Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

3  

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

મરઘીના બચ્ચા

મરઘીના બચ્ચા

1 min
179


એક મરઘીના ઇંડા ફૂટીને એમાંથી બચ્ચા નીકળ્યા. હવે મરઘીને બચ્ચાને કેવી રીતે ઉછેરવા એની જાણ નહોતી. આખા દિવસ બચ્ચાની ઊછળકુદથી કંટાળીને તે એના બચ્ચાઓને બોલી. “દીકરાઓ, તમે ઈંડાની કાચલીમાં પાછા જતાં રહો. જેથી હું તમને પહેલાની જેમ આસાનીથી સેવીને ઉછેરી શકીશ”

મરઘીના બચ્ચા માતાના આદેશ પ્રમાણે પાછા કાચલીની અંદર જવા લાગ્યાં પણ કાચલીની અંદર ફરી પાછુ જવું તે હવે એમનાંથી શક્ય નહોતું ! વળી કાચલીની ફૂટેલી કવચોથી એમના પંખ પણ ઘવાયા. ત્યારે એક બચ્ચું બોલ્યું, “જો અમને આખી જિંદગી આ કાચલીમાં જ વિતાવવાની હોય, ત્યારે તમારે એમણે સેવવાની શી જરૂર છે ?”

બોધ : ઘણીવાર વ્યક્તિઓ એના નીચેના કામદારોને સખત ટ્રેનીંગ આપીને કુશળ બનાવતા હોય છે પણ આગળ વધવાની તક આપતા નથી. જેનાથી કામદાર ખુબ દુઃખી દુઃખી થઇ જતો હોય છે.


Rate this content
Log in