Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

એસિડ આઈઝ

એસિડ આઈઝ

16 mins
14.8K


અમેરિકાની પ્રસિદ્ધ હોસ્પિટલના આઈ સી યુ વિભાગની બહાર હું બેઠો છું. મારી પડખે મારો છ વર્ષ નો દીકરો ડેની ઉર્ફે ધનંજય ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે. આઈ સી યુની અંદર મારી પત્નીનું શબ પડ્યું છે. શું કરું હું? શું કહું એને ? કઈ રીતે સાંત્વના આપું એ નાના હૃદયને? એ નાની આંખોના અશ્રુ કઈ રીતે રોકું ? મારા જીગરના ટુકડાને કઈ રીતે સમજાઉં કે હવે એની મા ક્યારેય પરત ના થશે? હવે આ પરિવાર ક્યારેય સંપૂર્ણ ન થશે !! કશુંનજ સૂઝતું નથી? હવે શું થશે ? વર્તમાન ની આ ચોટથી ભવિષ્ય પર કેવી ઇજા થશે? મારા ડેનીનું શું થશે  ? આંખોની અંદર અંધકાર છવાયું છે, ગાઢ. તદ્દન ગાઢ.. સફેદ પ્રકાશથી છલોછલ ! આવું જ અંધકાર કાલે રાત્રે પણ હું અનુભવી રહ્યો હતો. જયારે અચાનક મારી આંખો ઉઘડી, પણ આખો ઉઘડવાથી સામે દેખાતું  અંધકાર વધુ ગાઢ ભાસતું ગયું.

એ અંધકારની વચ્ચે એક સફેદ પ્રકાશની કિરણ મારી આંખોને વીંધી રહી. એ કિરણનો પ્રકાશ એટલો તેજ હતો કે એને જીરવવા કરતા મારી આંખોને વધુ જડતાથી હું બંધ કરી રહ્યો. મારુ ગળું સુકાઈને છોલાઈ રહ્યું હોય એવી અસહ્ય વેદના આપી રહ્યું હતું. પણ પ્યાસ હું જરાયે અનુભવી રહ્યો ન હતો. શરીર ખૂબજ નિર્બળ, અશક્ત ભાસી રહ્યું હતું, પણ એ જમવાનું માંગી રહ્યું ન હતું.  કોઈ નશીલો પદાર્થ શું મારી રગોમાં વહેતો કરાયો હતો? બધું જ એક ખુલ્લી આંખે દેખાતા કોઈ ભયાનક સ્વ્પ્ન સમાન અનુભવાય રહ્યું હતું. આ પરિસ્તિથી શ્વાસોને ગૂંગળાવી રહી હતી. મારુ શરીર અર્ધ  મૃત થઇ  પડ્યું હતું. આવી પીડા આવી વેદના કદી જીવનમાં અનુભવી ન હતી. હું ક્યાં હતો? ત્યાં શું કરી રહ્યો હતો? મારા હાથોને સ્પર્શની ઇન્દ્રિયોનો સંદેશ જ મળી રહ્યો ન હતો. હાથ અને પગ તદ્દન નિષ્ક્રિય પડ્યા હતા, એમના સ્પર્શમાં જાણે જીવન જ ન હતું.

"હેલ્પ ....હેલ્પ...."

મારા શબ્દો એ ભયાવહ અંધકાર માંજ ઓગળી રહ્યા હતા. મારા કાનમાં જાણે તેજ આંધી સમાન પવનનો પડઘો પડી રહ્યો હતો.

 સહ્હ્હહ્હ્હ સહ્હ્હહ્હ્હહહ સહ્હ્હહહહહહ .....

એ પડઘામાં મારા પોતાનાજ શબ્દો હું સાંભળી શકતો ન હતો. છતાં ભેગી કરેલી બધી જ ઉર્જા વાપરી હું ચિખતો રહ્યો..

" હેલ્પ ...સમબડી. ..પ્લીઝ હેલ્પ..."

" કેન યુ હીઅર મી?????"

" ટેક મી આઉટ...."

" હેલો.....એની વન ધેર......??"

 

પણ કોઈ પ્રતિઉત્તર નહિ. હું ક્યારે અહીં આવ્યો? કેટલા દિવસોથી અહીં છું ? ડેની? જેની ???? ઓહ માય ગોડ!! મારા પરિવારની શું હાલત હશે? જેની ક્યાં છે?? એને કઈ થયું તો ન હોય?? જેની તો મારી સાથે  જ હતી. લેટ નાઈટ મુવી જોઈ મારી જોડે એ કારમાંજ તો હતી. કારનું એ દ્રશ્ય મારી આંખો આગળ જીવંત થયું.

" ઈટ વાસ એ લવલી મૂવી સાર્થ ....."

