juli Solanki 'Butki'

Children Stories Drama Inspirational

4.0  

juli Solanki 'Butki'

Children Stories Drama Inspirational

મારા પપ્પા મારા હીરો

મારા પપ્પા મારા હીરો

2 mins
225


આજે પહેલીવાર પપ્પાના આંખમાં આંસુ જોયેલા. જિજ્ઞા જે પપ્પાની પહેલી દીકરી અને જિજ્ઞાનો મોટો ભાઈ જેનિલ. બંને બહાર આંગણામાં રમતા હતા.

" જેનિલ જો પપ્પા રડે છે. " જિજ્ઞા બોલી.

" તું ચિંતા ન કર કંઈ નથી થયું, મારા હાથમાં સુઈ છે ને ડૉ. ની એટલે રડે છે. હું ઠીક થઈ જઈશ પછી નહીં રડે. " જેનિલે કહ્યું.

થોડી વાર રહી જિજ્ઞા ઘરમાં ગઈ. પોતે દેખાવમાં દસ-વાર વર્ષની લાગતી હતી. તેની મમ્મી પાસે ગઈ.

" મમ્મી, પપ્પા રડતાં કેમ હતા ? મને નથી ગમતું તે ઉદાસ થાય તો. . !" જિજ્ઞાએ તેની મમ્મીનો હાથ પકડી પ્રશ્ન પૂછ્યો.

" બેટા, તારો ભાઈ બીમાર છે એટલે થોડા ચિંતામાં આવી ગયા છે. તું એ વાતમાં ધ્યાન ન આપજે. " તેણીએ સમજાવતાં કહ્યું. પછી જિજ્ઞા રમવા ચાલી ગઈ.

સાદી ભાષામાં કહીએ તો ખૂબ જ સુંદર લાગતી જિજ્ઞાએ આજે સાડી પહેરી હતી. નવરાત્રીનો સમય હતો. રોજ રાત્રે ગરબા રમવા જતી.

" મમ્મી એક વાત પૂછું ? "

" હા બેટા "

" હું નાની હતી ત્યારે પપ્પા કેમ રડતાં હતા ? "

" બેટા, તું હજી એ વાત ભૂલી નથી ? 10 વર્ષ પછી પણ આ વાત તેને યાદ છે ? "

" હા, એ વાત મને યાદ રહી ગઈ છે . . . ! " જિજ્ઞાએ આતુરતાથી કહ્યું.

" જો તને ખબર છે ને કે તારા ભાઈની સમજ ઓછી છે. તે સમાજની વાતોને અથવા કોઈ પણ વાત ને જલ્દી નથી સમજી શકતો. " જિજ્ઞાની મમ્મી બોલી.

" પણ, પપ્પાને હું કહીશ કે તે ચિંતા ન કરે હું તેનો દીકરો બનીશ અને જેનિલ પણ બરાબર થઈ જશે. "

" હા " કહી બન્ને ઘરે પરત ફર્યા.

બીજા દિવસે સવારે હાથમાં ચાયનો કપ લઈ પપ્પાને આપવા ગઈ.

" પપ્પા, હું તમારી લાડલી છું ને ? "

" હા , બેટા "

" એક વાત કહું ? "

" હા બોલ "

" તમે જેનિલની ચિંતા ન કરો. તે સમય જતાં બરાબર થઈ જશે. હું તમારો પૂરો સાથ આપીશ. તમે અમારા બધા માટે ઘણું કરો છો. તમે એમ ન સમજજો કે તમે એકલા છો. અમે બધા તમારી સાથે છીએ. " જિજ્ઞાએ ખૂબ સરસ વાત કરી. તેના પપ્પા પણ ખૂશ થઈ ગયા.

* વાત નાની છે પરંતુ સમજવા જેવી છે જ્યારે પોતાનો બાળક બરાબર ન હોય ( બીમાર હોય ) તો કોઈ પણ પિતાને ચિંતા થઈ આવે. ઘરના સભ્યોનો સાથ હોય તો બધું જ બરાબર થઈ શકે છે. આજે જિજ્ઞાનો ભાઈ જેનિલ જે થોડી સમજ ધરાવતો તે સમય જતાં બધું જ બરાબર થઈ ગયું.


Rate this content
Log in