Dineshbhai Chauhan

Children Stories Inspirational Children

4.4  

Dineshbhai Chauhan

Children Stories Inspirational Children

હકારાત્મક વિચાર

હકારાત્મક વિચાર

3 mins
153


         કોઈ એક સુંદર મજાનું ગામ હતું. તેમાં બે ખેડૂત રહેતા હતા. તેઓ એકબીજાની નજીક રહેતા હતા. જમીન પણ બંનેની સરખી હતી. પરિસ્થિતિ પણ બંનેની સરખી હતી. અને સંજોગોવશાત બંનેનું મરણ પણ સાથે જ થયું હતું.

         હવે મરણ બાદ યમરાજ બંને ખેડૂતોને ભગવાન પાસે લઈ ગયા. ત્યાં બંનેને ભગવાન તેમના વીતેલા જીવન વિશે કેટલાક પ્રશ્નો પૂછવા માગતા હતા. કે તેમના જીવનમાં કેવી અને કઈ કઈ મુશ્કેલી આવી હતી.

        ત્યારે પહેલા ખેડૂતને ભગવાનને મળવા માટે બોલાવ્યો. ભગવાને ખેડૂતને પ્રશ્ન કર્યો, કે મેં તને જે જીવન આપ્યું. તે કેવું હતું ? તેમાં તને શું ઓછું લાગતું હતું ? તેમાં તને શું તકલીફ પડી ? અને કદાચ હું તને ફરીથી જો મનુષ્ય અવતાર આપું. તો શું બનવા માંગીશ ? અથવા તો તને શું બનાવીને મોકલું ?

        ખેડૂતે તો એકદમ ગુસ્સામાં આવીને ભગવાનના આગળ પોતાના દુઃખના ડુંગરની વાતો કરવા લાગ્યો. તમે મને જે જીવન આપ્યું. તે એકદમ ખરાબ હતું. તકલીફોથી ભરપૂર હતું. આખું જીવન હું મહેનત કરતો રહ્યો અને હું માત્ર મારા પરિવાર ખાય તેટલું જ કમાતો હતો. હું કોઈ જગ્યાએ ફરવા ન જઈ શક્યો. ના મારી પત્નીને ફરવા લઈ ગયો. ના તો મારા પોતાના માટે કોઈ સુખ સામગ્રી ખરીદી શક્યો. માટે હે ભગવાન મારું જીવન ખૂબ જ બેકાર હતું.

        થોડા સમય આ વાત સાંભળીને ભગવાન શાંત રહ્યા. ત્યારબાદ ભગવાને તેને પૂછ્યું, તો તારે આગળના જન્મમાં શું બનાવવાની ઇચ્છા છે. તો ખેડૂતે ખુશ થઈને કહ્યું કે ભગવાન " મને એવું જીવન આપો કે કોઈ મારા જોડે કંઈ માગી નહીં અને બધી દિશાઓમાંથી ધન પૈસા આવ્યા જ કરે."

       ભગવાને કહ્યું "તથાસ્તુ, તો તારી ઈચ્છા પૂર્ણ થાય"

        ત્યારબાદ ભગવાન બીજા ખેડૂતને તે જ પ્રશ્નો પૂછે છે. જે પહેલા ખેડૂતે પૂછ્યા હતા. ત્યારે બીજા ખેડૂતે બે હાથ જોડીને ભગવાનને ધન્યવાદ માન્યા. અને કહ્યું કેમ તમે મને ખૂબ જ સુંદર જીવન આપ્યું. મને કોઇ તકલીફ ન હોતી. તમે મને હસતો રમતો પરિવાર આપ્યો. તંદુરસ્તી આપી. તમે મને જમીન આપી. જેમાં હું મહેનત કરીને કમાતો હતો. પણ ભગવાન મારા જીવનમાં એક તકલીફ હતી.

         ભગવાનને પૂછ્યું શું તકલીફ હતી તારા જીવનમાં ? ખેડૂતે કહ્યું "ભગવાન મારા ઘરના દરવાજા પર જ્યારે કોઈ વ્યક્તિ રોટલો માગવા આવતું હતું. ત્યારે મારા જોડે ન હોવાથી હું તેને રોટલો આપી શકતો ન હતો.અને આ દુઃખ મારા જીવનમાં ખૂબ જ દુઃખદાયક હતું."

         ત્યારે ભગવાને કહ્યું, તારી ઈચ્છા શું છે કે આગળ જીવનમાં તું શું બનવા માંગીશ ? તને શું બનાવીને મોકલું ? ખેડૂતે કહ્યું કે ભગવાન જીવન જે પણ આપો. પણ મારા ઘરે જે પણ આવે તે નિરાશ થઈને પાછો ન જાય આટલું વરદાન મને આપો.

      ભગવાને કહ્યું કે "તથાસ્તુ, તારી ઈચ્છા પૂર્ણ થાઓ."

       બંનેનો બીજો જન્મ થયો. બંને એક જ ગામમાં જન્મ થયો. ધીમે ધીમે બંને મોટા થવા લાગ્યા. ત્યારબાદ જે પ્રથમ ખેડૂત હતો. કે જેને ભગવાન પાસે ધનની માગણી કરી હતી. તે તે જ ગામમાં એક મોટો "ભિખારી" બની ગયો. અને બીજો ખેડૂત જેને માંગ્યું હતું કે મારા ઘરના દરવાજાથી કોઈ નિરાશ ન જાય તે વ્યક્તિ તે ગામમાં સૌથી "પૈસાદાર" વ્યક્તિ બન્યો.

       જીવન એક સરખું હોઈ શકે છે. તકલીફ એક સરખી હોઇ શકે છે. પણ તેમાં ખુશ કેવી રીતે રહેવું તે તમારા પર નિર્ભર કરે છે. દરેક પરિસ્થિતિમાં બે રસ્તા હોય છે હકારાત્મક અને નકારાત્મક. તમે કયો રસ્તો પસંદ કરો છો. તે તમારા પર આધાર રાખે છે.


Rate this content
Log in