Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

લીલાલહેર

લીલાલહેર

1 min
14K


મોટી, મોંઘી  બી એમ ડબ્લ્યુ કાર  મધ્યમ વર્ગીય એપાર્ટમેન્ટની  નીચે પહોંચી.હોર્ન  સાંભળતા જ  સરિતા એ  દોડ મૂકી. શ્રેયા  એને લેવા આવી પહોંચી હતી.થોડા જ સમય પહેલા બંને સખીઓના લગ્ન થયા હતા.શ્રેયાના લગ્ન શહેરના સૌથી સમૃદ્ધને ધનવાન પરિવારમાં જયારે સરિતાના લગ્ન એક મધ્યમ વર્ગીય કુટુંબમાં. બે સખીઓને બે જુદા ભાગ્ય. શ્રેયાના ઘરે આજે એક મોટી પાર્ટી યોજાઈ હતી. પોતાની ખાસ સખીને એ જાતે ગાડી લઇ લેવા પહોંચી.

"સમયસર જમી લેજે "

બાલ્કની માંથી ડોકાયેલ સાસુએ ઉપર થી જ યાદ અપાવ્યું. ઉત્સાહ અને ઉતાવળમાં કઈ પણ જવાબ આપ્યા વિનાજ એ ગાડીમાં ગોઠવાય.જીવનમાં પહેલીવાર એવી ભવ્યને આરામદાયક ગાડી જોતા જ સરિતાના હોશ ઉડી ગયા. હૃદયમાં બંને ના જીવનની સરખામણી અજાણ્યે જ થઇ રહી. ચ્હેરો સંકોચાયો ને મોઢા માંથી ઉદગાર ઉચ્ચારાય ગયો:

" વાવ શ્રેયા તને તો લીલાલહેર!"

પોતાના ડિઝાઈનર ગોગલ્સ ચઢાવી શ્રેયા નિસાસો નાખી રહી.

"જીવનમાં સમયસર જમી લેજે કહેનાર કોઈ હોઈ એ જ સાચા લીલાલહેર. બાકી બધુ જ શો ઓફ " ડિઝાઈનર ગોગલ્સથી પણ ના છુપાયેલું આંસુ શ્રેયાના ગાલ પરથી સરી પડ્યું.

થોડામાં ઘણું સમજી ગયેલ સરિતાએ મોંઘી ગાડીના કાચ નીચે ઉતાર્યા. બાલ્કની માં ચિંતિત સાસુ ને પ્રેમ થી સ્મિત આપી રહી:

"ચિંતા ના કરતા હું સમયસર જમી લઇશ "


Rate this content
Log in