Bhavna Bhatt

Others Children

2  

Bhavna Bhatt

Others Children

એ ભીલડી

એ ભીલડી

1 min
85


એ ભીલડી એટલે શબરી... રામાયણમાં એક પાત્ર એવું છે જે નિષ્કામ અને નિઃસ્વાર્થ ભક્તિ કરે છે. જે જાતિ એ ભીલડી હોય છે પણ રામ મિલનની આશામાં એ વનમાં એક ઝૂંપડી બાંધીને રહે છે અને આસપાસની જગ્યા સ્વચ્છ કરે છે પણ મુખમાં રામ રામનું રટણ કરે છે.

રોજ સવારે એ જંગલમાં જઈને મીઠાં મીઠાં બોર વીણી લાવે છે બોર વીણતાં હાથમાં કાંટા વાગે છે ત્યારે પણ શબરીના મુખ પર હાસ્ય જ હોય છે એ ભીલડી બસ રામ મિલનની આશામાં જ જીવતી હોય છે.

બોરને ચાખે છે મીઠાં મીઠાં છેડે બાંધીને રામ માટે લાવે છે આ એનો નિત્યક્રમ બની જાય છે.

જ્યારે સીતાજીનું હરણ કરીને રાવણ લઈ જાય છે ત્યારે શ્રી રામ અને લક્ષ્મણ વન,વન સીતાની શોધમાં ભટકે છે ત્યારે રામ શબરીની કુટીયામાં પધારે છે અને શબરીની ભાવના પૂર્ણ કરે છે અને એ ભીલડીની ભક્તિનાં લીધે એનાં એંઠા બોર રામ હોંશે હોંશે ખાય છે અને મોક્ષનાં આશીર્વાદ આપે છે આમ શબરીની ઈચ્છા પૂર્ણ થાય છે. શબરીની નિષ્કામ ભક્તિથી આજે પણ એને યાદ કરવામાં આવે છે.


Rate this content
Log in