STORYMIRROR

Margi Patel

Others Romance

3  

Margi Patel

Others Romance

એક ભૂલ - ૧

એક ભૂલ - ૧

16 mins
30.1K


રાજવીર. રાજવીર ૨૮ વર્ષનો છોકરો છે. જે પાલનપુરમાં રહે છે. આ વાત એ સમય ની છે જયારે રાજવીર ૨૩ વર્ષનો હતો. એમ.બી.એ. કરેલું છે અને તેના પરિવારના ધંધામાં મદદ પણ કરે છે. રાજવીરે એમ.બી.એ. કર્યું અને પછી કમ્પ્યુટર ટ્રેનનીંગનો પોતાનો નવો ધંધો શરૂ કર્યો. અને ભગવાનની કૃપા થી ધંધો નવો હતો પણ સારો ચાલતો હતો.

રાજવીરને પોતાના ધંધાના લીધે ૧૦-૧૦ દિવસે બહાર જાઉં પડતું. પોતાની ગાડી હતી, તો ગાડીમાં જ જતો. એક દિવસ ગાડી બગડી તો બસમાં જવાનું નક્કી કર્યું. બસમાં બેસી ને ગયો પણ ખરા. જયારે અમદાવાદ બસ પહોંચી ત્યારે રાજવીરની બાજુ ની સીટમાં એક છોકરી આવી ને બેસી. તેને પણ સુરત જવાનું હતું. હજી તો સુરત પહોંચતા ૫ કલાક લાગે એવું હતું. રાજવીર એ વિચાર્યું કે કેમ ત્યાં સુધી વાતચીત થઇ જાય. ઓળખાણ થઇ જાય. અને સમય પણ પસાર થઇ જાય.

રાજવીરે વાત કરવાની શરુ કર્યું. રાજવીર એ પૂછ્યું કે " હાઈ ! શું નામ છે તમારું ?"

ત્યારે એ છોકરી એ જવાબ આપ્યો, "ચાર્મી..."

ચાર્મી એ રાજવીન ને પૂછે છે કે "તમારું શુભ નામ શું છે ?"

રાજવીરએ કહ્યું "રાજવીર"

પછી તો રાજવીર એ વાતો વાતોમાં બધું જ એના વિશે કહ્યું. રાજવીર શું કરે છે, શું અભ્યાસ કર્યો છે, ક્યાં કામ થી સુરત જાય છે. તેના વિશે બધું જ કહી દીધું. વાતો કરતા કરતા બંને લોકો જાણે પહેલેથી જ દોસ્ત હોય એવું જ લાગતું.

રાજવીરે ચાર્મી ને પૂછ્યું કે તું સુરત કેમ જાય છે ?

ચાર્મી એ જવાબ આપ્યો કે, "સુરત મારુ સસુરાલ છે. અને અમદાવાદ મારા મમ્મી પપ્પાનું ઘર છે. મારો અભ્યાસ હજી ચાલુ છે. તો મારે વારે વારે અમદાવાદ અને સુરત જાઉં પડે છે."

વાત વાત માં સુરત આવા થયું. ચાર્મી અને રાજવીર એ એટલી બધી વાતો કરી કે બંને સારા એવા દોસ્ત બની ગયા હતા. બંને એકબીજા ના ફોન નંબર લીધા. બંને એ એકબીજાને કામ હોય તો મદદ કરવાનું કીધું. એટલામાં સુરત આવી ગયું. ચાર્મીનો પતિ અર્પિત ત્યાં ચાર્મીને લેવા માટે બસ સ્ટેશન ઉભો હતો.

ચાર્મી પોતાના ઘરે જતી રહી. અને રાજવીર જે કામ માટે સુરત આવ્યો હતો એ કામે જતો રહ્યો. ચાર્મીનું સસુરાલ પૈસેટકે સુખી હતું. અર્પિતને પોતાનો ધંધો હતો. બંને ખુબ શાંતિથી રહેતા. બંને ને જોઈ ને કોઈ કહે નહિ કે બંને એક બીજા ને પ્રેમ નહિ કરતા હોય. પણ અંદર તો કઈ અલગ જ હતું. અર્પિત તો કોઈ બીજી છોકરીને પ્રેમ કરતો. અર્પિતે પોતાના માં-બાપના કેહવા પર લગ્ન કર્યા હતા. જેથી અર્પિત ચાર્મીને કદી પ્રેમ આપી જ ના શક્યો. ચાર્મી અર્પિતને ખુબ જ પ્રેમ કરતી. પણ એકલી ચાર્મીના પ્રેમ થી શું થાય. પ્રેમ તો બંને તરફ હોય તો જ એકપણની કોશિશ રંગ લાવે.

