Bhavna Bhatt

Others Tragedy

5.0  

Bhavna Bhatt

Others Tragedy

લકીર

લકીર

2 mins
2.8K


આયુષીને એક દીકરો હતો મનન. મા દીકરો એકલા જ રહેતા હતા. આયુષીનો વર એક વષઁ પહેલા અકસ્માતમાં મૃત્યુ પામ્યો. એના વરનો ધંધો હતો. એટલે બંગલો, મિલકત અને ધંધો બધુ જ અાયુષી અને મનનનુ હતુ. પણ મનન હજુ ત્રણ વર્ષનો જ હતો અને આયુષીના અને એના વરના બીજા કોઇ સગા વહાલા ન હતા.

આયુષી મનોબળ મજબૂત કરી ધંધો સંભાળતી અને આોફિસ જતી. પણ એને એકલતા બહુ સાલતી. દિવસ તો આોફિસમાં પુરો થઇ જતો. તેને વિશાલ જોડે વિતાવેલા એ દિવસો યાદ આવતા અને એ રડી પડતી.

એક દિવસ ઓફીસમાં હતી અને એની બહેનપણી નિલા આવી. આયુષી એ પોતાની વેદના વ્યક્ત કરી. નિલા એ કહ્યું કે એક સારા જયોતિષ છે, હું તને એમનુ કાડઁ આપુ તુ મળી જો કંઈક રસ્તો નીકળશે.

આયુષી જયોતિષને મળવા ગઈ. ભભકાદાર ઓફિસ હતી. જયોતિષ અરૂણ જોષીએ પોતે બહુ જાણકાર હોય એવો દેખાવ કરી આયુષી પર પ્રભાવ પાડયો. આયુષી અરૂણના દેખાવ અને પ્રભાવમાં આવી ગઈ અને રોજ કંઈને કંઈ બહાનું કાઢીને અરૂણને મળવા લાગી. અરૂણ પણ એ જ ઇચ્છતો હતો. એ જાણતો હતો સ્ત્રીની લાગણી ભુખ હોય છે.. માટેજ અરૂણ આયુષીના અંહમને પંપાળતો અને એના ખૂબ જ વખાણ કરતો અને આયુષી અને મનનનું ધ્યાન રાખતો. અને તેમને ખુબ જ સાચવતો. તે એવુ બતાવતો કે એ એ બેની બહુ જ પરવા કરે છે.

આમ આયુષી અરૂણ ની વાતોમાં આવી ગઈ. અરૂણ પણ વિધુર હતો એને એક દીકરી હતી પાંચ વર્ષની. જે એના નાના-નાની પાસે ગામડે રહેતી હતી. અને બીજું કોઈ નહીં હોવાથી અરૂણ જયોતિષ જોવાને નામે ઠગાઇ કરતો. ખોટી અંધશ્રદ્ધા અને હાથની લકીરો વિશે બધાને ખોટું સમજાવી વિધી કરવાના નામે રૂપિયા પડાવતો અને બધાને ગેરમાર્ગે દોરી પોતાની તિજોરી ભરતો.

આયુષી અને અરૂણે લગ્ન કર્યા અને અરૂણે થોડા જ વખતમાં આયુષીની બધી જ મિલ્કત પર કબજો જમાવી દીધો અને આયુષી અને મનનને બંગલાની બહાર કાઢ્યા. આયુંષીએ લકીરોના ભરોસા છોડી દીધા.


Rate this content
Log in