" રિયલી ? " હું વ્યંગ માં હસ્યો. મને સાઇન્સ ફિક્શન જરાયે ન ગમતું. મને તો રોમેન્ટિક અને કોમેડી ગમે. પણ મારી પત્ની જેની રોમેન્ટિક ફિલ્મો જોતા સિનેમામાં જ ઊંઘી જાય. એટલે એને ખુશ કરવા આજે એને ગમતી સાઇન્સ ફિક્શન ફિલ્મની ટિકિટ લઇ આવ્યો હતો. એ વાત જુદી હતી કે આજે સિનેમામાં ઊંઘવાનો વારો મારો હતો . " યા આઈ હર્ડ યું સ્નોરિંગ ....." મારી તરફ તીરછી આંખોના બાણ છોડતા એ બોલી અને બંને ખડખડાટ હસી પડ્યા.

" લવ યું સાર્થ " જેનીની આંખોમાં નો પ્રેમ અને સન્માન જોતા મારા હૃદયમાં એના પ્રત્યેનો પ્રેમ વધુ વેગે ધબકવા લાગ્યો.

" લવ યુ ટુ સ્વિટહાર્ટ " અચાનકજ ગાડી એક ઝટકા સાથે બંધ થઇ પડી. અર્ધી રાત્રે સુમસાન હાઇવે ઉપર હું ગાડી માંથી બહાર નીકળ્યો. અમારો એક નો એક દીકરો ડેની ઘરે બેબી સિટર સાથે હતો. બેબીસિટર પણ થોડા જ સમયમાં નીકળી જશે . આ અમેરિકા હતું, ભારત નહિ. અહીં લાગણીઓ પર નહિ જીવન સિક્કાઓ અને સમયની અણી ઉપર જ ભાગતું હોય ! ઉતાવળા શરીરે ગાડીની આગળ તરફ જઈ એનું એન્જીન ચકાસવા હું નમ્યો કે જેનીની ચીખ સંભળાઈ :

"સાર્થ.... ટર્ન અરાઉન્ડ......"

હું પાછળ તરફ ફરવાનો પ્રયાસ કરું એ પહેલાં જ કશુંક ભારે હથિયાર મારા માથા સાથે ઠોકાયું ....મારા કાનમાં તેજ  આંધી સમાન અવાજ ગૂંજવા લાગ્યો.

સહ્હ્હહહહહ .......સહ્હ્હહ્હ્હહહ .......સહ્હ્હહ્હ્હહહ .........

મારું શરીર લથડિયાં ખાતું પાછળ ફર્યું. આંખોની આગળ ગાઢ, તદ્દન ગાઢ અંધકાર છવાયું ને એક પ્રકાશની સફેદ કિરણ એ અંધકારને ભેદતી આંખોને વીંધી રહી. એ પછી શું થયું એ કશું જ યાદ આવી રહ્યું ન હતું. જેની ? એની સાથે શું થયું હશે ? ડેની ? એ ક્યાં હશે ? અમારી રાહ જોતો હશે ?

વિચારોથી માથું ફાટી રહ્યું હતું. અંધકારના સ્તરોમાં જાણે દલ દલ જેમ હું ઊંડો ઊતરી રહ્યો હતો.  ઓહ ! તો  શું  કોઈએ મને કિડનેપ કરી લીધો ? મારુ અપહરણ થઇ ગયું ? પણ હું ક્યાં હતો ? '  ગમે તેમ કરી ત્યાંથી બહાર નીકળવાનું હતું. એ અંધકારને હરાવવાનું  હતું . જેનીને મારી જરૂર હતી. ડેની અમારી રાહ જોઈ રહ્યો હતો. પણ કઈ રીતે ? મારુ અપહરણ કોણ કરી શકે? આંખોના ઉપર ચઢેલા અંધકારના આવરણો ઉપર યાદોની જ્યોત સળગી. એક એક દ્રશ્ય સ્પષ્ટ ઉપસી આવ્યું.

હું, સાર્થ, સાર્થ મહેતા, દિલ્હીના ધનિષ્ઠ બિઝનેસમેન અનંત મહેતાનો એકનો એક સુપુત્ર. ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાની સૌથી જાણીતી અને પ્રાચીન યુનિવર્સીટીમાં દાખલો મેળવ્યો. પણ મારા માટે અમેરિકા આવવું ફક્ત એમ બી એ ની ડિગ્રી મેળવવાનો માર્ગ જ નહીં  જેલ સમા જીવનથી છૂટકારો મેળવવાનો રસ્તો પણ મોકળો કરી ગયો. બાળપણથી યુવાની સુધી મારુ જીવન હિટલર પિતા એ પૂર્વનિર્ધારિત કરી રાખેલા સોપાનો સર કરવા સિવાય કંઈજ ન હતું. કેમ ઉઠવું, કેમ બેસવું, કેટલું હસવું, ક્યારે રડવું, શું ભણવું, શું વાંચવું, ક્યા મિત્રો બનાવવા બધું જ એક મેન્યુ જેમ તૈયાર કરી રખાયું હતું. મિત્ર વિહીન, વાત્સલ્ય વિહીન, એક યાંત્રિક માનવી જેવો મારા જીવનનો સફર રહ્યો હતો. જો બાળપણમાં જ માને ન ગુમાવી દીધી હોત તો આજે આ વિશાળ વિશ્વમાં મારી એક મિત્ર તો હોત ! પિતાના નિયમોની યાદી અનુસરતો હું તદ્દન નીરસ, અંતર્મુખી ને એકાંત વ્યક્તિત્વમાં ઢળી ચુક્યો હતો.

