Dineshbhai Chauhan "શિવમ"

Children Stories Inspirational Children

4.2  

Dineshbhai Chauhan "શિવમ"

Children Stories Inspirational Children

કરશો તેવું પામશો

કરશો તેવું પામશો

3 mins
417


પ્રાચીન સમયની વાત છે. ઋષિમુનિઓ જોડે શિક્ષણ લેવા માટે બાળકો તેમના આશ્રમમાં રહેતા હતાં. આ ઋષિમુનિઓ જોડે રાજાના બાળકોથી લઈને સામાન્ય માણસોના બાળકો પણ ભણવા માટે આવતા હતાં. તેમને આશ્રમમાં સારું શિક્ષણ આપવામાં આવતું હતું. આજે આશ્રમમાં બાળકોનો છેલ્લો દિવસ હતો. તેથી બધા જ બાળકો બહુ ખુશ હતાં. કારણ કે તેમને તેમના માતા-પિતા જોડે જવા મળવાનું હતું.

             ઋષિમુનિએ જતા પહેલા બધા જ બાળકોને પોતાની જોડે બોલાવ્યા અને તેમને એક વાત કરી અને કહ્યું કે આજે હું તમારા વચ્ચે એક દોડનું આયોજન કરવા જઈ રહ્યો છું. શું તમે તેમાં ભાગ લેવા તૈયાર છો ? બધા જ બાળકો ખુશ થઈ ગયા.

           ઋષિમુનીએ કહ્યું કે આ દોડનું નામ "વિઘ્નદોડ" છે. જેમાં તમારે અલગ અલગ પ્રકારના વિધ્નો આવશે. જેમાં ક્યારેક કૂદવું પડશે, ક્યારેક પાણીમાંથી જવું પણ પડશે, તો ક્યારેક પથ્થરો પણ આવશે, તો ક્યારેક કાદવ કીચડ પણ આવશે અને છેલ્લે અંધકારમય સુરંગમાંથી પસાર થવું પડશે.

            બધા જ બાળકો વિઘ્ન દોડ દોડવા માટે તૈયાર હતાં. દોડની શરૂઆત થઈ ગઈ હતી. બધા જ બાળકો એક પછી એક વિઘ્નો પસાર કરતા કરતા છેલ્લે આવેલ સુરંગ સુધી પહોંચી ગયા. હવે જેવા જ બાળકો સુરંગ જોડે ગયા. બધા બાળકોનો વ્યવહાર ધીરે ધીરે બદલાવવા લાગ્યો. દરેક પોતાની જાતને એક બીજાથી આગળ જવા માટે એકબીજાને ધક્કા મારવા લાગ્યા. સુરંગમાં અંધકારમય વાતાવરણ હતું. તેમાં પાણી પણ હતું. ક્યાંક તો અણીદાર પથ્થરો પણ પડ્યા હતાં જેનાથી પગમાં લોહી પણ આવી શકે તેમ હતું.

             હવે ધીરે-ધીરે તમામ બાળકોએ વિઘ્નદોડ પૂરી કરીને પોતાના આશ્રમમાં પહોંચી ગયા. એમાં કેટલાક બાળકો ખૂબ જ ઝડપથી આવી ગયા. તો કેટલાક બાળકોને આવવામાં વધુ સમય લાગ્યો. આવું કેમ થયું ? તે જાણવા માટે ઋષિમુનિએ એક બાળક ને બોલાવીને પૂછ્યું. ત્યારે તે બાળકે જવાબ આપ્યો કે ગુરુજી અહીંથી જેવી જ દોડ શરુ થઈ. ત્યારે બધાં જ બાળકો સાથે દોડતા હતાં પણ જેવા જ બાળકો સુરંગ જોડે ગયા. તો બધા જ બાળકો આગળ નીકળવા માટે એકબીજાને ધક્કામુક્કી કરીને આગળ નીકળવા માટે પ્રયત્ન કરતા હતાં. તો કોઈક એકબીજાને મદદરૂપ બનીને આગળ જતા હતાં. તો કોઈ સુરંગમાં અણીદાર પથ્થર બીજાને વાગી ન જાય. તે માટે પોતાના ખિસ્સામાં તે પથ્થર ભરતા હતાં. આ સાંભળીને ગુરુજીએ બહુ ખુશ થઈ ગયા. તેમણે કહ્યું કે આ તો સારું કહેવાય. તો જે પણ બાળકોએ સુરંગમાંથી પથ્થર પોતાના ખિસ્સામાં મૂક્યો છે. તે બાળકો મારી સામે આવીને લાઈનમાં ઊભા રહે અને મને તેમના પથ્થર બતાવે. બાળકો સામે આવીને લાઈનમાં ઊભા રહી ગયા. જેવા જ બાળકો પોતાના ખિસ્સામાંથી પથ્થર બહાર કાઢ્યા કે તે ચકિત થઈ ગયા. કારણ કે સુરંગમાંથી જે પથ્થર મળ્યા હતાં તે પથ્થર ન હતાં પરંતુ ચમકતા અમૂલ્ય હીરા હતાં.

            બધા ગુરુજી સામે જોઈ રહ્યા હતાં. ત્યારે ગુરુજીએ કહ્યું મે જ આ રસ્તામાં કે સુરંગમાં હીરા નાખ્યા હતાં કારણ કે જે બીજાને મદદની ભાવનાથી જુએ છે અને મદદ કરે છે. તેમને ચોક્કસ સફળતા મળે છે. તેમને આશ્રમ તરફથી અમુલ્ય હીરા રૂપી ભેટ આપવામાં આવશે.

          આમ, આપણે પણ આપણા જીવનમાં આ ભાગદોડ ભરી જિંદગીમાં આપણે પણ બીજાને મદદરૂપ બનીએ તો અવશ્ય સારું થતું હોય છે બીજાની મદદની ભાવના હોય તો આપણાં જીવનમાં સારું જ થાય છે.


Rate this content
Log in