૩ મહિના પછી સવારના ૧૧ વાગ્યા હશે રાજવીરનો મેસેજ આવ્યો. ચાર્મી ને "હાઈ !" કરીને. ચાર્મી તો એક દમ સ્તબ્ધ થઇ ગઈ. ચાર્મી એ પણ મેસેજનો રિપ્લાય આપ્યો.

રાજવીર: 'હાઈ "

ચાર્મી : "હેય "

રાજવીર : "કેમ છે ? મજામાં ?"

ચાર્મી : "હા... તમે કેમ છો ? મજામાં ?"

રાજવીર: "હા એકદમ..."

ચાર્મી : "કેવો ચાલે છે નવો બિઝનેસ ?"

રાજવીર : "સારો ચાલે છે."

ચાર્મી : "ચાલો હવે મારે કામ છે. ઘરે મેહમાન આવ્યા છે. હું પછી વાત કરું."

રાજવીર : "હા"

ચાર્મી : "બાય"

આટલું કહી ને ચાર્મી કામ કરવા લાગી ગઈ. પણ રાજવીર નેખબર પડી ગઈ કે ચાર્મીને કોઈ પ્રોબ્લમ છે. એ ભલે ના કેહતી. પણ મારુ મન કહે છે. આમ આજ ચિંતામાં રાજવીરે બીજા દિવસે પણ મેસેજ કર્યો. તો પણ આટલી જ વાત થઇ. અને ચાર્મી એ બાય કહીને ત્યાંથી વાત કાપી નાખી. પણ રાજવીરના મનની શંકાના લીધે બંનેમાં થોડી થોડી દરરોજ વાત થવા લાગી.

દરરોજ વાતનો આ સિલસિલાથી બંને વચ્ચે દોસ્તી સારી એવી થઇ ગઈ હતી. રાજવીર ચાર્મીને દરરોજ પૂછતો કે"શું થયું છે તને ? તું ઉદાસ લાગે છે ? કઈ પ્રોબ્લેમ છે ? મને કે હું કઈ કરી આપીશ." પણ ચાર્મી એમ જ કેહતી કે "ના... કોઈ પ્રોબ્લેમ નથી. બસ થાક લાગ્યો છે એટલે તમને એવું લાગે છે." જયારે જયારે રાજવીર પૂછે એટલે ચાર્મીનો બસ આ એક જ જવાબ હોય.

એક દિવસ રાજવીરના ખુબ જ કહેવાથી ચાર્મી એ રાજવીરને પોતાની બધી જ વાત કહી દીધી. ચાર્મી એ કહ્યું કે "મારા પતિ મને રોજ બોલે છે. મને પ્રેમ નથી કરતા. કોઈ દિવસ તો હાથ પણ ઉપાડે છે. મને ઘરમાં માન સન્માન નથી મળતું. હું બધું જ કામ કરું તો પણ દરેક કામમાં વાંક કાઢીને મને બોલે, ધમકાવે, ગુસ્સો કરે છે. જયારે મેં મારા સાસુમાને કીધું તો એ પણ રાજવીરનો જ સાથ આપે છે. મારા પતિ અને મારા સાસુમાં મને ખુબ જ હેરાન કરે છે. મને બહાર નથી જવા દેતા. હવે તો ખાવા પણ નથી આપતા. મારા મમ્મી પપ્પા સાથે વાત પણ નથી કરવા દેતા. હું ખુબ જ થાકી ગઈ છું. આમના આ વહેવારથી. હું મારા મનની વાત કોઈને પણ નથી કહી શકતી. હું શું કરું ?" આટલું બોલીને ચાર્મી તો ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી.

