Varsha Joshi

Others

3  

Varsha Joshi

Others

" લાગણીનાં પ્રત્યાઘાત "

" લાગણીનાં પ્રત્યાઘાત "

6 mins
14.6K


સવારે ઊઠીને જોયું તો ઘડિયાળમાં હજુ ૪ વાગ્યા છે. પછી પથારીમાં પડી રહી. કેમ કે હજુ ઊઠવાને એક કલાકની વાર હતી. પણ ઊંઘ ઊડી ગઈ હતી. અચાનક મન વિતેલા સમયમાં લઇ ગયું. આંખ બંધ કરીને વિતેલા જીવન વિશે વિચારતી રહી...

આજે પણ મારે મારી દિકરીને તૈયાર કરી શાળાએ મોકલવાની છે. મારી દિકરી ધોરણ-૩માં ભણે છે અને મારો દિકરો હજુ ૩ વર્ષનો છે. હું સવારે ૫ વાગ્યે ઊઠીને મારું રોજનું કામ પતાવી દિકરીને ઊઠાડીને તેનો દૂધ નાસ્તો બનાવી તેને તૈયાર કરી શાળાએ મૂકી આવ્યા પછી પતિદેવને ઊઠાડીને તેમના માટે ચા નાસ્તો બનાવીને તેમની સાથે ચા નાસ્તો કરી તેમનું ટિફીન આપી તેમને ઓફીસે વળાવી ઘરનાં બધાં કામ પતાવી પુજા અર્ચના કરું. ત્યાં સુધીમાં દિકરો ઉઠી જાય એટલે તેને દૂધ નાસ્તો કરાવી નવરાવી તૈયાર કરું ત્યાં સુધીમાં ઘડિયાળમાં અગિયાર વાગે. પછી ફટાફટ મારી અને દિકરા-દિકરીની રોટલી બનાવી અને દીકરો ટીવીમાં કાર્ટૂન જોવે ત્યાં સુધી હું સમાચાર પત્ર વાંચી લઉં.

હવે ઘડિયાળમાં બપોરના બાર વાગ્યા છે. હું મારી સ્કૂટીની ચાવી લઇ ઘરને તાળું મારી દિકરાને સ્કૂટી પર આગળ ઉભો રાખી દિકરીને સ્કૂલે લેવા માટે નીકળું છું. ઘરથી સ્કૂલનું અંતર ૩ કિલોમીટર છે પણ અમદાવાદ શહેરમાં ટ્રાફિક એટલો કે મને સ્કૂલ પહોંચતા ૧૫ મિનિટ થઈ જાય. ઘરે આવું ત્યાં ૧૨:૩૦ વાગી ગયા હોય. પછી બંને બાળકોને જમાડીને હું જમું, વાસણ ઘસુ ત્યાં બંને ભાઈ બહેન રમતા હોય. ઘડિયાળમાં જોયું ૧ વાગવામાં હવે ૫ મિનિટ બાકી છે. ફરી સ્કૂટીની ચાવી લઇ ઘરને તાળું મારી બંને બાળકોને સાથે લૈ અને મારા કમ્પ્યૂટરના ક્લાસમાં જાઉ.

હા જી, હું એક મા, પત્ની, ગૃહિણીનું કામ પતાવીને મારા અસ્તિત્વને ઓળખ આપવા માટે લગ્ન પછી ૫ વર્ષ સુધી તો વહુ તરીકે દાદાજી સસરા સાથે દાદીજી સાસુની સેવા અને ભાભી તરીકે દેવર અને નણંદના નખરા ઉઠાવી બધી ફરજ બજાવતા પણ જ્યારે મને વહું તરીકે નહી પણ એક મશીન સમજીને સાસરિયાંમાં મારી પાસે બધી ફરજ પુરી કરાવડાવી. અરે દેવર નંણદના પ્રસંગે પણ મારી પાસે બધાં કામ કરાવડાવી અને નંણદના બંને બાળકોની સુવાવડથી માંડીને નંણદ જ્યારે પોતાની સાસરીમાં ઝગડો કરીને પાછા આવતા તો તેમના બંને બાળકોને તૈયાર કરવાની કામગીરી પણ મારી જ !