મારા આ સૂના, નીરસ જીવનમાં જેની ખુશીઓનીને મિત્રતાની ભેટ લઇ પ્રવેશી. યુનિવર્સીટીના કેમ્પસની કેન્ટીનમાં વેઇટ્રેસ તરીકે કામ કરતી જેની મારા અંતર્મુખી જગતની વસ્તી બની આવી મળી. આચાર્યની પરવાનગીથી જેનીને વાંચનાલયની સદસ્યતા મળી હતી. વાંચન એના માટે એક અન્ય વિશ્વમાં ચૂપચાપથી સરી જવાની અંગત બારી હતી અને  કદાચ મારા માટે પણ ! પુસ્તકોની અદલાબદલીથી લઇ વિચારોની અદલાબદલી સુધી અમારી મિત્રતા વધુ ને વધુ ઘનિષ્ઠ બનતી ગઈ. અમારા બંને ના જીવનની શૂન્યતામાં ઘણી સામ્યતા હતી. જેની બાળપણથી અનાથ હતી. મોટાભાઈ જેક સિવાય આ  દુનિયામાં એનું કોઈ પોતીકું ન હતું. ગરીબીની લહેરોમાં  ગોથા ખાતી  જીવનની મુશ્કેલીઓ સાથે ઝઝૂમતી છતાં ચ્હેરા પર હંમેશા મીઠું મધુર હાસ્ય ટકાવી રાખતી એ નીડર જીવ ના સાનિંધ્યમાં મારા ભીતરની નિષ્ક્રિય સમર્પિતતાની ભાવનાઓ જાણે અનન્ય આત્મવિશ્વાસમાં બદલવા માંડી. જીવનની સમસ્યાઓ સામે સહેલાઇથી હથિયાર નાખી દેવાની મારી નકારાત્મક ટેવ જાણે પાછળ છૂટતી ચાલી. હૃદય ક્રાંતિકારી વિચારોમાં રંગાઈ રહ્યું. મગજ તર્ક નું ગણિત માંડી બેઠું. મારા જીવનના નિર્ણયો શું હું જાતે ન લઇ શકું ? મારી ઈચ્છાઓ ને સવ્પ્નો ને હું જીવી ન શકું ? ભારત પરત થઇ શું કરીશ ? પિતાનો બિઝનેસ સંભાળીશ ? એજ બિઝનેસ જેના માટે મારા હૃદયમાં ફક્ત ઘૃણા અને ધૃણાજ ભરી હતી. એજ બિઝનેસ જેણે મારી પાસેથી પિતાનો સમય, પિતાનું વ્હાલ, પિતાનો કાળજી ભર્યો સાથ છીનવી લઇ મારા  બાળપણને એકલતામાં ધકેલી દીધું હતું. એક મા વિનાના બાળક માટે પિતાનો પ્રેમ અને સાથ ખૂબજ મહત્વ ધરાવે, એ વાત એક ટોચના બિઝનેસમેનનું વ્યસ્ત હૃદય ક્યાંથી સમજી શકે ? ફક્ત મોંઘા રમકડાંઓ, મોંઘી ગાડીઓ, મોંઘી ભેટોની લાંચ સિવાય મારા બાળપણ ને મળ્યુંજ શું હતું ? પણ હવે હું એક માસુમ, લાચાર,  નિર્દોષ  બાળક ન હતો. એક પુખ્ત યુવાન હતો જે પોતાના જીવન ને પોતાની ઈચ્છા અનુરૂપ આકાર આપવા સંપૂર્ણ સજ્જ હતો. જેનીનો સાથ મારા અંતરના ખાલીપાને સુંદરતાથી ભરી રહ્યો હતો. અંતરના તાર એના પ્રત્યેના માન, સન્માન, લાગણીથી ઝળહળી ઉઠ્યા હતા. હા, જેની મારા જીવનનો એકમાત્ર પ્રેમ બની ચુકી હતી. એનો એ સાથ એક જીવનસાથી બની હું હમેશ માટે મેળવી લેવા ઈચ્છતો હતો. જેનીની મારા પ્રત્યેની લાગણીઓ પણ એટલીજ સબળ હતી. પણ  આ પ્રેમને સંબંધ જેકની આંખોમાં કાંચ સમો ખૂંચવા  લાગ્યો. જેનીના માતા પિતાના અવસાન પછી જેકે જ એની માતા પિતાની જવાબદારીઓ નિભાવી હતી. જેનીને એણે એક દીકરી જેમ ઉછેરી હતી. બહેન પ્રત્યેનો એનો પ્રેમ માલિકીભાવની હદો વટાવી ચૂક્યો હતો. જેનીના જીવનના દરેક નિર્ણયો ફક્ત જેકના હાથમાં જ હતા. વળી  આ  તો જેનીના જીવનનો,એના ભવિષ્યનો સૌથી મહત્વનો નિર્ણય હતો. એક ભારતીય યુવક ને જેનીનો જીવનસાથી બનવા દેવાની પરવાનગી એ કોઈ પણ સંજોગોમાં ન જ આપે! એણે જેનીની નોકરી છોડાવી દીધી.