રાજવીર આ બધું સાંભળીને તેના તો હોશ જ ખોવાઈ ગયા. રાજવીર ચાર્મીને હિંમત આપતો. તેના જોડે રોજ વાત કરવા લાગ્યો. ચાર્મી અને રાજવીર બંને મેસેજ કે ફોને પર વાત કરતા બે બે દિવસે. એક દિવસ રાજવીરે ચાર્મી ને પૂછ્યું કે "અર્પિત તારા સાથે કેમ આવું કરે છે ?" ત્યારે ચાર્મી કહે છે કે "અર્પિત પહેલે થી જ શિવાનીને પ્રેમ કરતો હતો. બંને કોલેજમાં સાથે હતા. બંને એક બીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પણ બંનેની જ્ઞાતિ અલગ હોવાથી બંનેના પરિવાર માન્યા નહિ. અને બંનેને અલગ કરી દીધા. પણ બંને આજ પણ ફોન પર વાતો કરે છે. મળવા બહાર જાય છે.અને આ બધા કારણોના લીધે અર્પિત મને પરેશાન કરે છે."

આજ રીતે એક વર્ષ નીકળી ગયું. ચાર્મી હેરાન થતી ગઈ અને રાજવીર તેને હિમ્મત આપતો ગયો. બંને એટલા સારા મિત્રો બની ગયા હતા કે બંને એક બીજાને બધું જ કહી દેતા. રાજવીર એ તો બે-ત્રણ વાર એ પણ સલાહ આપી કે ચાર્મી તેના ઘરે બધું જ કહી દે. પણ ચાર્મી જ ના પાડતી. ચાર્મી કેહતી કે "હું મારા ઘરે કહી દઉં તો મારા મમ્મી-પપ્પા મને હાલ જ અહીંથી લઇ જાય. પણ પછી શું ? મારો ભાઈ મારાથી હજી નાનો છે. સમાજમાં ઈજ્જતનું શું ? લોકો વાતો કરે ? અમારા ઘર તરફ લોકોની આંગળી ઉઠે." આ બધા ડરથી ચાર્મી ઘરે કોઈને કહે નહિ.

એક દિવસ ચાર્મી અમદાવાદ આવી હતી. ત્યારે રાજવીરે કહ્યું કે "તું પાલનપુર આવ. તારો મૂડ સારો થઇ જશે. હું તને મારી કંપની બતાવું. અને તું મને થોડી મદદ પણ કરજે કમ્પ્યુટરમાં. " ચાર્મી આનાકાની કરતી કરતી તૈયાર થઇ ગઈ પાલનપુર જવા. રાજવીર અને ચાર્મી ત્યાં ફર્યા, વાતો કરી, મનનો ભાર હળવો કર્યો. બંને સાથે બેસીને ચાર્મીની તકલીફનો નિવેડો લાવવાનો પ્રયત્ન કરતા. અલગ અલગ રસ્તા શોધતા કે કઈ રીતે અર્પિત ચાર્મીને અપનાવી લે. ચાર્મીને પ્રેમ કરતો થઇ જાય. એટલામાં સાંજ પડી ગઈ. અને ચાર્મી એ ત્યાંથી જવાનું કહ્યું. અને રાજવીર ચાર્મીને બસ સ્ટેશન મૂકી આવ્યો.

પછી તો જયારે પણ ચાર્મી અમદાવાદ આવે ત્યારે બંને મળતા. ચાર્મી પાલનપુર જાય નહીંતર રાજવીર અમદાવાદ આવે. બંનેની મુલાકતોમાં તો પેહલા અર્પિતની જ વાતો થતી. રાજવીર અર્પિત વિશે પૂછે જ. અને ચાર્મી પણ કેહતી કે "મેં ખુબ જ પ્રયત્ન કર્યો પણ કઈ જ ફાયદો નથી થતો. અર્પિત મને પ્રેમ જ નથી કરતો. હવે તો દરેક વાતે મને બોલે જ છે. એના માટે કઈ પણ કરું તો પણ એને ગમતું નથી. મારા સાસુ પણ કઈ જ નથી કેહતા. મારી નણંદો પણ અર્પિતનો જ સાથ આપે છે. અને હવે તો અર્પિત તલાક લેવાનું કે છે. પણ હું કેવી રીતે લઉં ? મારે તો મારા મમ્મી પપ્પાની ઈજ્જતનું વિચારવાનું ને. ભલે મારો વાંક નહિ હોય પણ સમાજમાં બધા મને જ કહેશે. મારા મમ્મી પપ્પાના સંસ્કારો પર આંગળી ઉઠશે. હું કેવી રીતે તલાક લઇ શકું ?"

