતાના મા-બાપ ભણેલાં અને માલદાર હતાં, જ્યારે ગીતા ગરીબ ઘરની અને તેના માતા-પિતા મજૂર હતા, વળી ગીતા ભણવામાં પણ થોડી કાચી હતી, બંને ગામમાં નજીક નજીક રહેતી હતી, ગીતાની માતા સીતાને ત્યાં કામ કરવા પણ આવતી હતી.આમ ગીતા તેની માતા સાથે રોજ સીતાને ઘરે આવે પાછા બંને સરખી ઉંમરના અને એક જ શાળામાં, વર્ગમાં સાથે ભણતા, એટલે ખૂબ પાકી બહેનપણી બની ગઈ હતી.

2020ની સાલમાં માર્ચ મહિનાથી ભારતમાં કોરોનાનો કહેર ખૂબ વધવા લાગ્યો, અને ધીમે ધીમે કોરોના મહામારીના એટલા બધા કેસ તથા કેટલી ખતરનાક છે, એવા સમાચારો આવતા ગામમાં પણ શહેર જેવો કરફયુ હોય તેમ એકબીજાને મળવાનું, ઘરે જવાનું બંધ કરી દેવામાં આવ્યું. આમાં સીતાને ગીતા પણ જુદા પડવા લાગ્યા.બંનેને એકબીજા વગર ગમતું ન હતું. બંને નજીક હોવાથી ક્યારેક છાનામાનાં મળી લેતાને રમી લેતાં.દૂર ઊભા રહીને ઈશારામાં પણ વાતો કરતા અને રમતા..હસતા.. બે મહિના પછી ફરી શાળાઓ ખૂલી ત્યારે શાળા ચાલુ છે, શિક્ષણ બંધ છે. એમ બાળકોને ઘેર બેઠા શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી કશી, સમજ પડે નહીં પણ સીતા ની મમ્મી ભણેલી અને સીતાને મોબાઈલમાંથી જોઈ ને ભણાવે સમજાવે ધીમે ધીમે તેમણે ગીતાને પણ થોડે દૂર બેસાડીને ભણાવવાનું શરૂ કર્યું આમ ફરી એકવાર સીતાની ગીતા વચ્ચે અંતર રાખી મોઢા પર માસ્ક બાંધી, મોબાઈલ પર પોતાની શિક્ષિકા બેનને જોતા અને તે ભણતા..

આમ સીતા એની મમ્મીની મદદથી પહેલા શીખી લેતી, સમજી લેતી અને પછી ગીતાને પણ શીખવાડી દેતી. આ રીતે તો બંને એક થી 50 સુધીના એકડા અને ન, મ, ગ, જ પરથી વ,ર,સ, દ, ઉપરથી નાના શબ્દ પણ શીખ્યાં,તથા બાળગીત, બાળવાર્તા, ઉખાણા એવું બોલવાનું પણ શીખ્યાં.

    સીતા અને ગીતા પોતે તો કોરોનામાં કાળજી રાખી ભણી, પણ પછી તો બીજી બહેનપણીને પણ દૂરથી સમજાવીને, બતાવીને શીખવ્યું, અને સતત માસ્ક પહેરવા સમજાવ્યું કે અવારનવાર હાથ પણ સાબુથી સાફ કરતાં સમજાવા લાગી, આ કોરોનામાં જ્યારે બહાર જવાની કે શાળામાં જવાની મનાઈ હતી ત્યારે પણ સીતા- ગીતાએ પોતાનો અભ્યાસ અટકવાં ના દીધો અને સારું એવું વાંચન, લેખન, ગણન કાર્ય શીખ્યા.

સીતા: જો ગીતા... આ ' ન' છે ( સીતા ન દોરી બતાવે છે.) ન ને આમ લખાય.. એક મીંડુ પાડી તેને આડી લીટી પછી ઊભી લીટી પાડ.

ગીતા: હા ! હવે સમજ પડી, જો આ મે ન લખ્યો.( ખુશ થઈ તાળી પાડે છે )

સીતા : સરસ... ખૂબ સરસ લખ્યું. હવે વારંવાર ' ન' બોલી ને લખ.

ગીતા : આ તો આવડી ગયું બીજું લખાવ.

સીતા: આ ન જેવો બીજો અક્ષર છે. ' મ'.. તે આમ લખાય.

ગીતા : આ તો ન ને મળતો અક્ષર છે. જો મ લખ્યું.

સીતા: સરસ.. હવે બંને ભેગાં લખ તો નમ શબ્દ બનશે.

ગીતા : હા ! નમ સાથે લખ્યું ને સાથે વાંચ્યું.

આમ બંને બહેનપણીઓ એક્બીજા ની મદદ થી મૂળાક્ષરો શીખતી ગઈ અને તેનાં પરથી શબ્દ પણ લખી વાંચતી થઈ ગઈ.

આ કોરોના મહામારીમાં સીતાની મમ્મીને પણ સમય મળતાં ખૂબ સારી રીતે બંને ને સમજાવતીને ભણાવતી હતી.

આમ, મિત્ર મિત્રને કામ આવી. પછી તો બંને બીજાને શીખવવાં લાગ્યાં.

   આમ, ઓનલાઈન શિક્ષણ કાર્ય પણ ખૂબ કારગત અને ઉપયોગી સાબિત થયું. આ રીતે સીતા અને ગીતાનો બંનેનો ઘરે રહીને પણ ધોરણ એકનો અભ્યાસ ખૂબ સારી રીતના થયો. બંનેને આ રીતે ઓનલાઈન શિક્ષણ લેવાની ખૂબ મજા પડી.


Rate this content
Log in