ઘણા દિવસો જેની વિનાજ પસાર થયા અને એ દિવસોમાં હું સારી પેઠે સમજી ગયો કે જેની મારા જીવનનો અનન્ય હિસ્સો બની ચૂકી હતી. જેની જ હતી જેને ઈશ્વરે મારા અર્થે સરજી હતી અને હું જેની માટેજ આ વિશ્વમાં આવ્યો હતો. આખરે પ્રેમની શક્તિ સબળ થઇ. અમે બંનેએ ભાગી ને લગ્ન કરી લીધા. પહેલા ચર્ચમાં અને પછી મંદિરમાં કે જેથી બંને ના ઈશ્વરો ના આશિર્વાદ અમારું નવું જીવન ખુશીઓથી સભર થાય. ખુશીઓ તો આવી, અનંત આવી, પણ સાથે કેટલાક હૃદયો પણ તોડી આવી. જેકે જેની સાથે નો સંબંધજ તોડી નાખ્યો. લગ્ન પછી એણે પોતાની બહેનને પોતાના જીવનમાંથી હંમેશ માટે બાકાત કરી નાખી. તો બીજી તરફ મારા હિટલર પિતાએ મને પોતાના બિઝનેસ, વારસા, હૃદય અને જીવનમાંથી કચરા જેમ ઉંચકીને બહાર ઠલવી દીધો. એક નવો સંબંધ રચાયો ને બે જૂના સંબંધો એ દમ તોડ્યો. હવે મારા અને જેની માટે આ વિશાળ જગતમાં કોઈ સંબંધ જીવિત ન હતા. અમેજ એકબીજાના સંબંધી, અમેજ એકબીજાના મિત્રો, અમેજ પ્રેમી - પ્રેમિકા ને અમેજ એકબીજાનું કુટુંબ !

જેનીને શહેરની 'સેન્ટર લાઇબ્રેરી ' માં નોકરી મળી ગઈ. એનો વાંચન પ્રત્યેનો પ્રેમ હકારાત્મક સ્વરૂપે એના જીવનમાં પરત થયો. મારુ એમ.બી.એ . પૂરું થતાંજ એક મોટા બિઝનેસ ફર્મમાં ઊંચી આવક પૂરી પાડતી ગુણવત્તાયુક્ત નોકરી મને મળી. જેની સાથે લગ્ન કરવાથી મને  નાગરિકતા પણ હાથ લાગી. એક સ્વપ્ન સમું જીવન ધીરે ધીરે હકીકતમાં પરિણમતું ગયું. ભાડેનું મકાન છોડી જેની માટે એક મહેલ સમાન સુંદર મોટું મકાન ખરીદ્યું. મારા જીવનની રાણીને એક નાની ભેટ એના રાજા તરફથી. અમારા શાહી જીવનને વધુ આલીશાન બનાવવા ડેની ઉર્ફે ધનંજય, અમારો નાનકડો રાજકુંવર, મારા કાળજાનો કટકો, અમારી આંખોનો સિતારો અમારી દુનિયામાં પ્રવેશ્યો. ડેની જોડે જાણે મારુ બાળપણ પરત આવી પહોંચ્યું. મારા બાળપણે ગુમાવેલી દરેક માસુમ ક્ષણો હું ડેની જોડે માણવા માંડ્યો. ડેનીની સાર સંભાળ લેવા માંજ હું મહત્તમ સમય વિતાવતો. કદાચ અંતરના કોઈ ખૂણામાં સાબિત કરવું હતું કે એક આદર્શ પિતા કોને કહેવાય ? એક બાળકને એના હક કઈ રીતે અપાય ? એક બાળકને ગુણવત્તાયુક્ત સમય, વ્હાલ ભર્યો સાથ અને સ્નેહભર્યો સહવાસ પૂરા પાડવા એક પિતાની નૈતિક ફરજ હોય! ડેની ને હું એ બધુજ આપી રહ્યો જે મારા બાળપણે ગુમાવ્યું હતું. એક તરફ ડેની મારા જીવન નું સર્વસ્વ બની રહ્યો હતો તો બીજી તરફ ડેની માટે પણ હું ફક્ત એનો એક પિતા જ ન બની રહેતા એનો શ્રેષ્ઠ મિત્ર બની રહ્યો હતો. ડેની મને ' સુપર ડેડ ' કહેતો ત્યારે જીવનભરની ખુશીઓ એજ એક ક્ષણમાં જાણે ઉતરી આવતી. મારી જોડેજ  જમવું, મારી જોડે જ ઊંઘવું, વાર્તા પણ મારી પાસેજ સાંભળવું, ફૂટબોલનું મેદાન હોય કે સ્વિમિંગ પુલ, જ્યાં હું ત્યાં મારો ડેની. રવિવારે જયારે જેની થાકી ને ઊંઘતી હોઈ  ત્યારે હું અને ડેની કાર લઇ લોન્ગ ડરાઇવ પર નીકળી જતા.