બંનેની થોડી મુલાકાતો વધતી ગઈ. બંને એક બીજા વિશે પૂછવા લાગ્યા. બંનેની દોસ્તી ખુબ જ મજબૂત થઇ ગઈ. બંને એકબીજામાં રસ લેતા થઇ ગયા. રાજવીરની જિંદગીમાં કોઈ જ હતું નઈ. અને ચાર્મી પણ કોશિશ કરી કરી ને હારી ગઈ હતી. એક વર્ષથી ચાર્મીની કોશિશનો કોઈ જ રંગ ના આવ્યો. છેલ્લે તો ચાર્મી એ કોશિશ કરવાનું જ બંધ કરી દીધું. રાજવીરે ચાર્મીના શોખ ફરી થી જીવતા કર્યાં. બંનેની મુલાકતો , વાતચિત, મેસેજ વધતું ગયું. બંને એક બીજા ને પસંદ કરવા લાગ્યા હતા.

એક દિવસે તો રાજવીરે ચાર્મી ને સીધું "આઈ લવ યુ" કહી દીધું. ચાર્મીના તો હોશ જ ઉડી ગયા. રાજવીરએ ચાર્મીને સમય આપ્યો. એનો જવાબ શું છે એના માટે. ચાર્મી તો ના જ પાડે. ચાર્મીના મનમાં ખુબ જ સવાલો હતા. કે "આમ કેવી રીતનું થાય ? હું તો એક વિવાહિત સ્ત્રી છું ? કોઈ માને નહિ ?" બે દિવસમાં તો જાણે ચાર્મીની જિંદગીમાં તોફાન આવી ગયું.

બે દિવસ પછી ચાર્મી એ પેહલા તો જવાબ માં "ના " જ કહી દીધી. રાજવીર એ જયારે પૂછ્યું ત્યારે ચાર્મી એ સમજાવ્યો કે,"હું એક વિવાહિત સ્ત્રી છું. મારાથી ના થાય. તમારા મનમાં હંમેશા શંકા રહેશે કે હું એક વિવાહિત સ્ત્રી છું. ભલે મારા અને અર્પિતના વચ્ચે પતિપત્ની જેવા સબંધો ના હોય. પણ તમને હંમેશા શંકા રહેશે. અને હવે મને પોતાની જાતને સાબિત કરવામાં થાકી ગઈ છું. મારાથી નઈ થાય." રાજવીર પેહલા તો કઈ જ બોલ્યો નહિ. પણ બે દિવસ પછી તેને ચાર્મીને માનવી. ચાર્મીને વિશ્વાસ અપાવ્યો કે "મને તારા પર વિશ્વાસ છે. તું વિવાહિત સ્ત્રી છે એનાથી મને કોઈ જ ફર્ક નથી પડતો. હું તને ખુબ જ પ્રેમ કરું છું." રાજવીરે ગમે તે કરી ને ચાર્મી ને મનાવી જ લીધી.

ચાર્મીના "હા" પાડયા પછી તો રાજવીરે કોઈ કસરના છોડી ચાર્મીને ખુશ કરવાની. જયારે પણ ચાર્મી અને રાજવીરની વાત થાય ત્યારે રાજવીર ચાર્મીને હસાવી લે. ચાર્મીને જિંદગી જીવવાનું પ્રોસાહન આપે. ખુબ સુંદર સુંદર વાત કરે. ગમે તે રીતે ચાર્મી ઉદાસ હોય તો રાજવીર ચાર્મીને હસાવી જ લે. બંનેનો સબંધ એટલો મજબૂત બની ગયો હતો કે તે બધી જ રીતે ખુશ હતા.

