એક સવાલ
એક સવાલ

1 min

670
ધીરાનાં મોટા દિકરા રમુની અંતિમક્રિયા પત્યા બાદ બધાં ઘેર આવ્યાં. ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો. રિવાજ મુજબ આજુ બાજુનાં ઘરવાળા રોટલા લઈને આવ્યાં.ધીરાનાં ત્રણેય છોકરા નાથુ, રાજુ, સોમુએ તો એક વરસ પછી આટલું બધુ ખાવાનું જોયું. રાતે બધાંના ઘેર ગયા પછી ધીરાનું ઘર ઝંપ્યુ. પણ સૌથી નાના દિકરા સોમુને કેમેય નીંદર નહોતી આવતી. માને થયું કે તેને રમુડો યાદ આવ્યો છે માથે હાથ ફેરવી પુછ્યું કે "કેમ સુતો નથી ?"
"હેં બા હવે નાથુ ક્યારે મરશે ?" પેટ પર હાથ ફેરવતાં ભોળાભાવે સોમુએ પુછ્યું.