ડેનીના જન્મ પછી જેની સાથે અંગત સમય વિતાવવો  લગભગ નહિવત બની ચુક્યો હતો. કોઈ પણ લગ્નસંબંધને તંદુરસ્ત રાખવા એકાંત ના થોડા કલાકો ખુબજ અગત્યના હોય છે. વિશેષ કરી બાળકના આવ્યા પછી તો પતિ પત્ની માટે એ એકાંત સમય સંબંધની ઉષ્મા જાળવી રાખવા અનિવાર્ય બની રહે છે. તેથી મહિનામાં બે દિવસ અમે ડેનીને બેબીસિટર પાસે મૂકી ડેટ પર નીકળી જતા. પણ ફક્ત થોડા કલાકો માટે જ. બેબી સિટર આના ડેની જોડે સારી રીતે હળી ભળી ચૂકી હતી. ડેની પણ આના જોડે ખૂબજ ખુશ રહેતો. ડેનીની પસંદગી, નાપસંદગી, ગમો, અણગમો, એના દરેક મિજાજને આના તદ્દન કૌશલ્યપૂર્વક સંભાળી લેતી. પણ ક્યારેક આનાનો ડ્રગ એડિક્ટ પતિ એને પજવવા પાછળ પાછળ ઘર સુધી આવી ચઢતો. એક દિવસ આવી જ રીતે ઘરમાં એને જોતાં જ મારો પારો ચઢ્યો હતો. આવા ડ્રગ એડિક્ટની હાજરીની ડેનીની કુમળી માનસિકતા પર કેવો પ્રભાવ પડી શકે એ વિચારે હું આનાને છોડી અન્ય બેબીસિટરની નિમણુંક કરવાનું વિચારી જ રહ્યો હતો કે આનાએ પોતાના છૂટાછેડાના સમાચાર આપ્યા. એટલું જ નહીં પોતાના પતિ વિરુદ્ધ  પોલીસ ફરિયાદ નોંધાવી દીધાની ખાતરી પણ આપી. આખરે આના જેવી શાંત, સરળ, અનુભવી બેબીસિટર મળવું સહેલું ક્યાં હતું? અને નવી આવનારી બેબીસિટર ડેની જોડે આનાની જેમ હળીભળી ન શકી તો? તેથી આનાનેજ ડેની ની જવાબદારી સોંપવાનું મને યોગ્ય લાગ્યું. મારો કાળજાનો કટકો સુરક્ષિત હાથોમાં જ હોવો જોઈએ ! એ સાંજે પણ ડેની આનાની સાથે જ ઘરે હતો.

પણ હવે એ ક્યાં હશે ? કઈ પરિસ્થતિમાં હશે ? જેની સુરક્ષિત ઘરે પહોંચી હશે ? મારુ અપહરણ કોણે કર્યું હશે ? હાઇવે પર લૂંટમાર મચાવતી કોઈ ગેંગ? મારુ સ્વતંત્ર જીવન ને મુક્ત નિર્ણયો પચાવી ન શકનાર મારા હિટલર પિતા ? બહેનની પસંદગી સહી ન શકનાર જેની નો ભાઈ જેક? કે પછી આનાનો ડ્રગ એડિક્ટ પતિ ?

વિચારોના ભાર અને માનસિક તણાવથી મારી અંધ દ્રષ્ટિ વધુ પીડા આપી રહી. અંધકારથી અંજાઈ ને પ્રવેશી રહેલી એ સફેદ કિરણોથી આંખો ભઠ્ઠી જેમ સળગી રહી.

અચાનક મારા કાનમાં ગુંજી રહેલ તેજ આંધી જેવા એ વિચિત્ર પડઘા વચ્ચેથી બે પુરુષોના અવાજ હું સાંભળી રહ્યો :

" હીઅર .......ઇગઝેક્ટલી ..........ફ્રોમ લાસ્ટ ટુ વિકઝ ........સમ સ્ટ્રેન્જ સાઉન્ડ્સ આર કમિંગ આઉટ !!"

ટુ વિકઝ? બે અઠવાડિયા થી હું એ સ્થળે કેદ હતો ? મારી શારીરિક વેદનાઓ બે અઠવાડિયાના સંઘર્ષને આધીન હતી ?

" ડોન્ટ વરી  માઇ ચાઈલ્ડ. એવરીથીંગ વિલ બી ઓલરાઇટ !"