એટલા માં બીજી બાજુ અર્પિતનો ત્રાસ વધતો જતો. અર્પિત ચાર્મી પર વારે વારે હાથ ઉપાડવા લાગ્યો. અર્પિત ચાર્મીને એટલું મારતો કે તેને કોઈ ભાન ના રહે કે ચાર્મી ને કેટલું વાગે છે. શું થયું ? અને માર્યા પછી પણ અર્પિત ચાર્મીના હલચલ પૂછવા ના જાય. ચાર્મી રોઈ રોઈ દિવસ નીકાળતી હતી. તે પોતાની તકલીફ કોઈને પણ ના કહે. એક દિવસ જયારે અર્પિતના દોસ્તના ત્યાં પાર્ટી હતી તો ચાર્મી અને અર્પિત બંને ગયા. બંનેને જોઈને કોઈ એમ ના કહે કે બંને એક બીજા સાથે ખુશ નથી. પાર્ટીમાં અર્પિતે ખુબ જ શરાબ પીધી. શરાબ પીને અર્પિતે પાર્ટીમાં તેના દોસ્તોના સામે જ ચાર્મીની બેઇજ્જતી કરી. છતાં ચાર્મી એક શબ્દ ના બોલી. જેમ તેમ કરી ને ચાર્મી અર્પિતને ઘરે લાવી. ઘરે લાવીને તેના બુટ-મોજા કાઢ્યા. એટલામાં અર્પિત ચાર્મી જોડે જબરજસ્તી કરવા લાગ્યો. કહેવામાં તો બંને પતિ-પત્ની હતા પણ જ્યાં દોઢવર્ષમાં જે સબંધ ના બાંધ્યો હોય એ શરાબની હાલત માં ચાર્મી કેમની બાંધવા દે ? અને શરાબની હાલતમાં પણ અર્પિત ચાર્મીની જગ્યા એ શિવાનીનું નામ લઇને ચાર્મી ની નજીક જવા માંગે. ચાર્મી એ પોતાના જાતને બચાવીને બીજા રૂમમાં જતી રહી. ચાર્મી ખુબ જ દુઃખી હતી. હવે ચાર્મીને સહન નતુ થતું. પણ ચાર્મી કોઈને કહે નહિ.

બીજા દિવસે સવારે જયારે ચાર્મી રસોડામાં પાપડ તળતી હતી ત્યારે અર્પિત નીચે આવે છે. અને નીચે દેખે છે તો તેનો દોસ્ત મનન પણ ત્યાં જ બેઠો છે. અર્પિતને બોલાવી ને સમજાવે છે કે, "જે તે પાર્ટીમાં કર્યું એ ખોટું હતું. તારે ભાભીનું આવું અપમાન ના કરાય. એ તો ભાભી સારા છે કે કઈ બોલ્યા નહિ બીજું કોઈ હોય તો તને ખબર પડે. દોસ્ત તું સમજી જા તને આવી જીવનસાથી નઈ મળે. તું ખુબ જ નસીબદાર છે કે તને આવી જીવનસાથી મળી છે. તું તારું ઘર જાતે જ બગાડે છે. સમજી જા."

આટલું કહીને મનન ત્યાં થી જતો રહે છે. પણ અર્પિત તો ગુસ્સામાં રસોડામાં જાય છે અને ચાર્મી ને બોલવા લાગે છે. કે "તું ત્યાં રોઈ ને નાટક કરતી હતી. તે મારા દોસ્તો સામે મને ખરાબ સાબિત કર્યો. અને રાતે તે મને કઈ કરવા પણ ના દીધું અને અત્યારે અહીં રડે છે." આટલું બોલતા જ ચાર્મી બોલવા જાય જ છે ને એટલામાં જ અર્પિત ગરમ તેલનું લોયુ ચાર્મીના બરડામાંમાં રેડે છે. ચાર્મી ખુબ જ જોરથી રડે છે. બૂમો પાડે છે. પણ તેનું કોઈ જ સાંભળતું નથી. અર્પિત પણ ત્યાંથી પોતાના ધંધે જતો રહે છે. ચાર્મી એકબાજુ રડે છે બૂમો પાડે છે તો પણ કોઈ જ મદદ માટે નથી. ચાર્મી એકલી જ દવાખાને જાય છે. અને દવાખાનેથી ઘરે આવી ને જોઈ છે તો એની સાસુમા આવી ગયા હોય છે. ચાર્મીને શું થયું એ તો પૂછવાની વાત દૂર રહી પણ તેલ નીચે જમીન પર પડ્યું છે. એના લીધે ચાર્મીને કોસતા હતા. પણ ચાર્મી કઈ જ બોલે નઈ.