છતાં પણ સવારે ઊઠીને ઘરમાં બધાના ટાઈમ સાચવી તેમાં પણ નંણદ કૈ કામ ના કરાવે. મોડા ઊઠે અને આળસુની જેમ પોતાનું કામ પતાવે. ત્યાં સુધી મારી અડધી રસોઈ બની જાય. કેમ કે દાદાજી અને દાદીજીને ૧૧ વાગ્યે જમવા જોઈએ. મારા સાસુ સસરા છે પણ સસરાજી ડોક્ટર છે એટલે સાસુ સસરા ગામડે રહે છે. હું નાની ઉંમરમાં એટલે કે ૧૯ વર્ષની ઉંમરે પરણીને સાસરે આવી ત્યારથી આ બધાની જવાબદારી મારા પર. મારા પિયરમાં મને અને મારી બહેનોને દાદી અને મમ્મીએ દરેક કામમાં તૈયાર કરેલ હોવાથી જવાબદારી ઉપાડવામાં મને તકલીફ ના પડી. પણ શું નવી આવેલી વહુને સાસુની જરૂર ના હોય ? પણ મને યાદ છે કે મારા સાસુ એવું બહાનું કાઢીને ક્યારેય ના આવે કે તમારા પપ્પાનું અહીં કોણ કરે ?

૫ વર્ષ ચુપચાપ માથે ઓઢીને બધી જવાબદારીઓ પૂરી કરી. સાસુ સસરાના વર્તનથી પરેશાન રહેતી કે આટલું કરવા છતાં પણ સાસુ સસરા એ એકવાર પણ પ્રેમના બે શબ્દ ના કહ્યા. ધીરે ધીરે બધી વાત સામે આવી કે સાસુ સસરાની પસંદ હું નહીં પણ અમદાવાદ શહેરની છોકરી હતી. પણ મારા પતિદેવ મને પસંદ કરી હતી. નાત એક જ, મારા પતિદેવને હું પસંદ હતી એટલે તેમણે જીદ કરીને મારી સાથે લગ્ન કર્યા હતા. સાસુ સસરાએ દિકરાની જીદ પોતાના બેમનથી પુરી કરી ધામધૂમથી લગ્ન કરી વહુ તો મને બનાવી પણ અપનાવી નહીં. હું કામકાજમાં હોશિયાર એટલે મારી પાસે કામ બધા કઢાવ્યા પણ મને વહું તરીકે ના હક આપ્યો કે ના મારા બાળકો કે જે તેમના પૌત્ર પૌત્રી છે તેમને પણ દાદા દાદીનો પ્રેમ ના આપ્યો. માત્ર એટલે કે હું તેમની પસંદગી નહતી ! પછી શું મારી પાસે વહુ તરીકે બધાં કામ કરાવડાવી દેવર નંણદના પ્રસંગ બધું જ પુરું થયું એટલે શરુઆત થઈ ગઈ મને ઘરમાંથી કાઢી મૂકવાની.

મારા પતિ અને મારી વચ્ચે ઝગડા કરાવવાની કોશિશ છેલ્લી જ પાયરીનુ બધું જ. મારા દેવરે સસરાની બધી કમાણી અને બેંક અકાઉન્ટ બધું કાર અને વહેવાર બધું પોતાના હાથમાં લઈ લીધું. ત્યારપછી કંટાળીને હું અને મારા પતિ મારી દિકરીને લૈ અલગ થયા. અમારી સાથે સાસુ સસરા એ કોઇ સંબંધ ના રાખ્યો કેમકે હવે તેમને અમારી જરુર નથી. દસ વર્ષ પછી સસરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા લોહીની જરૂર હતી મારા પતિ તેમના મિત્ર અને હું અમે ગયા હોસ્પિટલમાં. મારા પતિ અને મિત્ર એ લોહી આપ્યું. સસરાને સારું થતાં થોડોક સમય બધું બરાબર ચાલ્યું. પણ સાસુ એ ક્યારેય મને ના અપનાવી. અંદરથી મારા માટે નફરત આખી જિંદગી રાખી. હું તો પણ ફરીથી બધું ભૂલી ગયી. એકવાર મારા સાસુને પડી જવાથી ખભે ફ્રેકચર થયું દેવરના ઘરે આવ્યા પણ દેરાણી નોકરી કરે એટલે ખબર નહીં શું થયું તેમની વચ્ચે તો મારી પાસે આવી ગયા. મેં તેમની કડવાશ ભૂલીને તેમની સેવા કરી. તેમને નવડાવી માથું ધોઈ આપતી. એકવાર એસીડીટીના લીધે તેમને બહુ ઉલટી થૈ તો તે પણ મેં સાફ કરી. તે સાજા થઈ ગામડે ગયા. પણ મારા આશ્ચર્ય વચ્ચે ફરી તેમનો સ્વભાવ બદલાઈ ગયો.

