Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

3  

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

કુહાડી અને કરવત

કુહાડી અને કરવત

1 min
189


એકવાર બે કઠિયારાઓ જંગલમાં લાકડા કાપવા ગયા. એમાંથી એક ખેડૂત પાસે કુહાડી હતી અને બીજા પાસે કરવત. જંગલમાં આવી તેઓએ કાપવા માટે એક ઝાડ પસંદ કર્યું.

પહેલો બોલ્યો કે “આપણે ઝાડને કુહાડી વડે કાપીએ.” 

બીજો બોલ્યો, “ના આણે કરવત વડે વહેરીએ.”

આ વાતને લઈને એમની વચ્ચે વાદવિવાદ શરૂ થઇ ગયો. એમનો ઝગડો ચાલતો જ હતો કે ત્યાં ત્રીજો કઠિયારો આવ્યો અને બોલ્યો, “તમે નાહકના ઝગડી રહ્યા છો. હું તમને આનો સરળ રસ્તો બતાવું. જો કુહાડી તીક્ષ્ણ હશે તો ઝાડને કાપો અને જો કરવત ધારદાર હશે તો ઝાડને વેંતરી નાખો.”

આમ બોલી ત્રીજા ખેડૂતે કુહાડી લીધી અને ઝાડને કાપવા લાગ્યો. પણ ઝાડને કાપવાની શરૂઆત કરતા જ એના ધ્યાનમાં આવ્યું કે કુહાડીને બિલકુલ પણ ધાર નહોતી અને તેના વડે ઝાડને કાપવું અશક્ય હતું. તેથી એણે કરવત ઉપાડી પરંતુ કરવત પણ ધાર વિનાની જ હતી ! 

તેથી એ બન્ને ખેડૂતોને બોલ્યો, “તમે બન્ને જણા તમારો ઝગડો બંધ કરો અને પહેલા તમારી આ કરવત અને કુહાડીને ધાર કરો." પણ બન્ને ખેડૂતો એની તરફ ધ્યાન આપ્યા વગર હવે એકબીજા જોડે “તુ ધાર વગરના હથિયાર કેમ લાવ્યો?” એમ દોષારોપણ કરી લડવા લાગ્યાં. 


Rate this content
Log in