એના બીજા દિવસે રાજવીરનો ફોન આવે છે પણ ચાર્મી તેને પણ કઈ નથી કેહતી. બસ એટલું જ કહે છે કે મારી તબિયત નથી સારી. એટલે આટલા દિવસથી મેસેજ કે ફોન ના થયો. અને હજી પણ નથી સારી તો થોડા દિવસ નહિ થાય. એટલું કહીને ચાર્મી બે મિનિટમાં ફોન મૂકી દે છે. કેમ કે તે તેની વેદના સહન જ નથી કરી શક્તિ. પણ કોઈ ને કહે નઈ.

અરે હદ તો ત્યાં થઇ કે જયારે અર્પિત તે ચાર્મીને બૂમ પાડી અને ચાર્મીને થોડું મોડું થયું નીચે ઉતારવામાં એટલામાં તો જાણે આભ તૂટી પડ્યું હોય એવું અર્પિત કરે. ના બોલવાના શબ્દો બોલે, મારે, અને તેના બળેલા ઉપર તો તેને લાલ મરચું નાખ્યું. અને ચાર્મી એ જે બૂમ પાડી જાણે આપણા રૂંવાટા ઉભા થઇ જાય. અને તે તેની મમ્મીને કહી ના દે તે માટે ચાર્મીની સાસુ એ ચાર્મી જોડેથી ફોન લઇને ચાર્મીને એક રૂમમાં પુરી નાખી. ચાર્મી તેની શરીરની વેદના પણ વધી ગઈ હતી. અને તેના મનની વેદનાનો તો કોઈ કહીજ ના શકે. જે છોકરી ફૂલના જેમ મોટી થઇ હોય તેને આવી તકલીફો. ચાર્મીના મમ્મી પપ્પા ફોન કરે એતો દરેક વખતે બહાના કાઢે. છેલ્લે તો એમ કહી દીધું કે ચાર્મી અને અર્પિત બહાર ફરવા ગયા છે. વીસ દિવસે આવશે. ચાર્મી ના મમ્મી પપ્પા ખુશ થઇ ગયા કે ચાલો એક વર્ષ પછી પણ આપણી ચાર્મી ને જમાઈ ફરવા તો ગયા.

ચાર્મીને ૭ દિવસ રૂમમાં પુરી રાખી. જમવાનું એક જ સમય આપે. અને પાણીનો પણ એક જ બોટલ. પાણી પૂરું થઇ જાય તો પણ કોઈ ના આપે. ચા નઈ. નાસ્તો નઈ કઈ જ નઈ. અને આ બધું ચાર્મી ના પાડોશી દેખી રહ્યા હતા. પણ ચાર્મીના સાસુ સસરાનો સ્વભાવ એટલો ખરાબ ને કે તેમને કોઈ પણ વાત કરવા આવે તો ના ગમે. કોઈ જોડે સારા સબંધો જ ના રાખે. તેના લીધે તેના પાડોશી પણ કઈ જ મદદ ના કરી શકે ચાર્મીની. આઠમા દિવસે હોલિકા પૂજા હતી. જયારે ચાર્મીના સાસુ-સસરા, અને અર્પિત પૂજા કરવા ગયા ત્યારે ચાર્મીના પાડોશી કોમલબેન એ સંતાઈને ચાર્મીના ઘરે જઈને ચાર્મીને બહાર કાઢી. અને જોઉં તો ચાર્મીની હાલત એટલી ખરાબ હતી કે શું કેહવું ? બધાથી છુપાઈ ને કોમલબેન ચાર્મીને પોતાના ઘરે લઇ ગયા. ચાર્મીને કોમલબેને પોતાના ઘરમાં છુપાઈ દીધી.