એક વૃદ્ધ પરિપક્વ અવાજ સાથે પાણી ના કેટલાક છાંટા મારા શરીર ને અડ્યા. એ સ્પર્શ થીજ મારુ શરીર રોમેરોમ ભડકી ઉઠ્યું. હું અસહ્ય અવાજે ચિખતો ગયો. મારા શરીર પર એસિડ છાંટવામાં આવ્યું હતું ? એ અનન્ય પીડા અને વેદનાથી મારી જાગૃતતા જતી રહી. જયારે આંખો ઉઘડી ત્યારે એક અદ્રશ્ય હાથ જાણે મારી આંખો પર ચઢેલા આવરણો હટાવી રહ્યો હોય એ રીતે આછો આછો પ્રકાશ આંખોમાં પરત થઇ રહ્યો હતો. થોડીજ ક્ષણોમાં આંખો આગળ એક સ્વચ્છ દ્રશ્ય હું જોઈ શક્યો. અંધકારથી છલોછલ એ સ્થળ ઉપરથી દૂર દૂર કોઈ  રહેઠાણ વિસ્તાર દેખાઈ રહ્યું હતું. ચર્ચના ઘંટ હવામાં પડઘો પાડી રહ્યા હતા. મને મદદ કરનાર પેલા બે પુરુષો કશે દેખાઈ રહ્યા ન હતા. કદાચ મને હોશ આવવા પહેલા જ એઓ જતા રહ્યા હતા. ધીરે ધીરે જંગલ વિસ્તારને છોડતો પ્રકાશથી દોરાતો હું હાઇવે ઉપર આવી ઉભો રહ્યો. બે અઠવાડિયાની અંદર કઈ ઘટનાઓ ઘટી ચૂકી હશે, એના ચિત્રવિચિત્ર દાખલાઓ મન માં બેસાડતો હું લિફ્ટ મેળવવા મારા હાથ પસાર થતા દરેક વાહન આગળ હલાવી રહ્યો. દરેક વાહન મારા અસ્તિત્વની કોઈ પણ નોંધ લીધા વિનાજ પૂર ઝડપે નીકળી જતું. રાત્રીના એ અંધકારમાં એક અજાણ્યા યુવકને આમ સૂમસાન હાઇવે ઉપર કોઈ પણ મદદ કરવા તૈયાર ન હતું . આવા રસ્તા ઉપર ગાડી અટકાવવી કેટલું મોટું જોખમ સાબિત થાય એ મારાથી વધુ કોણ સમજી શકે ? અચાનક મારી નજર થોડા અંતરે અટકેલા એક ટ્રક પર પડી. મોબાઈલમાં વ્યસ્ત એ ટ્રક ચાલકની નજરથી છુપાતો હું ટ્રકની પાછળ લટકાઈ પડ્યો. થોડાજ સમયમાં ટ્રક પૂર ઝડપે શહેરની દિશા માં ભાગ્યું.

' ડેની, મારા કાળજા નો કટકો, હું આવી રહ્યો છું. જેની, માય લવ આમ કમિંગ. હવે બધું  ઠીક થઇ જશે!'

હકરાત્મક હૃદય અને સકારાત્મક અભિગમ સાથે હું આખરે શહેરમાં આવી પહોંચ્યો. એક પણ ક્ષણ વેડફ્યા વિનાજ હું દોડતો ભાગતો સીધો ઘરની બહાર આવી ઉભો રહ્યો. ઉતાવળમાં હું પરિસ્થિતિને વધુ વણસાવી ન મુકું એનું સંપૂર્ણ ધ્યાન ધરતો  શાંત ચિત્તે આગળ વધ્યો. ડેનીના ઓરડાની બારી બંધ હતીને ઓરડામાં પણ અંધકાર હતો. જેનીના ઓરડાની બારી ખુલ્લી હતી અને ત્યાંથી પ્રકાશ રસ્તા સુધી પહોંચી રહ્યો હતો. ઘરની પાછળની તરફ એક બારી અમે એવી રીતે ગોઠવી હતી કે એનો લૉક બારીની ફ્રેમની અંદર છુપાયો હતો, જે સરળતાથી કોઈ ની નજરે ન ચઢી શકે. કે જેથી તત્કાલીન પરિસ્થિતિમાં  બહારની તરફથી લૉક ઉઘાડી અંદર પ્રવેશી શકાય. આજે એ જ બારીમાંથી ઘરમાં પ્રવેશવું હિતાવહ લાગ્યું. લૉક ઉઘાડી પોતાનાજ ઘરમાં હું ચોરની પેઠે પ્રવેશ્યો. કોઈ પણ પ્રકારનો અવાજ કર્યા વિના હું ડેનીના ઓરડા માં પ્રવેશ્યો. ડેનીને પથારીમાં નિરાંતે ઊંઘતા જોઈ મારી વિહ્વળતાને અલ્પવિરામ મળ્યું ને શ્વાસો માં ફરી જીવન આવ્યું. મારા કાળજાના કટકાને ગોદમાં ભરી લેવા હું આગળ વઘ્યોજ કે જેની ના વિચારે હું અમારા શયનખંડ તરફ ભાગ્યો. જેની સુરક્ષિત હોય તો બસ બીજું જીવન મળી જાય !

