માળો
માળો
1 min
28.7K
મકાન ની છત ઉપર પંખીએ બનાવેલ માળા પર એમની દ્રષ્ટિ ઠરી. થોડા દિવસો પહેલાજ નાનકડા પારેવાઓના કલરવથી આ માળો કેવો ગુંજતો હતો! પણ હવે જુઓ કેવો સૂનો ને શાંત! લાગે છે એ નાનકડા પારેવાઓ ઉડતા શીખી ગયા એટલે માળો છોડી ગયા. શાંત ઘરના વાતાવરણમાં ટેલિફોનનો અવાજ રણક્યો ને એ ફોન ઉઠાવવા દોડ્યા. પરદેશથી આવેલા દીકરાના કોલ ને કારણે એમના સૂના માળામાં પણ થોડી ક્ષણો માટે કલરવ કલરવ ગુંજી રહ્યો...