ચાર્મી તેના ઘરમાં નથી એ ચાર્મીના સાસુ-સસરા કે અર્પિત ને ખબર જ નઈ. કોમલબેને ચાર્મીની ખુબ જ મદદ કરી. પુરી રાત ચાર્મીની દેખભાળ કરી. ખાવાનું આપ્યું. દવા કરાવી. અને ચાર્મીને પૈસા આપ્યા જેથી તે તેના મમ્મી પપ્પાના ઘરે જઈ શકે. સવારે કોમલબેન ચાર્મીને બસમાં બેસાડી આવ્યા. ચાર્મી બસમાં બેસી ગઈ ત્યાં સુધી તો તેના સાસુ-સસરા કે અર્પિત ને ખબર જ નહિ. જયારે ચાર્મીની સાસુ ચાર્મીને જમવા આપવા જાય છે ત્યારે જ ખબર પડે છે કે ચાર્મી તો નથી. પણ કોઈ આજુ બાજુવાળા ને પૂછી પણ ના શકે. પાડોશીઓને એવું કીધેલું હતું કે ચાર્મી તો એના પિયરમાં ગઈ છે. અને ચાર્મીના મમ્મી પપ્પા ને પણ કેમ નું પુછાય.

ચાર્મી રાતના 9 વાગે ઘરે પહોંચે છે. ચાર્મીને દેખતા જ તેના મમ્મી-પપ્પા સમજી ગયા કે કઈ થયું છે. તેના સાસુ એતો એવું કીધું હતું કે ચાર્મીને જમાઈ બહાર ફરવા ગયા છે. તો આ બધું શું ? ચાર્મી તેની મમ્મીને ભેટીને ખુબ જ રડે છે. ચાર્મીના રડવાથી આજુબાજુવાળા પણ ભેગા થઇ જાય છે. ચાર્મીના રડવાના અવાજ થી જ, તેની આવી હાલતથી જ લોકોના આંખમાં આંસુ આવી જાય છે. તેને પૂછવાનું તો બાજુમાં રહ્યું પણ લોકોના મોઢે તરત જ આવી ગયું કે, "આ છોકરી બધાને હસાવતી, કૂદતી, દરેકની ઈચ્છાઓ પુરી કરતી, હંમેશા ખુશ રહેતી છોકરી ને શું થયું હશે ? કેમ આટલું બધું રડે છે ? એને દેખીને તો એવું લાગે છે કે કેટલા દિવસથી એને કઈ ખાધું નથી. શું થયું હશે ?" ગમે તે કરીને ચાર્મીને છાની રાખી. તેને પાણી આપ્યું. શાંત કરી. જેવું એના ભાઈએ ચાર્મીના પૂછતાં પૂછતાં બરડામાં હાથ ફેરવા ગયો તેવું જ ચાર્મીએ બૂમ પાડી. " ના ભાઈ... મને ખુબ જ દુખે છે બરડામાં... તું મને અડીશ નહિ..."

જયારે ચાર્મીની મમ્મી જયાબેને ચાર્મીનો ડ્રેસ ઉપર કરીને દેખ્યું તો જયાબેનની આંખો માંથી આશુંઓની ધારા જ વહેવા લાગી. અને બોલ્યા "ધન્ય છે તને દીકરી. તું આટલું બધું સહન કરતી ગઈ પણ તે મોઢા માંથી એક શબ્દ ના કાઢ્યો. તે અમને કઈ ખબર જ ના પાડવા દીધી."જયાબેનની આંખોમાં ગુસ્સાનાની સાથે આશું પણ હતા. ચાર્મીનો બરડો તો જાણે લાલ કંકુથી કોઈએ રંગી નાખ્યો હોય એવો થઇ ગયો હતો. ગરમ તેલના લીધે ફોલ્લા તો પડ્યા જ હતા અને તેના ઉપર લાલ મરચુંના કારણે આખો બરડો લાલ થઇ ગયો. એ વેદનાના લીધી જે ચાર્મીની શરીર તપતું હતું એનું તો વર્ણન પણ ના કરી શકાય. ચાર્મીએ બધી જ હકીકત તેના મમ્મી-પપ્પા ને ભાઈને કહી.

બધા જ લોકો ગુસ્સામાં બેબાકળા થઇ ગયા હતા. ચાર્મીની આપવીતી સાંભળીને કોઈના પણ આંખમાંથી આંશુ રોકાતા જ નતા. ચાર્મીએ અને જયાબેને કોમલબેનને ફોન કરીને તેમનો ખુબ જ આભાર માન્યો. અને પછી જયાબેને ચાર્મીના સાસુને ફોને કર્યો ને કહ્યું કે, 'ચાર્મી અહીંયા છે. તમે શું કર્યું એ બધું અમને ખબર પડી ગઈ છે. હવે ચાર્મી તમારા ઘરે પગ પણ નઈ મૂકે. આટલું કડક શબ્દો માં કહી દીધું. પણ ચાર્મીના સાસુ-સસરા કે અર્પિતને કોઈ જાત નું દુઃખ જ નહિ. ચાર્મી કોટમાં કેસ પણ ના કરી શકે કેમ કે લગ્નના બે વર્ષ થઇ ગયા હતા પણ લગ્નનું પ્રમાણપત્ર ન હતું.