શયનખંડના બારણાં એકબીજાને અડક્યા હતા. એમાંથી આછો પ્રકાશ કોરિડોર તરફ ધકેલાય રહ્યો હતો. જોશમાં આવી હોંશ ન ખોવતાં હું શાંત પગલેજ આગળ વધ્યો. એ પ્રકાશની વચ્ચેથી આછો સંવાદ  મારા કાન સુધી પહોંચી રહ્યો. એમાંથી એક અવાજ તો જેનીનો જ હતો. જીવન ફરી મળી ગયું. ડેની અને જેનીનું સુરક્ષિત હોવું કુદરતે જીતી આપેલ લોટરી સમાન જ હતું. સીધા શયનખંડ માં પ્રવેશવાની જગ્યા એ હું બારણાં પાછળથી ઓરડામાં ઝાંખી રહ્યો. પણ અંદર જે દ્રશ્ય મારી આંખોએ જોયું એ જોતાજ મારી આત્મા કંપી ઉઠી. એ દ્રશ્ય જોવા કરતા તો હું પેલા રહસ્યાત્મક અંધકારમાંજ પડી રહ્યો હોત ! જેની અને એનો ભાઈ જેક મારી પથારી પર હતા. જેનીનો ચ્હેરો જેકની ખુલ્લી છાતી ઉપર હતો. જેક પોતાની આંગળીઓથી જેનીના ચ્હેરાને પંપાળી રહ્યો હતો.

મારુ વિશ્વ  ડામાડોળ થઇ રહ્યું હતું. જેની અને જેક આ રીતે મારા શયન ખંડમાં  શું કરી રહ્યા હતા? એક ભાઈ પોતાની બહેન જોડે આવી પરિસ્થિતિમાં ? આગળ મારા થાકેલા મગજમાં વધુ પ્રશ્નો ઉભરાય એ પહેલાજ અંદર ચાલી રહેલો વાર્તાલાપ વધુ સ્પષ્ટ સંભળાવા લાગ્યો :

" આમ સ્કેર્ડ જેક ! ઇફ પુલીસ વીલ કમ ટુ નો અબાઉટ ઘી મર્ડર? ઇફ  ધે વીલ ગૅટ ઘી ડેડ બોડી?"

ડેડ બોડી? પુલીસ? જેની ને ડેની બન્ને સુરક્ષિત હતા તો હત્યા કોની થઇ હતી ? મારી તમામ મૂંઝવણોનો જાણે ઉત્તર આપતો હોય એ રીતે જેક જેનીને આશ્વાસન આપી રહ્યો :

"ડોન્ટ વરી, સ્વીટહાર્ટ! એવરીથીંગ ઇઝ અન્ડરકન્ટ્રોલ !વી હેડ એ ફૂલ પ્રુફ પ્લાન. યુ રિમેમ્બર હાઉ આઈ સ્મેશડ હિમ, કિલ્ડ હિમ એન્ડ ડિસ્ટ્રોઇડ હીઝ બ્લડી આઇઝ વિથ ધેટ એસિડ. હી ડાઇડ ઓન ઘી સ્પોટ. હીઝ રેસ્ટિંગ અન્ડર ઘી ડીપ અર્થ. ઇવન ગોડ કાન્ટ રિચ ધેર માઇ લવ !"

એ ખડખડાટ હાસ્યએ મારા અસ્તિત્વને જાણે ભસ્મ કરી નાખ્યું. હું મરી ચૂક્યો હતો !? મારુ પાર્થિવ શરીર હજી પણ જમીનના અંધારિયા ઉંડાણોમાં કશે પડ્યું હતું. હું ફક્ત એક આત્માની અનુભૂતિ હતો! મારી બધીજ પીડાઓ અને વેદનાઓ પાછળ નું મર્મ હવે સમજાઈ રહ્યું. આંખો પર ચઢેલા અંધકારના આવરણોનું રહસ્ય હવે સમજાયું. મારા શરીર પર ઊડેલું પાણી કોઈ પવિત્ર ધાર્મિક દ્રવ્ય હતું, જે મારી આત્મા ની શાંતિ માટે છાંટવામાં આવ્યું હતું  કે જે મારી આંખોને એક દિવ્ય પ્રકાશ અર્પી ગયું. મારી શાંત થયેલી આત્મા ફરી અશાંત બની રહી. બદલાની અગનમાં મારી રૂહ ભડકી ઉઠી. મારા વિનાશ પાછળ મારો જ પ્રેમ ? જેના અસ્તિત્વથી મારુ જીવન જીવન બન્યું હતું, એણે જ ક્રૂરતાથી મારા જીવનનું અસ્તિત્વ છીનવી લીધું ? એક ઘરને થોડી સંપત્તિ માટે? મને કહ્યું હોત, એકવાર કહ્યું હોત, તો બધુજ ખુશીથી આપી દીધું હોત ! એ માટે મને મારા ડેનીથી શું કરવા જૂદો કર્યો? મારા કાળજાનો કટકો! આ બધામાં એનો શું વાંક?? એક પિતાથી દૂર રહેવાની સજા એ નિર્દોષ હ્રદય ને શા માટે ?

ડેનીને એ અમાનવીય પાત્રોથી દૂર લઇ જવાના  મારા વિચારો આગળ સાંભળેલા શબ્દોથી થીજી ગયા!