તેમને જ્યારે જ્યારે જરૂર પડી અમે અમારી દરેક ફરજ પુરી કરી. પણ જ્યારે જ્યારે અમારે મા-બાપની જરૂર પડી તેમણે હંમેશા મારા પ્રત્યે નફરત બતાવી. છતાં પણ મેં મારી જવાબદારી સાથે મારી પ્રગતિ ચાલુ રાખી. એક દિવસ સવારે હું ઊઠી બ્રશ કરવા ગય તો મારાથી કોગળા ના થયાં. ખબર નહીં બોલવામાં જીભ લથડાવા લાગી. પતિ ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે કહ્યું માઈનોર પેરાલિસિસની અસર છે. મોઢું વાંકું થૈ ગયું. મોઢાનાં એક ભાગમાં અસર થઈ. પતિ એ માને કહ્યું કે થોડાં દિવસ આવો જરૂર છે. કેમ કે મારી દિકરી શાળા એ જતી હતી અને સસરા પાસે તો નંણદ મારા એ વખતે પણ હતાં જ રિસાઈને સાસરેથી આવી ગયા હતા. તો પણ ના સાસુ આવ્યા ના નંણદ ! જેમના પ્રત્યે મેં મારી જવાબદારી પુરી કરી હતી. મારી મમ્મી અને મોટા બહેન આવ્યા. મારી સારી ટ્રીટમેન્ટથી રિકવરી પણ આવી ગઈ. મારા સાસુ સસરા ખબર જોવા પણ ના આવ્યા કે ના ફોન કર્યો. બસ પછી હું મારા ઘરની જવાબદારીમાં મશગુલ થઈ ગઈ.

મને સારું થયું તેના દસ દિવસ પછી મારી દેરાણીને કસુવાવડ થઇ ગઈ. તેનું તો પિયર પણ અહીં જ તેના મમ્મી, મોટી બહેન બધાં અમદાવાદ શહેરમાં જ. અને મારે તો મારું પિયર સુરત અને બહેન રાજકોટ છતાં પણ સાસુને જરા પણ દયા ના આવી. અને મારી દેરાણી પાસે આવ્યા દસ દિવસ રોકાયા ! સસરા ને જમવાની તકલીફ પડી તો પણ. અને પાછા દેરાણીના કસુવાવડની ખબર મને પણ આપી પણ જ્યારે મને જરૂર હતી તો સાસુ, નણંદ, દેરાણી કોઈ એ સામે ના જોયું હું ભગવાન નથી માણસ છું મને પણ તકલીફ પડી હતી. હુ ના ગઈ. સાસુ મારા ઘરે આવી સમાચાર આપ્યા કે દેરાણીને કસુવાવડ થઇ છે તો હું આવી છું અને મારી પાસે રડીને કહ્યું કે "બિચારીને એક દિકરો છે, બીજું બાળક હોત તો જોડ થૈ જાય ! હું કૈ ના બોલી. હા મનમાં થયું કે "મમ્મી હું પણ તમારી વહું છું. હું પણ માણસ છું. મારે પણ બે બાળકો છે. જે તમારા જ પોતાના પૌત્ર પૌત્રી છે. તો કેમ તમને ક્યારેય અમારી લાગણી નથી થતી ?

બસ આ સવાલ સાથે મારા લગ્નને ૨૧ વર્ષ થયાં. સવાલ પણ હજુ એ જ છે. અને સાસુનું વર્તન પણ... શું કોઈ ને આખી જિંદગી માત્ર એટલે નફરત અને અપમાન કરવાનું કે તમારું ધાર્યું ના થયું ? પણ હવે મારી લાગણી મરી પરવારી છે. હું મારા બાળકો, ઘર અને મારા અસ્તિત્વને ઓળખ આપવામાં મશગુલ છું. જે લોકો સાચી હકીકત નથી જાણતા તે મને મેણાં મારે છે. સલાહો આપે છે. સંભળાવે છે. સ્વાર્થી કહે છે.પણ હવે મારા પ્રત્યાઘાતો લાગણી વગરના છે. અને રહેશે જે લોકો હકીકત નથી જાણતા તેમણે તો મને કંઈ કહેવાનો હક નથી છતાં પણ સંભળાવે તો હું પ્રત્યાઘાત આપું છું અને આપીશ. કેમ કે માત્ર આટલું જ નહીં પણ મારી લાગણી પર આનાથી પણ વધારે ઘા પડ્યા છે. તો ઘવાયેલી લાગણીના પ્રત્યાઘાત આવાં જ રહેશે...!


Rate this content
Log in