થોડા દિવસો ગયા. ચાર્મી આજ વિચારોમાં ખોવાયેલી જ રહે. તેથી તેના મમ્મી-પપ્પા હંમેશા તેને બહાર જવાનું કેહતા. તેના દોસ્તો સાથે મળવાનું કેહતા. આઠ મહિના થઈ ગયા આ વાત ને. એક બાજુ ચાર્મી જોડે આ બધું થયું પણ રાજવીરને કઈ જ ખબર નઈ. રાજવીર તો ચાર્મીના ફોન ની રાહ જોઈને બેઠો હતો. અને ચાર્મી પણ હવે થોડું થોડું બહાર નીકળવા માંડી હતી. રાજવીરને મળવા માટે ચાર્મીએ અમદાવાદ બોલાવ્યો. ચાર્મી અને રાજવીર બંને મળ્યા. વાત ચિત કરી. ચાર્મી એ રાજવીર ને કહ્યું કે, 'તે હવે પાછું સુરત નથી જવાની. મેં મારા મમ્મી-પપ્પા ને બધું જ કહી દીધું છે. હવે તે મને ત્યાં જવાની ના જ પાડે છે. આ સાંભળીને રાજવીર ખુબ જ ખુશ થઇ ગયો. બંનેના મળવાનું વધુ ગઈ હતું. બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરતા. બંને સાથે ખુશ રહેવા લાગ્યા. બંનેની પ્રેમની સીમા પાર થઇ ગઈ. બંને વચ્ચે શારીરિક સબંધ બાંધવા લાગ્યો. બંને એક બીજા વગર રહી શકે તેમ નથી. બંનેની મુલાકાતો વધતી ગઈ. અને જોડે સબંધ પણ.

ચાર્મી અને અર્પિતને અલગ થયે બે વર્ષ થઇ ગયા હતા. તેથી હવે તેને બીજી વાર લગ્ન કરવાનું કેહતા. પણ ચાર્મી ના જ પાડતી. હવે તો તેના ઘરના બધા એમ પણ કેહતા કે "તું બીજા કોઈને પ્રેમ કરતી હોય તો પણ કહી દે અમે એના જોડે તારા લગ્ન કરાવીશું." પણ ચાર્મી ના જ પાડતી. ના ના કેહતા બીજા છ મહિના થઇ ગયા. પણ હવે ચાર્મી લગ્ન કરવા માંગતી હતી પણ રાજવીર જોડે. પેહલા તે રાજવીરને પૂછવા માંગતી અને પછી ઘરે બધાને કેહવા નું નક્કી કર્યું.

ચાર્મી એ રાજવીર ને મળવા બોલાવ્યો. ચાર્મી એ સામેથી રાજવીરને લગ્નનો પ્રસ્તાવ મુક્યો. અને એમ પણ કહ્યું કે "રાજવીર તમે વિચારીને જવાબ આપજો. પણ જે જવાબ હોય એ પાક્કો હોવો જોઈએ. તમે અત્યારે " હા" કહો અને પછી પાછળથી પસ્તાવો ના થવો જોઈએ. તમે પૂરતો સમય લો એ પણ વિચારી શકો છો કે હું એક વિવાહિત સ્ત્રી છું. એક વર્ષ હું મારા સસુરાલમાં રહી છું. મેં કેવી રીતે દિવસો નીકળ્યા છે એ તમને ખબર છે. મારા અને અર્પિત વચ્ચે એક વર્ષ માં કદી પતિ-પત્ની જેવા સબંધ બંધાયો નથી. તમારા ઘર વાળા મારો સ્વીકાર કરશે ? સમાજમાં શરૂઆત માં લોકો વાતો પણ કરે. શું તમે એમનો સામનો કરી શકશો ? તમે બધું જ વિચારીને મને જવાબ આપજો."(ક્રમશ:)


Rate this content
Log in