"કટોરીનો કકળાટ" - હાસમની ડાયરી : પાનું – ૫
"કટોરીનો કકળાટ" - હાસમની ડાયરી : પાનું – ૫
કટોળી નો કકળાટ હાસમની ડાયરી : પાનું – ૫
લેખક : કલ્પેશ પટેલ.
બગદાદના મહેલમાં છેલ્લા કેટલાક શનિવાર થી એક નવી ચર્ચા ચાલી રહી હતી.
"હુઝૂર!" વઝીરે માથું નમાવતાં કહ્યું, "દર શનિવારે મહેલના રસોડાની ચાંદીની કટોરીઓ ગુમ થાય છે. પાંચ શનિવારથી એ ચાંદીની કટોરીઓનો પત્તો નથી.અને નવી ઘડાઈ મૂકુંછું તો તે પણ ગુમ થાય છે.
શાહી રસોડાનો રસોઈયો કહે છે. "ભોજન શાળામાં ભૂત છે!"
રાજાએ ચહેરા પર ગંભીરતા લાવતાં કહ્યું,
"હકીમ હાસમને બોલાવો."
થોડી જ ક્ષણોમાં હાસમ મહેલમાં પ્રવેશ્યા. એક હાથ પાછળ, જેમકે હંમેશાની શૈલી, અને આંખોમાં હળવી મુસ્કાન.
"હાસમ," રાજાએ કહ્યું, "હમણાં મહેલની ચાંદીની કટોરીઓ ગુમ થવાનો કકળાટ ચાલી રહ્યો છે. શું કહેશો?"
હાસમ દરબારથી સીધા રસોડા તરફ ગયો. રસોડા પર તપાસ શરૂ કરી.
"શનિવારે અહીં ખાસ કોણ આવે છે?" હાસમે દાસીને પૂછ્યું.
દાસીએ કાંપતા અવાજે બોલી — "હકીમ સાહેબ, દર શનિવારે મુલતાની મૌલવી સાહેબ અને. તેમની બેગમ સાહિબા આવે છે. તેઓને શાહી હલવો દાઢે વળગેલો છે
કહે છે
"શાહી ‘હલવા ખાવાની લિજ્જત કોઈ ઔર છે!’"
હાસમ તે મુલતાની મૌલવીને ઓળખતો હતો. તેની વાણી મીઠડી , ખૂબ બોલકો અને પાછો ભોજનપ્રેમી, પણ ક્યારેક બીજાની રઈશી જોઈ, તેની આંખે લાલચ ચઢેલ જણાતી હતી.
અગાઉના બધા શનિવારે જે કટોરીમાં હલવો પીરસવામાં આવ્યો હતો એમાંથી એક પણ કટોરી બચી નહોતી.
આ વખતના શનિવારે હાસમે ખાસ તૈયારી કરાવી. હલવો તૈયાર થયો. મૌલવી અને તેમની બેગમ આવ્યા. મસ્તીથી હલવો ખાધો. ચાલતા થયા.
હાસમ પાછળથી ગયો.
નજર નીચે — મૌલવીની બેગમની ચોલી ના પટ્ટામાં કંઈક ખાખડતું સંભળાયું .
"મૌલવી સાહેબ!" હાસમે મૌલાવીની બેગમ સામે જોઈ અવાજ આપ્યો. "હલવો તો અહીં ખાધો… શું હવે કટોરી પણ ઘેર જઈ ખાશો ?"
મૌલવી સાહેબ થરથરી ગયા. હાસમે બેગમના પટ્ટામાંથી ચાંદીની કટોરી કાઢી બતાવી.
દરબારમાં હાસ્ય અને મૌલાવી અને બેગમના હૃદયમાં તાબ્બુજનો ધબકાર પડ્યો.
રાજાએ મૌલાવીને માફ કરી દીધો, અને
રાજાએ કહ્યું —
"હાસમ, તું તો ખરેખર જિંદગીના હલવા જેવો મીઠો. પણ ક્યારેક જીભ દઝાડી જય એવો ગરમા ગરમ પણ છું !"
હાસમ હળવાશી બોલ્યો —
"હુઝૂર, મીઠું જ્યારે વધારે થાય ત્યારે ભલભલા. મેવા પણ બગડે, અને માણસ પણ!"
આ રીતે બગદાદના મહેલમાંથી ચાંદીની કટોરીઓ ગુમ થવાનો કકળાટ દૂર થયો .
હાસમેં ફરીથી પોતાના
માથાની પાઘડી સીધી કરી અને નવું ગીત ગાતો ગયો —
"હલવાની હવામાં, લાલચને હલાવો નહિ !"
---
પાનું–૬ આવતી કાલે લખશું .
શું આ પાંચમું પાનું કેવું રહ્યું , તે જણાવજો ખરું ને? .