" ઓહ જેક, વી ડીડ ઈટ ! સાર્થ ડીડન્ટ ઇવન રીયલાઈઝ ધેટ વી આર લવર્સ એન્ડ નોટ સિબલિંગ્સ. પુઅર હિમ, હી થોટ ડેની વોઝ હીસ સન. બટ હીઝ ઓન્લી યોર બ્લડ. અવર બ્લડ. અવર સન. "

જેનીના હાસ્યથી મારી આત્મા રોમેરોમ સળગી ઉઠી. નહિ, નહિ, નહિ, આ  શક્ય નથી! ડેની કોઈનું ગંદુ લોહી નથી. એ મારુ લોહી છે, મારો દીકરો, મારા કાળજાનો કટકો છે. ડેનીના જન્મથી લઇ એની સાથે માણેલી એક એક સ્નેહની ક્ષણો મારી દ્રષ્ટિ આગળ તરી રહી. હય્યાની વેદના પરાકાષ્ઠાએ પહોંચી. પણએ વેદના હકીકતને ન બદલી શકી. ડેની મારો નહીં, જેની અને જેકનો પુત્ર હતો !

અચાનક ક્રોધનો એક જ્વાળામુખી મારી આત્માને વીંધતો ફૂટી નીકળ્યો. એક વિચિત્ર શક્તિથી મારી આંખો લોહીલુહાણ થઇ ઉઠી. એ લાલ લોહિયાળ આંખો માંથી એક જવલન્ત વીજળી છૂટી અને જોતજોતામાં પથારીમાં પડેલા જેક અને જેની ભડથું થઇ ખાખ બની રહ્યા.

આઈ.સી.યુ.નું બારણું ઊઘડ્યું. ડોક્ટર અને પુલીસ ઇન્સ્પેકટર ચર્ચા કરતા બહાર નીકળ્યા :

" ઇટ્સ રીઅલી સ્ટ્રેન્જ ! ઘી બોડીઝ હેડ બિન બર્ન્ડ ઈન એ રિયલ બ્રુટલ વે. ઇટ્સ ઇમ્પોસિબલ ટુ આઈડેન્ટિફાય એની પર્ટિક્યુલર્સ. ઈન માઇ ઓકયુપેશનલ લાઈફ આઈ હેવ નેવર કેમ એ ક્રોશ સચ વિયર્ડ કેસ!

" વેલ,  ઘી પ્રૂફ્સ વિ ગોટ એટ ક્રાઇમ સ્પોટ ઈન્ડિકેટ ધેટ ઘી વાઈફ વૉઝ અમેરિકન બટ હસબન્ડ હેડ ઇન્ડિયન રૂટ્સ. વિ ફાઉન્ડ સમ ડોકયુમેન્ટ્સ એન્ડ ઇન્ડિયન કોન્ટેક્ટ નમ્બર્સ ટૂ વિ ડીડ કોન્ટેક્ટ ઘી ફેમિલી બટ ધેરઝ નો રિસ્પોન્સ ફર્ધર. મીનવાઇલ વિ આર સેન્ડિંગ ઘી બોય ટુ ઘી ચાઈલ્ડ કેર સેન્ટર ."

ડેનીને અનાથાશ્રમ મોકલાવી દેવાશે ? મારા બદલાની આગમાં મારા દીકરાનું જીવન તો રાખ ન થઇ જાય ? એ માસુમનું જીવન વેર વિખેર તો ન થઇ જાય ? પસ્તાવાથી કળી ઉઠેલી મારી આત્માને એક પરિચિત સ્વર સંભળાયો :

"ઇન્સ્પેકટર, આમ બોયઝ ગ્રાન્ડફાધર ."

પિતાજી? વિશ્વાસ કઈ રીતે થાય કે તોડી નાખેલા એ સંબંધના તારો હજી ક્યાંક શ્વાસ લઇ રહ્યા હતા ?!

" મે હી કમ બેક વિથ મી ટુ ઇન્ડિયા ?"

" ઓહ ગ્રેટ સર, બટ ફોર ધેટ યુ મસ્ટ ગો થ્રુ સમ ફૉર્મલ લૉ પ્રોસિઝર "

" સ્યોર ઓફીસર આઇ વિલ "

મારાં અને ડેનીની મધ્યમાં એ ગોઠવાયા. ડેનીના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. પહેલીવાર પિતાની આંખોમાં આંસુઓ હું જોઈ રહ્યો, પસ્તાવાના ઘોધ સમા !

"આમ સોરી સાર્થ. હું તારો ગુનેહગાર છું. આ બધામાં હું પણ એટલો  જ જવાબદાર છું. જાણું છું કે પશ્ચાતાપ માટે હવે બહુ મોડું થઇ ગયું છે. પણ એકવાર મારો સાર્થ હું ગુમાવી ચૂક્યો છું. બીજીવાર ન જ ગૂમાવી શકું !"

મારા પિતાની આંગળીઓમાં આંગળી પરોવી જઈ રહેલ ડેનીમાં હું બાળપણના એ માસુમ સાર્થને જોઈ રહ્યો. એ દ્રશ્યથી મારી આત્માને એક અનન્ય શાંતિનો અહેસાસ થયો ને કોઈ અલૌકિક મુક્તિ તરફ દોરવાતી એ શાંત આત્મા રજેરજ હવામાં ઓગળી ગઈ.


Rate this content
Log in